________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૩૪-૯૩૫ तथाभूतप्ररूपकात्, शेषाणामपि च गुणहानिः सन्नायकाभावात्, तीर्थोच्छेदश्च भावेन, ततः सम्यग्ज्ञानाद्यप्रवृत्तेरिति द्वारगाथार्थः ॥९३४॥ * “વાWIT''માં પિ'થી એ કહેવું છે કે અનીદશ સાધુને અનુયોગની અનુજ્ઞા આપવાથી ગુરુની પોતાની તો ગુણહાનિ થાય છે જ, પરંતુ શેષ સાધુઓની પણ ગુણહાનિ થાય છે. * “ જ્ઞાનાદy: "માં “ગારિ' પદથી સમ્યમ્ ક્રિયાનો સંગ્રહ છે. ટીકાર્ય
ઇતરથા=અનીદેશની અનુયોગઅનુજ્ઞામાંપૂર્વગાથામાં બતાવેલ કાલને ઉચિત ગ્રહણ કર્યા છે સકલ સૂત્ર અને અર્થ જેમણે એવા પ્રકારના ન હોય તેવા સાધુઓને અનુયોગની અનુજ્ઞા આપવામાં, તેમને અનુજ્ઞા આપતા એવા ગુરુને (૧) મૃષાવાદ થાય છે; અને તેવા પ્રકારના પ્રરૂપકથી=કાલોચિત સૂત્ર અને અર્થ નહીં ભણેલા પ્રરૂપણા કરનાર આચાર્યથી, (૨) લોકમાં પ્રવચનની ખિસા=જિનશાસનની હીલના, થાય છે; અને સદ્ નાયકનો અભાવ થવાથી (૩) શેષ સાધુઓના પણ ગુણની હાનિ થાય છે; અને (૪) ભાવથી તીર્થનો ઉચ્છેદ થાય છે, કેમ કે તેનાથી=કાલોચિત સૂત્રાર્થ નહીં ભણેલા આચાર્યથી, સમ્યજ્ઞાનાદિની અપ્રવૃત્તિ થાય છે, એ પ્રમાણે દ્વારગાથાનો અર્થ છે.
ભાવાર્થ:
વર્તમાનકાળને આશ્રયીને જે જે સૂત્ર અને અર્થો ઉચિત હોય તે સર્વ સૂત્ર અને અર્થો ભણેલા સાધુ આચાર્યપદવી માટે યોગ્ય છે, અને આવા પ્રકારના ન હોય તેવા સાધુને આચાર્યપદે સ્થાપવાની અનુજ્ઞા આપતા ગુરુને મૃષાવાદ પ્રાપ્ત થાય છે. વળી સર્વ શાસ્ત્રોના પરમાર્થને નહીં જાણનાર આચાર્ય શુદ્ધ પ્રરૂપણા કરી શકતા નથી. આથી લોકમાં જિનશાસનની હીલના થાય છે, અને આવા આચાર્યની નિશ્રામાં રહેલ શેષ સાધુઓના પણ ગુણોની હાનિ થાય છે; કેમ કે તે સાધુઓને સર્વ શાસ્ત્રોના પરમાર્થને જાણનારા એવા સુનાયકની પ્રાપ્તિ થઈ નથી.
વળી, તે આચાર્યની નિશ્રામાં રહેલ શેષ સાધુઓને સુનાયકના અભાવને કારણે સન્માર્ગની અપ્રાપ્તિ થવાથી, ભાવથી તીર્થનો ઉચ્છેદ થાય છે; કેમ કે આચાર્યપદે રહેલ તે સાધુ શાસ્ત્રોના પરમાર્થને નહીં જાણતા હોવાથી શિષ્યોને સમ્યજ્ઞાનાદિની પ્રવૃત્તિ કરાવી શકતા નથી. આથી આવા આચાર્યનો શિષ્યસમુદાય વેશથી સાધુરૂપે રહે છે, પરંતુ ભાવથી સાધુ બની શકતો નથી. તેથી રત્નત્રયીને સમુદાયરૂપ ભાવતીર્થનો ઉચ્છેદ થાય છે. ll૯૩૪ો.
અવતરણિકા :
व्यासार्थं त्वाह -
અવતરણિકાર્ય :
વળી પૂર્વગાથામાં બતાવેલ ચાર દ્વારાના વિસ્તારથી અર્થને કહે છે. તેમાં પ્રથમ કાલોચિત ગૃહીત સકલ સૂત્રાર્થ વગરના સાધુને અનુયોગની અનુજ્ઞા આપવાથી ગુરુને મૃષાવાદ કઈ રીતે થાય? તે ગાથા ૯૩૭ સુધી બતાવે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org