________________
૧૦૨
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦પ૦-૧૦૫૮ આમ કહેવા દ્વારા ગ્રંથકારને એ જણાવવું છે કે દેશના આદિનો મોક્ષ પેદા કરવાનો સ્વભાવ છે, પરંતુ દેશનાદિનો તે સ્વભાવ મોક્ષે જવાને યોગ્ય જીવો માટે જ મોક્ષ પેદા કરવાનું કારણ બને છે, અન્ય જીવો માટે નહીં. તેથી જે જીવોનો દેશનાદિ દ્વારા મોક્ષને અનુકૂળ ભવ્યત્વનો પરિપાક પામે એવો સ્વભાવ છે, તે જીવો જ દેશનાદિને પ્રાપ્ત કરીને મોક્ષને અનુકૂળ પુરુષકારવાળા થાય છે, અન્ય જીવો નહીં.
આ રીતે ભવ્યત્વનો પણ ભિન્ન ભિન્ન પ્રકારે ઉપક્રમણાદિ પામવાનો સ્વભાવ હોવાથી, કર્માદિ ભવ્યત્વનું તે પ્રકારે ઉપક્રમણાદિ કરીને કાળ, લિંગાદિના ભેદથી મોક્ષરૂપ ફળના સાધક બની શકે છે. તેથી દરેક જીવનું ભવ્યત્વ ભિન્ન ભિન્ન પ્રકારનું છે, માટે કર્મ, કાળ અને પુરુષકાર ભવ્ય જીવના ભવ્યત્વનું ઉપક્રમણાદિ કરીને કાળ, લિંગ, ક્ષેત્રાદિના ભેદથી મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ કરાવી શકે છે, આ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો આશય છે. ll૧૦પણા
અવતરણિકા :
इहैवाऽऽक्षेपपरिहारशेषमाह - અવતરણિતાર્થ
અહીં જ=પૂર્વગાથાના અંતે ગ્રંથકારે પૂર્વપક્ષીને પ્રશ્ન કર્યો કે મોક્ષગામી જીવમાં દેશનાદિ મોક્ષજનનના સ્વભાવવાળા કેવી રીતે થાય? એ કથનમાં જ, આક્ષેપ અને પરિહારશેષને કહે છે – ભાવાર્થ:
પૂર્વગાથામાં પૂર્વપક્ષીને ગ્રંથકારે કહ્યું કે દેશનાદિ મોક્ષ પેદા કરવાના સ્વભાવવાળા નથી, માટે અભવ્યોનો દેશનાદિ દ્વારા મોક્ષ થતો નથી, એમ સ્વીકારવામાં આવે તો ભવ્યોનો પણ દેશનાદિ દ્વારા મોક્ષ થવો જોઈએ નહીં. ત્યાં પૂર્વપક્ષીની યુક્તિનો આક્ષેપ કરીને તે યુક્તિનો પણ પરિહાર કરતાં ગ્રંથકાર કહે છે – * અહીં માક્ષેપપરિહારમાદ' ન કહેતાં ‘આક્ષેપપરિહારોપમાદ' એમ કહ્યું. તેનું તાત્પર્ય એ છે કે ગ્રંથકારે અત્યાર સુધી પૂર્વપક્ષીના દરેક કથનનો પરિહાર કર્યો અને હવે પૂર્વપક્ષીના કથનનો આક્ષેપ કરીને ગ્રંથકાર તેનો શેષ રહેલો અંતિમ પરિહાર કરે છે, જે પરિહારનું નિરાકરણ કરવા માટે પૂર્વપક્ષી જે સમાધાન કરશે તે સમાધાનથી ગ્રંથકારનો પક્ષ જ સ્વીકૃત થશે, જેને ગ્રંથકાર ગાથા ૧૦૫૯માં બતાવવાના છે. આ અર્થ જણાવવા માટે ગ્રંથકારે “આક્ષેપ અને પરિહારને કહે છે” એમ ન કહેતાં “આક્ષેપ અને પરિહારશેષને કહે છે” એમ કહેલ છે.
ગાથા :
भव्वत्ते सइ एवं तुल्ले एअंमि कम्ममाईण ।
तमभव्वदेसणासममित्थं निअमेण दट्ठव्वं ॥१०५८॥ અન્વયાર્થ :
મધ્ય સ$=ભવ્યત્વ હોતે છતે આ પ્રમાણે છેઃદેશનાદિનો મોક્ષ પેદા કરવાનો સ્વભાવ છે, (એમ પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકાર કહે છે –) િતુ આ તુલ્ય હોતે છત=સર્વ જીવોનું ભવ્યત્વ સમાન હોતે છતે, મારું =કદિનું તંત્રતે=ભવ્યત્વના ઉપક્રમણાદિરૂપ સ્વભાવપણું, અહીં=સર્વ જીવોમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org