________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦પ૦
૧૦૧
ગાથાર્થ :
અથથી પૂર્વપક્ષી ગ્રંથકારને કહે છે જે કારણથી દેશનાદિ મોક્ષ પેદા કરવાના સ્વભાવવાળા નથી, તે કારણથી અભવ્ય જીવોને મોક્ષ થવાનો પ્રસંગ નહીં આવે. તેને ગ્રંથકાર કહે છે – જો આવું છે તો ભવ્ય જીવોમાં દેશનાદિ મોક્ષ પેદા કરવાના રવભાવવાળા કેવી રીતે થાય ? અર્થાત્ ન જ થાય.
ટીકા : ___ अथ देशनादि-देशनानुष्ठानादि नैवंस्वभावं-न मोक्षजननस्वभावं, यद्-यस्मात्ततोऽभव्यानां प्राणिनां नो खलु मोक्षप्रसङ्ग इति दोषाभाव इति, अत्राह-कथं त्वन्यत्र-मोक्षगामिनि सत्त्वे तद्-देशनादि एवं मोक्षजननस्वभावमिति गाथार्थः ॥१०५७॥ * “નાનુનરિ"માં ‘મર' પદથી બાહ્ય ત્યાગનું ગ્રહણ છે. ટીકાર્ય :
મથથી પૂર્વપક્ષી કહે છે – જે કારણથી દેશનાદિ=દેશના-અનુષ્ઠાન આદિ, આવા સ્વભાવવાળા નથી=મોક્ષને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા નથી, તે કારણથી અભવ્ય પ્રાણીઓને મોક્ષનો પ્રસંગ નથી, એથી દોષનો અભાવ છે અર્થાતુ કમદિના ભવ્યત્વના ઉપક્રમણાદિરૂપ સ્વભાવપણાને ફળભેદનો હેતુ સ્વીકારવામાં કોઈ દોષ નથી. “તિ' પૂર્વપક્ષીના કથનની સમાપ્તિ અર્થે છે.
અહીં કહે છે–પૂર્વપક્ષીના કથનમાં ગ્રંથકાર કહે છે – વળી અન્યત્ર=મોક્ષગામી સત્ત્વમાં=મોક્ષે જનારા ભવ્ય જીવમાં, તે=દેશનાદિ, આવા પ્રકારના=મોક્ષને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા, કેવી રીતે થાય? અર્થાત્ ન થાય, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
ગાથા ૧૦૫૬માં ગ્રંથકારે પૂર્વપક્ષીને કહેલ કે દરેક જીવના ભવ્યત્વનો ભેદ નહીં હોવા છતાં કર્માદિથી તે તે જીવના મોક્ષરૂપ ફળનો ભેદ થતો હોય, તો અભવ્યોનો મોક્ષમાં જવાનો સ્વભાવ નહીં હોવા છતાં દેશનાદિથી અભવ્ય જીવોનો પણ મોક્ષ થવો જોઈએ. તેથી પૂર્વપક્ષી કહે છે કે દેશના વગેરેનો મોક્ષ પેદા કરવાનો સ્વભાવ નથી. તેથી અભવ્ય જીવો દેશના સાંભળે કે ચારિત્રનાં અનુષ્ઠાનો વગેરે કરે, તોપણ તેઓને મોક્ષની પ્રાપ્તિ થતી નથી.
આમ કહેવા દ્વારા પૂર્વપક્ષીને એ જણાવવું છે કે દરેક જીવનું ભવ્યત્વ સમાન છે, અને ભવ્ય જીવોમાં મોક્ષે જવાનો સ્વભાવ સમાન છે; પરંતુ કર્મ, કાળ અને પુરુષકારનો ભવ્યત્વનું તે પ્રકારે ઉપક્રમણાદિ કરવાનો સ્વભાવ છે, જેના કારણે કર્મ, કાળ અને પુરુષકાર દ્વારા દરેક જીવ ભિન્ન ભિન્ન કાળમાં, ભિન્ન ભિન્ન લિંગમાં, ભિન્ન ભિન્ન ક્ષેત્ર વગેરેમાં મોક્ષને પ્રાપ્ત કરે છે. માટે ભવ્યત્વને તુલ્ય સ્વીકારવા છતાં કાલાદિના ભેદથી જીવોને મોક્ષરૂપ ફળભેદ પ્રાપ્ત થાય છે, એમ સ્વીકારવામાં કોઈ દોષ નથી.
આ પ્રકારના પૂર્વપક્ષીના કથનમાં ગ્રંથકાર વિતર્ક કરે છે કે જો દેશનાદિનો મોક્ષ પેદા કરવાનો સ્વભાવ ન હોય, તો ભવ્ય જીવોનો પણ દેશનાદિ દ્વારા મોક્ષ કેવી રીતે થાય ? અર્થાત્ ભવ્ય જીવોને પણ દેશના વગેરે દ્વારા મોક્ષની પ્રાપ્તિ થવી જોઈએ નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org