________________
૧૩૫
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૩૫-૧૦૩૬ ન કહી શકાય; કેમ કે અનાદિ સંસારમાં સંસરતા જીવનો સર્વ સાથે સંબંધ થયો છે, તેથી જીવનો સમ્યક્તના બીજા હેતુ સાથે પણ સંયોગ થયો છે એમ માનવું પડે. અને જીવે સર્વ સાથે સંબંધ કર્યો હોવા છતાં સમ્યક્તનો જે શ્રુતધર્મથી અન્ય એવો બીજો હેતુ છે તેની સાથે ક્યારેય સંબંધ કર્યો નહીં તેથી પૂર્વે સમ્યક્ત પ્રાપ્ત થયું નહીં; એમ સ્વીકારવામાં આવે તો પ્રશ્ન થાય કે સમ્યક્તના બીજા હેતુનો સંબંધ જીવને પૂર્વે પ્રાપ્ત ન થયો અને પાછળથી પ્રાપ્ત થયો તેનું શું કારણ ? અને તેમ થવામાં કોઈ કારણ માનવામાં ન આવે તો સમ્યક્તના બીજા હેતુનો સંબંધ જે રીતે અત્યારે થયો તે રીતે પૂર્વે પણ થવો જોઈએ, અથવા અત્યાર સુધી તે બીજા હેતુનો સંબંધ જેમ ન થયો તેમ પાછળથી પણ ન થવો જોઈએ, એમ માનવું પડે; કેમ કે બીજા હેતુનો સંબંધ પહેલાં ન થાય અને અત્યારે જ થાય તેવું કોઈ વિશેષ કારણ નથી. અને આ દોષ ટાળવા માટે એમ સ્વીકારવામાં આવે કે અનાદિકાળમાં સમ્યત્ત્વના બીજા હેતુનો સંબંધ ન થયો અને પાછળથી અત્યારે જ બીજા હેતુનો સંબંધ થયો તેમાં કોઈ અન્ય એવો ત્રીજો હેતુ છે, જે ત્રીજા હેતુનો અત્યાર સુધી સંયોગ નહીં થયો હોવાથી સમ્યક્તના બીજા હેતુનો સંબંધ થયો નહીં અને તે બીજા હેતુનો સંબંધ નહીં થયો હોવાથી જ શ્રુતધર્મથી જીવને અત્યાર સુધી ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્ય પ્રાપ્ત થયું નહીં. તો આ રીતે સ્વીકારવામાં પણ અનવસ્થા દોષની પ્રાપ્તિ થાય છે, જે પૂર્વપક્ષી આગળની ગાથામાં સ્વયં બતાવશે. ૧૦૩પી.
અવતરણિકા :
एतदेवाह -
અવતરણિકાર્ય :
આને જ કહે છે – '
ભાવાર્થ :
ગાથા ૧૦૩૧માં કહેલ કે ભૂતાર્થના વાચક એવા ધૃતધર્મથી પ્રાયઃ ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત થાય છે. ત્યાં પૂર્વપક્ષીને શંકા થઈ કે સર્વ જીવો વડે શ્રુતધર્મ પૂર્વે અનંતીવાર પ્રાપ્ત કરાયો છે, છતાં સમ્યક્ત થયું નહીં, તેથી શ્રતધર્મ સમ્યક્તનો હેતુ નથી. ત્યાં કોઈ કહે કે સમ્યત્ત્વનો શ્રતધર્મ જેમ હેતુ છે તેમ બીજો પણ કોઈ હેતુ છે અને શ્રુતધર્મ જીવને અનંતીવાર પ્રાપ્ત થવા છતાં તે અન્ય હેતુનો સંબંધ નહીં થયો હોવાથી શ્રતધર્મથી જીવને સમ્યક્ત થયું નહીં. તેના નિરાકરણ અર્થે પૂર્વપક્ષી કહે છે કે અનાદિ સંસારમાં ભમતા જીવનો સર્વ સાથે સંબંધ થયો છે, આથી સમ્યક્તના બીજા હેતુનો પણ સંબંધ જીવને પૂર્વે પ્રાપ્ત થયેલો છે; છતાં સમ્યક્ત થયું નથી.
ત્યાં કોઈ કહે કે અનાદિકાળમાં સમ્યક્તના તે બીજા હેતુનો સંબંધ ન થયો અને પાછળથી થયો, તેથી અત્યારે સમ્યક્ત થયું. તો તેને પૂર્વપક્ષી કહે છે કે તે બીજા હેતુનો સંબંધ અનાદિકાળમાં ક્યારેય નહીં થવામાં અને પાછળથી પણ તે સમ્યત્ત્વના બીજા હેતુનો સંબંધ થવામાં કોઈ કારણ માનવું પડશે. એને જ કહે છે –
ગાથા :
तस्स वि एवमजोगा कम्मायत्ता य सव्वसंजोगा । तं पुक्कोसट्ठिईओ गंठिं जाऽणंतसो पत्तं ॥१०३६॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org