________________
૧૩૪
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૩૫ અન્ય હેતુ સ્વીકારીએ તો તે પણ અનંતીવાર પ્રાપ્ત થયો છે, તેમ માનવું પડે; છતાં જીવને સમ્યક્ત ન થયું, માટે શ્રુતધર્મથી સમ્યક્ત થાય છે એમ કહી શકાય નહીં. આ પ્રમાણે પૂર્વપક્ષીએ યુક્તિથી પૂર્વગાથામાં સ્થાપન કર્યું.
ત્યાં કોઈ કહે કે અનાદિકાળમાં જીવે શ્રતધર્મ અનંતી વખત પ્રાપ્ત કર્યો, પરંતુ સમ્યત્ત્વનો બીજો હેતુ ક્યારેય પ્રાપ્ત કર્યો નહીં, માટે માત્ર શ્રતધર્મથી જીવને સમ્યક્ત થયું નહીં; અને જયારે તે સમ્યક્તનો બીજો હેતુ પ્રાપ્ત થાય છે ત્યારે શ્રતધર્મથી જીવને સમ્યક્ત પ્રાપ્ત થાય છે.
તેના નિરાકરણ અર્થે પૂર્વપક્ષી કહે છે કે પાછળથી પણ સમ્યક્તના અપરહેતુનો સંબંધ થવામાં શું કારણ છે? અર્થાત્ અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતા જીવને અત્યાર સુધી ક્યારેય સમ્યક્તના અપરહેતુનો સંયોગ ન થયો, અને પાછળથી તે અપરહેતુનો સંયોગ થયો તેમાં શું કારણ?
ત્યાં કોઈ પૂર્વપક્ષીને કહે કે જીવને સમ્યક્તના અપરહેતુનો સંબંધ પૂર્વે ન થયો અને પાછળથી થયો, તેમાં કોઈ અન્ય કારણ નથી, પણ અકારણ અપરહેતુનો સંબંધ થયો. તેને પૂર્વપક્ષી કહે છે કે સ ત્ત્વના અપરહેતુનો સંબંધ કારણ વગર થતો હોય તો, તે અપરહેતુનો સંબંધ કાં તો નિત્ય રહેવો જોઈએ કાં તો નિત્ય ન રહેવો જોઈએ; કેમ કે તે અપરહેતુનો સંબંધ પહેલાં ન થાય અને પાછળથી થાય એવો ભેદ
સ્વીકારવામાં કોઈ વિશેષ નથી, તેથી આવો ભેદ સ્વીકારી શકાય નહીં. તેથી સમ્યક્તના તે અપરહેતુનો સંબંધ અનંતકાળમાં અકસ્માતુ અનંતી વખત થયો એમ માનવું જોઈએ અથવા પૂર્વે અનંતકાળમાં ક્યારેય ન થયો અને ભાવિ અનંતકાળમાં પણ ક્યારેય થશે નહીં, એમ માનવું જોઈએ.
વસ્તુતઃ આમ માની શકાય નહીં; કેમ કે બીજો હેતુ શ્રતધર્મની જેમ અકસ્માત અનંતી વખત પ્રાપ્ત થાય છે, તેમ માનીએ તો પૂર્વમાં સમ્યક્તની પ્રાપ્તિ માનવી પડે. અને તે બીજો હેતુ ક્યારેય પ્રાપ્ત થતો નથી તેમ માનીએ, તો જીવને ક્યારેય પણ માત્ર શ્રુતધર્મથી સમ્યક્ત મળે નહીં તેમ માનવું પડે. - હવે કોઈ કહે કે સમ્યક્તના હૃતધર્મથી અપરહેતુનો સંબંધ અત્યાર સુધી ન થયો અને હવે થયો તેમાં કોઈ કારણ છે; તો તેને પૂર્વપક્ષી કહે છે કે અપરહેતુનો સંબંધ થવામાં કોઈ કારણ સ્વીકારવામાં આવે તો અપરહેતુનો સંયોગ અહેતુ નથી, પરંતુ આ અપરહેતુનો સંયોગ થવામાં કોઈ ત્રીજો હેતુ છે એમ માનવું પડે, જે અપરહેતુના સંબંધનો અન્ય એવો ત્રીજો હેતુ જીવને અનાદિકાળમાં ક્યારેય પ્રાપ્ત ન થયો, તેથી અત્યાર સુધી જીવને સમ્યક્તના અપરહેતુનો સંબંધ ન થયો; અને તે અપરહેતુનો સંબંધ ન થયો માટે જ અનંતીવાર શ્રતધર્મ પ્રાપ્ત થવા છતાં જીવને શ્રુતધર્મથી સમ્યક્ત પ્રાપ્ત થયું નહીં, અને પાછળથી તે અપરહેતુના હેતુનો સંયોગ થવાથી અપરહેતુનો સંયોગ થયો, જેથી અપરહેતુથી સહિત એવા શ્રતધર્મથી જીવને સમ્યક્ત પ્રાપ્ત થયું એમ સ્વીકારવું પડે; પરંતુ એમ સ્વીકારવામાં સમ્યક્તના અપરહેતુના અપરહેતુની પરંપરાની પ્રાપ્તિ થવાથી અનવસ્થાદોષનો પ્રસંગ આવે છે, જે દોષ સ્વયં પૂર્વપક્ષી આગળની ગાથામાં બતાવે છે.
સંક્ષેપથી પૂર્વપક્ષીનો આશય એ છે કે શ્રુતધર્મથી ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત થાય છે, એમ સ્વીકારવામાં આવે તો, દ્રવ્યસાધુપણાના સ્વીકાર વખતે જીવને અનંતીવાર શ્રતધર્મ પ્રાપ્ત થયો તોપણ સમ્યક્ત થયું નહીં, તેથી શ્રુતધર્મને સમ્યક્તનું કારણ કહી શકાય નહીં; અને સમ્યક્તનું શ્રુતધર્મથી અન્ય એવો બીજો હેતુ પણ કારણ છે એમ સ્વીકારવામાં આવે તો, સમ્યક્તનો તે બીજો હેતુ પણ જીવને પૂર્વે અપ્રાપ્ત છે તેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org