________________
su
વ્રતસ્થાપનાવસ્તુકો વાતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “કથિત’ | ગાથા ૬પ૧-૬પર વિશેષાર્થ:
નિશ્ચયનયથી આત્માના ભાવપ્રાણોનું રક્ષણ કરવું એ અહિંસા છે અને આત્માના ભાવપ્રાણોનું રક્ષણ ન કરવું એ હિંસા છે. આથી સંવૃતગાત્રવાળા થઈને મન-વચન-કાયાને શાસ્ત્રવચનથી ભાવિત કરવા યત્ન કરતા સાધુના ત્રણેય યોગો સંવરભાવમાં હોય છે. આવા સાધુના મન-વચન-કાયાના યોગો કોઈ જીવની હિંસા, પીડા કે કષાયનો ઉદ્રક નહીં કરવા, નહીં કરાવવા અને નહીં અનુમોદવા દ્વારા વ્યવહારનયની અહિંસામાં પ્રવર્તતા હોય છે; અને મનોયોગ નિર્લેપદશાવાળો હોવાથી આવા સાધુને ઇન્દ્રિયોની કુતૂહલવૃત્તિ કે બાહ્ય વિષયોની ઉત્સુકતા હોતી નથી. તેથી આવા સાધુ બાહ્યદૃષ્ટિએ પણ સ્વયં હિંસા કરતા નથી, વચનપ્રયોગ દ્વારા કોઈની પાસે હિંસા કરાવતા નથી અને હિંસાનું અનુમોદન થાય તેવો વિચારમાત્ર પણ કરતા નથી, પરંતુ જે સાધુઓ આત્માના ભાવોમાં દઢ રીતે ઉપયોગ પ્રવર્તાવવા અને શાસ્ત્રોક્ત તત્ત્વથી ભાવિત થવા યત્ન કરતા નથી, તેઓ કદાચ બાહ્ય દૃષ્ટિથી અહિંસાનું પાલન કરતા હોય, તોપણ તેઓમાં ઇન્દ્રિયોની ઉત્સુકતા વર્તતી હોવાથી કોઈપણ બાહ્ય પદાર્થોની વિચારણાથી તેઓ જગતમાં થતી હિંસાદિના અનુમોદનની પ્રાપ્તિ કરે છે; કેમ કે કોઈપણ પદાર્થ પ્રત્યે રાગનો ઉપયોગ વર્તે તો તે પદાર્થથી જન્ય હિંસાની અનુમોદનાની પ્રાપ્તિ થાય છે, આથી જ પુત્રાદિ પ્રત્યે રાગવાળા શ્રાવકને સંવાસઅનુમતિની પ્રાપ્તિ થાય છે અને સમભાવથી અભાવિત મતિવાળા સાધુ પોતાના ભાવપ્રાણોની પણ હિંસા કરે છે
વળી, જેઓ પોતાના ભાવપ્રાણોના રક્ષણ માટે યત્ન કરતા નથી, તેઓ કદાચ હિત-મિત-પથ્ય-સત્ય વચનો બોલતા હોય, બ્રહ્મચર્ય પાળતા હોય અને બાહ્ય રીતે પરિગ્રહનો ત્યાગ કર્યો હોય, તોપણ તેઓમાં આધારરૂપ પહેલું મહાવ્રત નહીં હોવાથી તેઓનું હિતાદિવાળું વચન, બાહ્ય બ્રહ્મચર્યનું પાલન કે પરિગ્રહત્યાગ નિરાધાર હોવાથી પરમાર્થથી નથી જ. માટે પહેલું વ્રત ન હોય તો શેષ વ્રતો પણ ટકતાં નથી.
વળી, શાસ્ત્રમાં પણ શેષ મહાવ્રતોને પહેલા મહાવ્રતની વાડરૂપે કહેલ છે. એથી ફલિત થાય કે પ્રથમ મહાવ્રત સંવરભાવરૂપ છે અને તેના રક્ષણ માટે જ શેષ ચાર મહાવ્રતો છે. આથી પહેલું મહાવ્રત ન હોય તો બીજાં સર્વ મહાવ્રતો અર્થ વગરનાં છે; જેમ કે ખેતરમાં અનાજ જ ન હોય તો ધાન્યના રક્ષણ માટે કરાયેલી ચારે બાજુની વાડ પણ અનતિપ્રયોજનવાળી છે. ૬૫૧| અવતરણિકાઃ
હવે બીજા અને ત્રીજા વ્રતનું સ્વરૂપ જણાવે છે –
ગાથા :
कोहाइपगारेहिं एवं चिअ मोसविरमणं बीओ।
एवं चिअ गामाइसु अप्पबहुविवज्जणं तइओ ॥६५२॥ અન્વયાર્થ:
વં વિઝઆ રીતે જ લોહાફપાર્દેિ-ક્રોધાદિ પ્રકારો વડે મોવરમM મૃષાનું વિરમણ વો બીજો (મૂલગુણ) છે. પર્વ વિકએ રીતે જ સામારૂ ગામાદિમાં મધ્યવહુવિવMUાં અલ્પ અને બહુનું વિવર્જન તમો ત્રીજો (મૂલગુણ) છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org