________________
૬૪
વ્રતસ્થાપનાવસ્તુકારે રતિવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “કવિત’ | ગાથા ૫૧ ગાથાર્થ :
મનુષ્યલોકમાં કે શાસ્ત્રમાં, સર્વ સૂક્ષ્માદિ જીવોનું સુપ્રણિધાનવાળું સર્વથા પ્રાણાતિપાતનું વિરમણ એ પ્રથમ મૂલગુણ છે. ટીકા?
सूक्ष्मादीनां जीवानामिति, आदिशब्दाद्वादरादिपरिग्रहः, यथोक्तं-“से सुहुमं वा बादरं वा" इत्यादि, सर्वेषामिति न तु केषाञ्चिदेव, सर्वथा सर्वैः प्रकारैः कृतकारितादिभिः, सुप्रणिधानं-दृढसमाधानेन, प्राणातिपातविरमणमिति, विरमणं-निवृत्तिः, इहेति मनुष्यलोक एव प्रवचने वा, प्रथमो भवति मूलगुणः, शेषाधारत्वात् सूत्रक्रमप्रामाण्याच्च प्रथम इति गाथार्थः ॥६५१॥ * “વાવા"માં ‘સર’ પદથી બસ અને સ્થાવર જીવોનું ગ્રહણ છે. * “તરતામિ:''માં “મરિ’ પદથી અનુમતિનું ગ્રહણ છે. ટીકાઈઃ - સૂક્ષ્માદિકેટલાકના જ નહીં, પરંતુ સર્વજીવોના, સર્વથા કૃત-કારિતાદિ સર્વપ્રકારોથી, સુપ્રણિધાનવાળું–દેઢ સમાધાનપૂર્વક, પ્રાણના અતિપાતનું વિરમણ, અહીં=મનુષ્યલોકમાં જ કે પ્રવચનમાં, પ્રથમ મૂલગુણ છે. વિરમણ એટલે નિવૃત્તિ.
અહીં પ્રશ્ન થાય કે છ વ્રતોમાંથી પ્રાણાતિપાત વિરમણવ્રત જ કેમ પ્રથમ મૂલગુણ છે? એથી કહે છે –
શેષનું આધારપણું હોવાથી=બાકીનાં પાંચ વ્રતોનું પ્રથમ વ્રતમાં આધારપણું હોવાથી, અને સૂત્રના ક્રમનું પ્રમાણપણું હોવાથી પ્રથમ છે=પ્રાણાતિપાતવિરમણવ્રત પ્રથમ મૂલગુણ છે.
“સૂક્ષ્મતીનાઓમાં મરિ શબ્દથી બાદરાદિનો પરિગ્રહ છે. આમાં યથો સાક્ષી આપે છે – તે જુદુ વા વા વા ઇત્યાદિ સૂત્ર છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : - જગતમાં સર્વ જીવો સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારના છે, અને અન્ય અપેક્ષાએ ત્રસ-સ્થાવરરૂપ પણ જીવોના બે ભેદ છે. આ સર્વ જીવોના પ્રાણોના નાશની નિવૃત્તિ કરવી, એ સાધુનું પ્રથમ મહાવ્રત છે. સાધુ સુપ્રણિધાનપૂર્વક મન-વચન-કાયાની પ્રવૃત્તિ સમભાવની વૃદ્ધિ થાય તે રીતે સંયમની સર્વ ઉચિત આચરણાઓમાં કરે તો કૃત, કારિત અને અનુમોદનરૂપ સર્વ પ્રકારે પ્રાણાતિપાતની નિવૃત્તિ કરી શકે.
વળી, આ મહાવ્રતો મનુષ્યલોકમાં જ હોય છે, પરંતુ દેવલોકાદિમાં હોતાં નથી અથવા તો આ મહાવ્રતો જિનશાસનમાં જ દર્શાવેલ છે, પરંતુ અન્ય કોઈ દર્શનમાં નથી.
વળી, મૂલગુણોમાં પ્રાણાતિપાત વિરમણવ્રત પ્રથમ હોવાનું કારણ એ છે કે પ્રાણાતિપાતવિરમણવ્રત રૂપ મૂલગુણ અન્ય સર્વ મૂલગુણોનો આધાર છે અર્થાત્ અહિંસારૂપ પહેલું વ્રત હોય તો જ અન્ય સર્વ વ્રતો જીવી શકે, અને જો પહેલું વ્રત ન હોય તો બીજાં વ્રતો સ્થૂલથી હોય તોપણ નિરાધાર હોવાથી તે વ્રતો જ નથી; અને શાસ્ત્રમાં પણ મહાવ્રતો આ ક્રમથી જ વર્ણવાયાં છે. આથી પણ સૂત્રના ક્રમ પ્રમાણે પ્રાણાતિપાતવિરમણવ્રત પ્રથમ મૂલગુણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org