________________
વ્રતસ્થાપનાવતુકો વાતવ્યાનિ' દ્વાર/પેટા દ્વાર: “કથિત’ | ગાથા ૬૩૯ થી ૪૪૧, ૬૪૨-૬૪૩ ૪૦ ભાવાર્થ:
ગ્રંથકારે ગાથા ૬૩૯માં તર્ક દ્વારા બધિરમાં જીવત્વ બતાવ્યું, અને ગાથા ૬૪૦માં સ્થાપન કર્યું કે જેની ધ્રાણેન્દ્રિય અને રસનેન્દ્રિયની શક્તિ હણાઈ ગઈ છે, તેવા બહેરા અને આંધળા માણસમાં એક માત્ર સ્પર્શનેન્દ્રિય હોવા છતાં જીવત્વ છે. ત્યાર પછી ગાથા ૬૪૧માં કહે છે કે આ બંને દષ્ટાંત દ્વારા ચઉરિન્દ્રિયથી માંડીને એકેન્દ્રિય સુધીના જીવોમાં પાનુપૂર્વીથી જીવત્વ સાધવું અર્થાત્ ગાથા ૬૩૯માં બતાવેલ બધિરના દષ્ટાંતથી ચઉરિન્દ્રિયમાં જીવત્વ સાધવું, ગાથા ૬૪૦માં આપેલ બધિર એવા અંધના દષ્ટાંતથી તે ઇન્દ્રિયમાં જીવત્વ સ્થાપવું, તથા જેની ઘ્રાણેન્દ્રિયની શક્તિ હણાઈ ગઈ છે તેવા બધિર અને અંધના ઉદાહરણથી બેઇન્દ્રિયમાં જીવત્વ સાધવું અને જેની નાક અને જીભની શક્તિ આવૃત થઈ ગઈ હોય તેવા બહેરા અને આંધળા મનુષ્યમાં પણ જેમ સ્પર્શ રૂપ એક ઇન્દ્રિય હોવાથી જીવત્વ છે, તેમ એકેન્દ્રિયમાં પણ સ્પર્શનેન્દ્રિયનો સદ્ભાવ હોવાને કારણે જીવત્વ છે, એ પ્રમાણે જાણવું. વિશેષાર્થ :
ગાથા ૬૩૯-૬૪૦માં કરેલ તર્ક ગાથા ૬૩૮માં આપેલ અનુમાનના હેતુને દઢ કરવા માટે નથી, પરંતુ ચઉરિન્દ્રિયથી એકેન્દ્રિય સુધીમાં દષ્ટાંત દ્વારા જીવત્વની સિદ્ધિ કરવા માટે છે.
આશય એ છે કે ક્યારેક અનુમાન પ્રયોગમાં હેતુને સાધ્યના ગમકરૂપે બતાવવા માટે તર્ક કરવામાં આવે છે; જેમ કે “પર્વતો વદ્વિમાન્ ઘૂમવન્વી” અહીં ધૂમ રૂપ હેતુ વહ્ન રૂપ સાધ્યને જણાવનાર છે. આથી તર્ક કરવામાં આવે છે કે “દિ વહ્નિ વિના ધૂમ: થાત્ તહિં ઘૂમો વહ્નિગચોfપ ન થતુ'' જો અગ્નિ વગર ધૂમ હોત તો ધૂમ અગ્નિજન્ય પણ ન થાય. આ તર્ક, પોતાનો ધૂમ રૂપ હેતુ સાધ્યનો ગમક છે, તેમ દેઢ કરે છે.
જયારે પ્રસ્તુતમાં ગાથા ૬૩૮માં એકેન્દ્રિયમાં જીવત્વ સાધવા માટે હેતુ આપેલ કે રસનાદિ ઇન્દ્રિયો નહીં હોવા છતાં સ્પર્શનરૂપ એક ઇન્દ્રિયનો સદ્ભાવ જ છે, તેને દઢ કરવા માટે ગાથા ૬૩૯-૬૪૦માં તર્ક કર્યો નથી, પરંતુ ચઉરિન્દ્રિયથી એકેન્દ્રિય સુધીમાં જીવત્વ છે, એમ અનુભવસિદ્ધ એવા દૃષ્ટાંતથી સ્થાપન કરવા માટે તર્ક કર્યો છે. II૬૩૯/૬૪૦/૬૪૧
ગાથા :
तत्थ चउरिदिआई जीवे इच्छंति पायसो सव्वे । एगिदिएसु उ बहू विप्पडिवन्ना जओ मोहा ॥६४२॥
અન્વયાર્થ :
તત્ત્વ=ત્યાં જીવત્વના સ્વીકારમાં, પાયલો-પ્રાયઃ સવ્વ સર્વ વાદીઓ વિિવકાચઉરિન્દ્રિયાદિ નીવે જીવોને રૂછંતિ ઇચ્છે છેઃસ્વીકારે છે; નો જે કારણથી મોટ્ટા મોહ હોવાથી વિહુ ૩ વળી એકેન્દ્રિયોમાં વદૂઘણા વાદીઓ, વિUડિવન્ની વિપ્રતિપન્ન છે=જીવત્વ સ્વીકારતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org