________________
વ્રતસ્થાપનાવસ્તુક/ વેચ્યો વાતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “પઠિત' | ગાથા દ૨૨-૨૩, ૨૪
૧૯ લે અને પિતા તેટલા સમયમાં ભણી ન શકે, તો ઉપસ્થાપના માટેનો જે દિવસ સારો આવતો હોય, તે દિવસ સુધી પિતાને જલદી ભણાવવા યત્ન કરે, અને તે દિવસ સુધીમાં જો પિતા ભણી લે તો પુત્ર સાથે જ તેની વ્રતસ્થાપના કરે; પરંતુ જો પિતાને જલદી ભણાવવા પ્રયત્ન કરવા છતાં જલદી ભણી ન શકે તો ગુરુ પિતાને દંડિકાદિના દૃષ્ટાંત દ્વારા આ પ્રમાણે સમજાવે –
રાજ્યથી ભ્રષ્ટ થયેલ એક રાજા પુત્ર સહિત અન્ય રાજાની સેવા કરવા માટે પ્રવૃત્ત થયો, અને તે રાજા રાજયભ્રષ્ટ રાજાના પુત્ર પર સંતુષ્ટ થયો, તેથી તે રાજા તેના પુત્રને રાજય આપવા ઇચ્છે છે, તો શું તે રાજયભ્રષ્ટ રાજા પોતાના પુત્રને રાજ્ય ઉપર સ્થાપવાની રજા ન આપે ? અર્થાત્ આપે જ. તે રીતે તારા પુત્રને પાંચ મહાવ્રતોરૂપી રાજય ઉપર સ્થાપવા અમે ઇચ્છીએ છીએ, તો તું કેમ રજા આપતો નથી ?
આનાથી એ ફલિત થાય કે સાધુમાં પાંચ મહાવ્રતોની ઉપસ્થાપના કર્યા પછી આરાધક સાધુ પ્રાયઃ ઊંચા સંયમસ્થાનને પ્રાપ્ત કરે છે, જે મહાકલ્યાણના કારણભૂત એવા રાજય ઉપર સ્થાપનાતુલ્ય છે.
આ પ્રકારના દંડિકના, અમાત્યાદિના દષ્ટાંતથી પિતાને સમજાવીને પુત્રને વડી દીક્ષા આપે; પરંતુ દંડિક, અમાત્યાદિના દષ્ટાંતથી પણ પિતા ન માને, તો પાંચ દિવસનો વિલંબ કરી પિતાને શીધ્ર ભણાવવા યત્ન કરે. આમ ત્રણ વખત પાંચ-પાંચ દિવસ પુત્રને ઉપસ્થાપ્યા વગરનો રાખીને પિતાને ભણાવવા માટે યત્ન કરવા છતાં પિતા ભણી ન શકે, તો પિતાની સંમતિ વગર પણ પુત્રને ગુરુ વડીદીક્ષા આપે.
આમ કરવાથી પિતાને ક્ષણભર અસંતોષ થાય તો પણ બીજો ખાસ કોઈ પ્રશ્ન ઊભો થતો ન હોય તો ગુરુ પિતાની રજા વગર પણ પુત્રને વડી દીક્ષા આપે; પરંતુ જો પિતારૂપ વસ્તુનો સ્વભાવ અભિમાની હોય, જેના કારણે પુત્રને વડી દીક્ષા આપવાથી પિતા સંયમ છોડી દે, અથવા તો ગુરુ કે પુત્ર પ્રત્યે દ્વેષ કરે તેમ હોય, તો તેવા દોષના નિવારણ માટે જ્યાં સુધી પિતા ભણી ન લે ત્યાં સુધી પુત્રને વડી દીક્ષા ન આપે; અને પિતા ભણી લે, ત્યારે ગુરુ બંનેની સાથે વ્રતોમાં ઉપસ્થાપના કરે. li૬૨૨/૬૨૭ll અવતરણિકા:
पराभिप्रायमाह - અવતરણિતાર્થ
પૂર્વની બે ગાથામાં પૂ. ભદ્રબાહુસ્વામી આદિ પૂર્વાચાર્યો દ્વારા સ્થપાયેલ વ્રતસ્થાપનાવિષયક વિશેષ ક્રમ બતાવ્યો, ત્યાં પરના અભિપ્રાયને કહે છે –
ગાથા :
इय जोऽपण्णवणिज्जो कहण्णु सामाइअं भवे तस्स ? ।
असइ अ इमंमि नाया जुत्तोवट्ठावणा णेवं ॥६२४॥ અન્વયાર્થ :
આ રીતે=પ્રાપ્ત પણ પુત્રને વ્રતોમાં સ્થાપવાની પિતા અનુજ્ઞા આપે નહીં એ રીતે, નો-જે અપાવો =અપ્રજ્ઞાપનીય છે, તસ્ય તેને વધુ ખરેખર કેવી રીતે સામારૂપં સામાયિક મ થાય?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org