________________
૨૦
વ્રતસ્થાપનાવસ્તુકો વાતવ્યાન' દ્વાર/પેટા દ્વાર: “પઠિત’ | ગાથા ૨૪ રૂરિઝમકું અને આ સામાયિક, નહીં હોતે છતે નાયકન્યાયથી વંઆ રીતે ૩dટ્ટાવUT=(પિતાની) ઉપસ્થાપના કુત્તા યુક્ત નથી. ગાથાર્થ :
પ્રાપ્ત પણ પુત્રને વ્રતોમાં સ્થાપવાની પિતા અનુજ્ઞા આપે નહીં, એ રીતે જે પિતા અપ્રજ્ઞાપનીય છે, તેને ખરેખર સામાયિક કેવી રીતે થાય ? અર્થાતુ ન જ થાય; અને સામાયિક નહીં હોતે જીતે શાસ્ત્રાનુસારે આ રીતે પિતાની વાતોમાં ઉપસ્થાપના કરવી યોગ્ય નથી. ટીકાઃ
इयं-एवं यः अप्रज्ञापनीयः साधुवचनमपि न बहु मन्यते, कथं नु सामायिकं-सर्वत्र समभावलक्षणं भवेत् तस्य ? नैवेत्यर्थः, असति चाऽस्मिन् सामायिके न्यायात्-शास्त्रानुसारेण युक्ता उपस्थापना न एवं पञ्चाहादित्यागेनेति गाथार्थः ॥६२४॥ * “સાધુવનમ'માં ' એ કહેવું છે કે જે અન્યના વચનને તો માનતા નથી, પરંતુ સાધુના વચનને પણ બહુમાનતા નથી, તેવા અપ્રજ્ઞાપનીય છે.
ટીકાર્ય :
આ રીતે–પિતા કરતાં પહેલાં ભૂમિને પ્રાપ્ત થયેલ પુત્રની વ્રતસ્થાપના કરવા માટે ગુરુ દ્વારા સમજાવાયેલ પણ પિતા અનુજ્ઞા ન આપે એ રીતે, અપ્રજ્ઞાપનીય એવા જે પિતા, સાધુના વચનને પણ બહુમાનતા નથી, તેનેતે અપ્રજ્ઞાપનીય પિતાને, ખરેખર સર્વત્ર સમભાવસ્વરૂપ સામાયિક કેવી રીતે થાય? અર્થાત્ ન જ થાય; અને આ=સામાયિક, નહીં હોતે છતે, ન્યાયથી શાસ્ત્રાનુસારથી, પાંચ દિવસ વગેરેના ત્યાગ દ્વારા આ રીતે=પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે, ઉપસ્થાપના=અપ્રજ્ઞાપનીય નવદીક્ષિત પિતાની વ્રતોમાં ઉપસ્થાપના, યુક્ત નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
દીક્ષા ગ્રહણ કરતી વખતે સામાયિકચારિત્ર ઉચ્ચરાવવામાં આવે છે, અને સામાયિક સર્વત્ર સમભાવરૂપ છે. તેથી સમભાવવાળા સાધુને મોક્ષ અને મોક્ષના ઉપાયમાત્રની જ ઇચ્છા હોય છે, તે સિવાય અન્ય કોઈ પદાર્થની ઇચ્છા હોતી નથી, માટે સાધુ મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરવા અર્થે ગુણવાનને પરતંત્ર રહે છે; આમ છતાં ગીતાર્થથી પણ અપ્રજ્ઞાપનીય એવા જે નવદીક્ષિત પિતા, સાધુવચનને પણ માનતા ન હોય, તેમનામાં અપ્રજ્ઞાપનીયતાને કારણે સમભાવ તો નથી, પરંતુ પોતે નાના ન થઈ જાય તેવી પક્ષપાતવાળી મનોવૃત્તિ છે. તેથી તેના પિતાને મહાવ્રતોમાં કઈ રીતે સ્થાપી શકાય? કેમ કે વ્રતોનું સ્થાપન સમભાવવાળા જીવમાં જ થઈ શકે; અને અપ્રજ્ઞાપનીય સાધુમાં સમભાવ નહીં હોવાથી તે સાધુ વ્રતસ્થાપના માટે યોગ્ય નથી. માટે પૂર્વપક્ષી કહે છે કે “પાંચ પાંચ દિવસના ત્યાગથી ભણી લે તો સાથે પિતા-પુત્રની વ્રતોમાં ઉપસ્થાપના કરવી જોઈએ,’ એ પ્રકારનું પૂર્વગાથાનું કથન યુક્ત નથી. II૬૨૪ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org