________________
વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતયિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : ‘ભાવના' | ગાથા ૮૦૮-૮૦૯
૩૨૦
વળી ભાવન કરવા સ્મશાનાદિમાં એકાકી જવાનું નથી, પણ ગીતાર્થ સાધુ સાથે જવાનું છે; કેમ કે એકાકી સાધુને ગમે ત્યારે ખરાબ વિચાર આવી શકે, જેથી આત્માને ભાવિત કરવા ગયેલ સાધુ પણ સન્માર્ગથી વિપરીત પ્રવૃત્તિ કરવા પ્રેરાય. આથી જ ગીતાર્થ સાધુ સાથે એકાંત પ્રદેશમાં જઈને સંસારના અસ્થિર સ્વરૂપનું સાધુ ભાવન કરે; કેમ કે સર્વ પદાર્થો અસ્થિર હોવા છતાં જીવની અવિચારકતાને કારણે જ જીવને ભૌતિક પદાર્થોમાંથી આનંદ લેવાની મનોવૃત્તિ ઉત્પન્ન થાય છે.
વળી, “હજી મારે ઘણું જીવવાનું છે,” તેવી આસ્થા જીવમાં અવ્યક્ત રીતે પડેલી હોય છે, અને તે સ્થિરપણાની આસ્થા જ જીવમાં સર્વ વિકારો પેદા કરે છે. આથી સાધુએ સ્થિરપણાની આસ્થાનો નાશ કરવા માટે “જીવલોકના અસ્થિરપણાનું” ભાવન કરવું જોઈએ. ॥૮૭૮॥
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે સાધુએ જીવલોકના અસ્થિરપણાનું ભાવન કરવું જોઈએ. તેથી તે અસ્થિરપણાનું ભાવન જ બતાવે છે
ગાથા:
-
जी जोव्वणमिड्डी पिअसंजोगाइ अत्थिरं सव्वं । विसमखरमारुआहयकुसग्गजलबिंदुणा सरिसं ॥८७९॥
અન્વયાર્થ:
વિસમરમાં આયવુપ્તળનબિંદુ મિં-વિષમ અને ખર મારુતથી આહત એવા કુશાગ્ર જલના બિંદુની સદેશ એવું નીયં=જીવિત, નોવ્થળ-યૌવન, રૂઠ્ઠી-ઋદ્ધિ, પિત્રસંનોારૂ સર્વાં=પ્રિયનો સંયોગાદિ સર્વ અસ્થિતં અસ્થિર છે.
ગાથાર્થ:
વિષમ અને ખર પવનથી હણાયેલા ઘાસના અગ્રભાગમાં રહેલ પાણીના બિંદુ જેવું જીવિત, યૌવન, સંપત્તિ, પ્રિયનો સંયોગાદિ સર્વ અસ્થિર છે.
ટીકા
जीवितं यौवनं ऋद्धिः - सम्पत् प्रियसंयोगादि, आदिशब्दादप्रियत्वादिपरिग्रहः (? आदिशब्दात् प्रियत्वादिपरिग्रहः), अस्थिरं सर्वमेतत् किम्भूतमित्याह-विषमखरमारुताहतकुशाग्रजलबिन्दुना सदृशम् अतीवास्थिरमिति गाथार्थः ॥ ८७९ ॥
Jain Education International
નોંધઃ
ટીકામાં “પ્રિયસંયોગાર્િ''માં ‘આર્િ' શબ્દથી પ્રયત્નાવિપશ્ર્ચિહ્નઃ એમ કહેલ છે, તેને સ્થાને પ્રિયત્નાગિરિપ્રહઃ એમ હોવું જોઈએ, અને “પ્રિયત્નાલિ’માં ‘વિ' પદથી સૌષ્ઠવાદિનો પરિગ્રહ છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org