________________
૩૨૬
વતસ્થાપનાવસ્તક'યથા પાનાયતવ્યાન' હાર/પેટા દ્વાર : ‘ભાવના' | ગાથા ૮૦૮
અવતરણિકા :
ગાથા ૮૭૬માં કહ્યું કે સ્ત્રીવિષયક રાગના નિવારણ માટે અથવા વિહિત અનુષ્ઠાન હોવાને કારણે જ, આગળમાં કહેવાશે એ સ્થાનોનું સાધુએ સભ્ય ભાવન કરવું જોઈએ. તેથી હવે તે ભાવન કરવાનાં સ્થાનોને જ બતાવે છે –
ગાથા :
विजणम्मि मसाणाइसु ठिएण गीअत्थसाहुसहिएणं ।
भावेअव्वं पढमं अथिरत्तं जीवलोअस्स ॥८७८॥ અન્વયાર્થ :
મસાફસુ-સ્મશાનાદિમાં જીસ્થgregor fouT=ગીતાર્થ સાધુથી સહિત એવા સ્થિત=રહેલા સાધુએ, વિનમિવિજનમાં=એકાંતમાં, પઢમં પ્રથમ વત્રો અથરત્ત જીવલોકના અસ્થિરત્વને માવેā=ભાવવું જોઈએ. ગાથાર્થ :
સ્મશાનાદિમાં ગીતાર્થ સાધુ સહિત રહેલા સાધુએ એકાંતમાં પ્રથમ જીવલોકના અસ્થિરત્વને ભાવવું જોઈએ.
ટીકા :
विजने देशे श्मशानादिषु स्थितेन, आदिशब्दादारामादिपरिग्रहः, गीतार्थसाधुसहितेन, नैकाकिना, भावयितव्यं प्रथमम् आदावेव अस्थिरत्वं जीवलोकस्य सर्वत्राऽऽस्थाविघातीति गाथार्थः ॥८७८॥ ટીકાર્થ:
સ્મશાનાદિમાં, એકાકીએ નહિ પરંતુ ગીતાર્થ સાધુથી સહિત રહેલા સાધુએ, વિજન દેશમાં એકાંતવાળા પ્રદેશમાં, સર્વત્ર આસ્થાના વિઘાતી=સર્વ સાંસારિક ભાવોમાં સુખના સાધનરૂપે જે રુચિ છે તેને હણનારા, એવા જીવલોકના અસ્થિરપણાને, પ્રથમ આદિમાં જ=પ્રારંભમાં જ=અન્ય સર્વ ભાવનાઓ ભાવન કરતા પહેલાં જ, ભાવવું જોઈએ. “શાનારિ'માં ‘માઃિ' શબ્દથી આરામ=બગીચો, વગેરેનો પરિગ્રહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
સંયમજીવનને અતિશયિત કરવા માટે અશુભ મનનો પ્રાદુર્ભાવ ન થાય તદર્થે સાધુએ સદા આગળમાં કહેવાનાર સ્થાનોનું ભાવન કઈ રીતે કરવું જોઈએ? જેથી અશુભ મન અત્યંત અંકુશમાં રહે, અને સંયમ યોગોની શુદ્ધિ રહે? તે જણાવતાં ગ્રંથકાર કહે છે –
સાધુએ સ્મશાન, બગીચા આદિમાં, એકાંત ભાગમાં રહીને જીવલોકના અસ્થિરપણાનું પ્રથમ ભાવન કરવું જોઈએ, અને સ્મશાનાદિમાં ભાવન કરવાનું પ્રયોજન એ છે કે સર્વથા વસતિ વગરનું સ્થાન હોય તો તે ભાવન કરાતા ભાવો આત્માને શીધ્ર સ્પર્શી શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org