________________
વતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યાન' દ્વાર/ પેટા તાર : ‘ભાવના' | ગાથા ૮૦૦
૩૨૫
અન્વયાર્થ :
અમપસ્થિરમાડું અશુભ મનરૂપી હાથી માટે અંકુશ સમાન, વિવિલીયમ્મા-વિષયરૂપી વિષ માટે અગદભૂત, ઝાડુંઆ ટાપાડું સ્થાનોને નવાં કેવલ સમ્મસમ્ય માવે મારૂંભાવન કરવાં જોઈએ.
ગાથાર્થ :
અશુભ મનરૂપી હાથી માટે અંકુશ જેવાં, વિષયરૂપી વિષ માટે શ્રેષ્ઠ ઔષધરૂપ, આ સ્થાનોને કેવલ સમ્યગ્ર ભાવના કરવાં જોઈએ. ટીકા :
सम्यग् भावयितव्यानि सूत्रानुसारत इत्यर्थः, अशुभमनोहस्त्यङ्कशसमानि-अकुशलपरिणामहस्त्यङ्कशतुल्यानि तथा विषयविषागदभूतानि, अगदः परमौषधरूपः, नवरं स्थानान्येतानि वक्ष्यमाणलक्षणानि भावयितव्यानीति गाथार्थः ॥८७७॥ ટીકાર્ય :
સમ્યગુસૂત્રાનુસારથી, ભાવવાં જોઈએ. કોને ભાવવાં જોઈએ? તે જ બતાવે છે – અશુભ મનરૂપી હાથી માટે અંકુશ સમાન અકુશલ પરિણામરૂપી હાથી માટે અંકુશ તુલ્ય, તથા વિષયરૂપી વિષ માટે અગદભૂત, એવાં કહેવાનાર લક્ષણવાળાં આ સ્થાનોને ફક્ત ભાવવાં જોઈએ. અગદ પરમ ઔષધરૂપ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
સાધુએ સ્ત્રીવિષયક થયેલ રાગના પરિહાર માટે અથવા સ્ત્રીવિષયક રાગ ન થાય તે માટે આગળમાં બતાવાશે એ સ્થાનો સૂત્રાનુસારે ભાવન કરવાં જોઈએ.
આશય એ છે કે ગુરુ પાસે સમ્યગુ બોધ કરીને ચિત્તને સ્પર્શે તે રીતે અત્યંત ઉપયોગપૂર્વક આગળમાં કહેવાનારાં સ્થાનોનું સાધુ ભાવન કરે તો તે ભાવન આત્મામાં ચોક્કસ પ્રકારના પરિણામનું આધાન કરે છે. તેથી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક જ ભાવન કરવું જોઈએ.
વળી, તે સ્થાનો જીવમાં વર્તતા અકુશલ પરિણામરૂપી હાથી માટે અંકુશ સમાન છે. આનાથી એ પ્રાપ્ત થાય કે આગળમાં બતાવેલાં સ્થાનો સમ્યગુ ભાવન કરવામાં આવે તો ચિત્તમાં અકુશલ પરિણામ ઉદ્દભવ પામી શકે નહિ, અને કદાચ ચિત્તમાં અકુશલ પરિણામ પેદા થયેલ હોય તોપણ સમ્યગુ ભાવન દ્વારા નિવર્તન પામે છે.
વળી, આ સ્થાનો વિષયરૂપી વિષ માટે પરમ ઔષધ સમાન છે. તેથી એ પ્રાપ્ત થાય કે અનાદિકાળથી જીવની પરિણતિ વિષયોને અભિમુખ હોવાને કારણે જીવ અત્યાર સુધી અનેક મરણ પામ્યો, તેના ઔષધરૂપ પ્રસ્તુત ભાવના દ્વાર છે, જેથી વિષયાભિમુખ પરિણતિરૂપ ઝેર આત્મામાંથી ચાલ્યું જાય અને જીવ સદા માટે અમર અવસ્થાને પામે. ll૮૭૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org