________________
૩ર૪
વ્રતસ્થાપનાવસ્તુકIયથા પનિયતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર : “ભાવના' | ગાથા ૮૦૦-૮૦૦
ટીકા :
एवमपि प्रवर्त्तमानस्य गुर्वाद्यपरित्यागेन, किमित्याह-कर्मदोषात् कारणाद् भवेत् स्त्रीषु रागः= स्त्रीविषयोऽभिष्वङ्ग इत्यर्थः, तत्र 'सम्मं भावेयव्वाई' इति वक्ष्यति अथवा विना तं-स्त्रीविषयं रागं विहितानुष्ठानत एव कारणाद्-यतीनामाचारत्वादेवेति गाथार्थः ॥८७६॥ ટીકાર્ય :
આ રીતે પણ પૂર્વે વ્રતપાલનના આઠ ઉપાયોમાં બતાવ્યું એ રીતે પણ, ગુરુ આદિના અપરિત્યાગ વડે પ્રવર્તતાનેeગુરુ-ગચ્છાદિ વ્રતપાલનના આઠ ઉપાયોનો ત્યાગ નહીં કરવા વડે પ્રવર્તતા સાધુને, શું? એથી કહે છે – કર્મના દોષરૂપ કારણથી સ્ત્રીઓમાં રાગ થાય અર્થાત્ સ્ત્રીના વિષયવાળો અભિધ્વંગ થાય; અથવા તે વિના=સ્ત્રીના વિષયવાળા રાગ વિના, વિહિત અનુષ્ઠાનરૂપ કારણથી જ યતિઓનું આચારપણું હોવાથી જ, ત્યાં સ્ત્રીના વિષયમાં, “સમ્યગુ ભાવવું જોઈએ,’ એ પ્રકારે કહેશે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
પૂર્વમાં વ્રતપાલનના ઉપાયરૂપે ગુરુ-ગચ્છાદિ દ્વારા બતાવ્યાં. એ રીતે પ્રવર્તતા સાધુને પણ કર્મના દોષને કારણે સ્ત્રીવિષયક રાગ થાય. આશય એ છે કે પૂર્વમાં વ્રતપાલનના ઉપાયો બતાવ્યા, તે રીતે પ્રવર્તતા ન હોય તેવા સાધુને તો સ્વચ્છંદ મતિને કારણે સ્ત્રીવિષયક રાગ થવાની ઘણી સંભાવના છે, પરંતુ જે સાધુ ગીતાર્થ ગુરુને પરતંત્ર થઈને નવા-નવા શ્રુતના અધ્યયનમાં રત છે, અને જેમને સારણા-વારણાદિની પણ પ્રાપ્તિ થાય છે, તેવા સાધુને સ્ત્રીમાં રાગ થવાનો સંભવ થોડો છે, છતાં કર્મના દોષને કારણે ક્યારેક સાધુને સ્ત્રીમાં રાગ થાય. તો તેના નિવારણ અર્થે પ્રસ્તુત ભાવનાધારમાં આગળ બતાવાશે એ સ્થાનોનું સમ્યગુ ભાવન કરવું જોઈએ, જેથી સ્ત્રીવિષયક રાગ થયો હોય તો નિવર્તન પામે.
વળી, ગચ્છમાં સમ્યમ્ રીતે શ્રુતાધ્યયનમાં પ્રવૃત્ત સાધુને સ્ત્રીવિષયક રાગ ન થાય; તોપણ સાધુનો આચાર છે કે સ્ત્રીના સ્વરૂપનું સમ્યગુ ચિંતવન કરવા દ્વારા આત્માને ભાવિત રાખવો, જેથી ક્વચિત્ નિમિત્ત પ્રાપ્ત થવા છતાં પણ સ્ત્રીવિષયક રાગ પેદા ન થાય, તેવી સ્થિર પરિણતિ પ્રગટે. માટે યતિના આચારરૂપે પણ સાધુએ આગળમાં બતાવાશે એ રીતે સ્ત્રીના સ્વરૂપનું ભાવન કરવું જોઈએ. ૮૭૬ll અવતરણિકા:
किमित्याह - અવતરણિકાW:
પૂર્વગાથામાં કહ્યું કે આ રીતે પણ પ્રવર્તતા સાધુને કર્મના દોષથી સ્ત્રીવિષયક રાગ થાય, અથવા સ્ત્રીવિષયક રાગ વિના પણ વિહિત અનુષ્ઠાન હોવાને કારણે જ, ભાવન કરવું જોઈએ. તો તે ભાવન શું છે? એથી કહે છે –
ગાથા :
सम्मं भावेअव्वाइं असुहमणहत्थिअंकुससमाइं । विसयविसागयभूआई णवरं ठाणाई एआइं ॥८७७॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org