________________
વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતયિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : ‘ભાવના' | ગાથા ૮૦૯-૮૮૦
જીવિત, યૌવન, ઋદ્ધિ=સંપત્તિ, પ્રિયનો સંયોગાદિ; ‘આવિ’ શબ્દથી પ્રિયત્વાદિનો પરિગ્રહ છે. આ સર્વ અસ્થિર છે. કેવા પ્રકારનું અસ્થિર છે ? એથી કહે છે- વિષમ અને ખર મારુતથી આહત એવા કુશાગ્ર જલના બિંદુની સદેશ–ઉગ્ર અને ઋક્ષ પવનથી હણાયેલા ઘાસના અગ્રભાગમાં રહેલા પાણીના બિંદુ જેવું, જીવિતાદિ અતીવ=અત્યંત, અસ્થિર છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
૩૨૮
ટીકાર્ય
ભાવાર્થ:
જેવી રીતે ઉગ્ર અને ઋક્ષ પવન આવતો હોય ત્યારે પાણી જલદી સુકાઈ જાય છે, તેમાં પણ ઘાસના અગ્રભાગ ઉપર રહેલ પાણીના ટીપાનો તો તરત જ વિનાશ થાય છે; તેવી રીતે જીવનું જીવન પ્રતિક્ષણ નાશ પામી રહ્યું છે, અને આયુષ્ય પૂરું થાય ત્યારે તો જીવનનો પરિપૂર્ણ નાશ થાય છે; અને યૌવન પણ પ્રતિક્ષણ વાર્ધક્ય તરફ જઈ રહ્યું છે, આથી યૌવન ક્યારે નાશ પામશે તેનો કોઈ ભરોસો નથી. તે રીતે સંપત્તિ, પ્રિય વ્યક્તિનો સંયોગ અને પ્રિય વ્યક્તિમાં રહેલ પ્રિયત્વનો પરિણામ પણ ક્યારે નાશ પામશે તેનો કોઈ ભરોસો નથી; કેમ કે સંપત્તિનો અને પ્રિય વ્યક્તિનો કે પ્રિય વસ્તુનો ગમે ત્યારે વિયોગ થઈ શકે છે, અત્યારે પ્રિય લાગતી વ્યક્તિ બીજી જ ક્ષણે અપ્રિય બની શકે છે. આમ, આ સર્વ વસ્તુ અત્યંત અસ્થિર છે. માટે વિચારક વ્યક્તિ ક્યારેય આવા સંસારના અસ્થિર ભાવોમાં સુખના સાધનપણાની આસ્થા કરે નહિ, પરંતુ મોહથી મૂઢ થયેલ જીવો જ આવા અસ્થિર ભાવોમાં પણ સુખના સાધનપણાની આસ્થા કરે.
આવા પ્રકારના અસ્થિરત્વનું ભાવન કરવાથી જીવનને સફળ કરવાનું અને યૌવનને સન્માર્ગમાં પ્રવર્તાવવાનું બળ મળે છે; વળી, બાહ્ય વૈભવ, પ્રિયના સંયોગાદિ પ્રત્યે સાધુને કોઈ રાગાદિનો પરિણામ ન હોય તોપણ અસ્થિરત્વનું ભાવન કરવાથી બાહ્ય ઋદ્ધિ આદિ પ્રત્યે લેશ પણ ચિત્ત ન જાય તેવા પ્રકારનું ઉત્તમ ચિત્ત પ્રગટ થાય છે, અને કોઈ પરિચિત વ્યક્તિમાં પણ પ્રિયત્વનો પરિણામ ન ઊઠે તેવા પ્રકારનો વિરક્ત ભાવ પેદા થાય છે. ૫૮૭૯૫
અવતરણિકા :
ગાથા ૮૭૭માં કહ્યું કે અશુભ મનરૂપી હાથી માટે અંકુશ સમાન આગળમાં કહેવાનારાં સ્થાનોનું સાધુએ સમ્યગ્ ભાવન કરવું જોઈએ, અને તે ભાવન કરવા યોગ્ય સ્થાનોમાંથી પ્રથમ સ્થાનરૂપ અસ્થિરત્વનું સ્વરૂપ પૂર્વગાથામાં દર્શાવ્યું. હવે બીજા સ્થાનરૂપ વિષયોનું વાસ્તવિક સ્વરૂપ દર્શાવે છે –
ગાથા :
विसया य दुक्खरूवा चिंतायासबहुदुक्खसंजणणा । माइंदजालसरिसा किंवागफलोवमा पावा ॥८८०॥
અન્વયાર્થ:
વિસયા ય-અને વિષયો નુવલ્લુરૂવા-દુ:ખરૂપ છે, ચિંતાયાસવદુહુવલ્લુસંગાળા-ચિંતા અને આયાસરૂપ બહુ દુઃખને ઉત્પન્ન કરનારા છે, મારૂંવજ્ઞાનસરિક્ષા-માયા-ઇંદ્રજાળ સદેશ છે, વિાતોવમા=કિંપાક ફળની ઉપમાવાળા છે, પાવા=પાપરૂપ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org