________________
વતસ્થાપનાવસ્તકયથા પાનિયિતાનિ' દ્વાર / પેટા દ્વાર : “વિચાર” | ગાથા ૮૦૪-૮૦૫
૩૨૧
ટીકાર્થ:
ધર્મના સંબંધી ચારિત્રધર્મના સંબંધવાળા, અતિચારોનું જ ઓઘથી=સામાન્યથી, મનુષ્યાદિમાં સ્ત્રીપણું, દરિદ્રપણું વગેરે અશુભ ફળ જાણવું. “મનુષ્યારિ''માં ‘મા’ શબ્દથી તેવા પ્રકારના તિર્યંચભવનો પરિગ્રહ છે. વળી ઇતરોનું કાલાદિ અશુભ આલંબનની અપેક્ષાથી મહા અતિચારોનું, નરકાદિમાં ગુરુક એવું તે છે–અશુભ ફળ છે. “રા''માં ‘રિ' શબ્દથી ક્લિષ્ટ તિર્યંચભવનો પરિગ્રહ છે; અને આ આ રીતે અંગીકાર કરવું જોઈએ અર્થાત્ મોટા અતિચારોનું નરકાદિમાં ઘણું અશુભ ફળ થાય એ ઉપરમાં બતાવ્યું એ રીતે સ્વીકારવું જોઈએ; અન્યથા કોનાથી થાય? અર્થાત્ મહા અતિચારોને મૂકીને કોણ તેનો નરકાદિ ગુરુ અશુભ ફળનો, હેતુ છે? આ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
સંયમજીવનમાં નાના અતિચારો લાગે તો જન્માંતરમાં મનુષ્યભવની પ્રાપ્તિ થાય તો પણ સ્ત્રીપણું, દરિદ્રપણું વગેરે અનર્થોની પ્રાપ્તિ થાય છે, અને તેવા પ્રકારના તિર્યંચભવની અર્થાત્ અતિ ખરાબ તિર્યંચભવની નહિ પરંતુ બળદ વગેરે જેવા તિર્યચભવની, પ્રાપ્તિ થાય છે; જે ભવમાં ઘણો ભાર વહન કરવો વગેરે કષ્ટ વેઠવાનો પ્રસંગ આવે.
વળી, સંયમજીવનમાં મોટા અતિચારો લાગે તો જન્માંતરમાં નરકાદિ ભવની પ્રાપ્તિ થવા રૂપ ઘણું અશુભ ફળ મળે છે; અને સાધુ મોટા અતિચારો કઈ રીતે સેવે છે ? તે દર્શાવવા કહે છે કે કાલાદિ અશુભ આલંબનની અપેક્ષાએ સાધુ મોટા અતિચારો સેવે છે, જે અતિચારોથી નરકની પ્રાપ્તિ થાય છે, અને નરકમાંથી નીકળીને ક્લિષ્ટ એવા તિર્યંચભવની પ્રાપ્તિ થાય છે, જ્યાં હિંસાદિ પાપો સેવવા દ્વારા તે જીવને ફરી નરકની પ્રાપ્તિ થાય છે.
આ વાતને દઢ કરવા માટે કહે છે કે આ વસ્તુ આ રીતે સ્વીકારવી જોઈએ અર્થાત્ કાલાદિ અશુભ આલંબનો લઈને પ્રમાદી સાધુ મોટા અતિચારો સેવે છે, જેના ફળરૂપે તે સાધુ નરક અને ક્લિષ્ટ તિર્યંચગતિ રૂ૫ અશુભ ફળને પામે છે, એ વાત એ રીતે જ સ્વીકારવી જોઈએ; કેમ કે મોટા અતિચારો સિવાય નરકાદિ ગુરુ અનર્થોની પ્રાપ્તિનું બીજું કારણ હોઈ શકે નહિ.
“નાશુમાનqનાપેક્ષા” આ કથનનું તાત્પર્ય એ છે કે કેટલાક સાધુઓ “અત્યારનો કાળ વિષમ હોવાથી આ કાળમાં આવું જ ચારિત્ર પળાય.” એમ કહીને કાળના આલંબન દ્વારા પોતાના પ્રમાદનું પોષણ કરે છે, કેટલાક પ્રમાદી સાધુઓ “આ કાળમાં ભગવાનનું શાસન બકુશ-કુશીલ સાધુઓથી ચાલવાનું છે,”એવું આલંબન લઈને પોતાનો પ્રમાદ પોષે છે; અને કેટલાક સાધુઓ પૂર્વના મહાપુરુષોના અપવાદિક પ્રસંગોનું આલંબન લઈને પોતાના પ્રમાદનું પોષણ કરે છે. દા.ત. સંગમાચાર્યએ નિયતવાસ કર્યો, તેથી અમે પણ નિયતવાસ કરીએ તેમાં દોષ નથી, ઇત્યાદિ અશુભ આલંબનોનું મારિ' પદથી ગ્રહણ કરવાનું છે. ll૮૭૪
અવતરણિકા:
उपसंहरन्नाह -
અવતરણિકાર્ય : વિચારદ્વારનો ઉપસંહાર કરતાં ગ્રંથકાર કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org