________________
૨૬૮
વતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યનિ' દ્વાર/ પેટા દ્વાર : “ઉપકરણ’ | ગાથા ૮૩
ટીકાર્ય :
વર્ષોત્રાણના=વર્ષોથી રક્ષણ કરવાના, વિષયવાળું પંચક, તે આ પ્રમાણે – (૧) કંબલમય (૨) સૂત્રમય (૩) તાડપત્રની સૂચી (૪) પલાશપત્રનું કુટશીર્ષક અને (૫) છત્રક. “તિ' વર્ષોત્રાણપંચકના નામની સમાપ્તિ અર્થે છે. આ કંબલાદિ લોકમાં સિદ્ધ પ્રમાણવાળા છે. “તિ' કંબલાદિના પ્રમાણ અને પ્રયોજનની સમાપ્તિ અર્થે છે.
તથા ચિલિમિલીપંચક પડદાના પાંચ પ્રકાર, તે આ પ્રમાણે- (૧) સૂત્રમય (૨) તૃણમય (૩) વાકમય (૪) દંડમય અને (૫) કંટકમય. “તિ' ચિલિમિલીપંચકના નામની સમાપ્તિ અર્થે છે.
આનું ચિલિમિલીનું, પ્રમાણ ગચ્છની અપેક્ષાથી છે અર્થાત્ ગચ્છ જેટલો નાનો કે મોટો હોય તેને આશ્રયીને આ પાંચ પ્રકારના પડદાનું પ્રમાણ નક્કી થાય છે. આ ચિલિમિલી, સાગારિકના પ્રચ્છાદન માટે તેના આવરણ આત્મક જ છે–સાગરિકના આવરણસ્વરૂપ જ છે. “તિ' ચિલિમિલીના પ્રમાણ અને પ્રયોજનની સમાપ્તિ અર્થે છે.
અને સંસ્કારદ્રય શુષિર અને અશુષિરરૂપ ભેદથી ભિન્ન છે. તૃણાદિ વડે કરાયેલો શુષિર છે અર્થાત્ (૧) શાલિ (૨) વ્રીહિ (૩) કોદ્રવ (૪) રાલય (૫) અરણ્ય: આ પાંચ પ્રકારના તૃણાદિ વડે કરાયેલો સંથારો શુષિર છે, વળી તેનાથી અન્ય વડે કરાયેલો તૃણાદિથી અન્ય એવા કાષ્ઠ વડે કરાયેલો સંથારો, અશુષિર છે. “રૂતિ' સંસ્તારકદ્દયના સ્વરૂપના કથનની સમાપ્તિ માટે છે.
અને વળી દંડાદિ પંચક, તે આ પ્રમાણે- (૧) દંડક (૨) વિદંડક (૩) યષ્ટિ (૪) વિયષ્ટિ અને (૫) નાલિકા. ‘ત્તિ' દંડાદિપંચકના નામની સમાપ્તિ અર્થે છે.
માત્રકત્રિતય-ત્રણ પ્રકારના માત્રક, તે આ પ્રમાણે- (૧) કાયિકમાત્રક=મૂત્રત્યાગ કરવાનું માત્રક, (૨) સંજ્ઞામાત્ર,કમળત્યાગ કરવાનું માત્રક, (૩) ખેલમાત્રક શ્લેષ્મ કાઢવાનું માત્રક. ‘ત' માત્રકત્રિકના નામની સમાપ્તિ અર્થક છે.
તથા વટાદિના કાષ્ઠમય=વડ વગેરેના લાકડાની બનાવેલ, કાદવને દૂર કરનારી પાદલેખનિકા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
દંડાદિપંચકનો ઉપયોગ સાધુ આ પ્રમાણે કરે છે –
(૧) ચોમાસા સિવાયના કાળમાં સાધુ ભિક્ષાટનાદિ કરતી વખતે દંડક ગ્રહણ કરે છે, અને તે દંડકથી ચોર, ગાય વગેરેનું નિવારણ કરે છે, તેમ જ વૃદ્ધ સાધુને દંડક આધાર બને છે. (૨) સાધુ ચોમાસામાં ભિક્ષાટનાદિ કરતી વખતે વિદંડક ગ્રહણ કરે છે, અને તે વિદંડક નાનો હોય છે, જેથી વરસાદના પાણીનો સ્પર્શ થાય તેમ હોય ત્યારે, તે વિદંડકને કામળીની અંદર રાખીને સુખેથી લઈ જઈ શકાય છે. (૩) નવ પર્વ સુધી વિષમ સંખ્યાના પર્વવાળી અને દશ પર્વવાળી યષ્ટિ શુભ છે અને સમાન સંખ્યાના પર્વવાળી યષ્ટિ અશુભ છે. (૪) વિયષ્ટિ અને (૫) નાલિકા. તેનું વિશેષ વર્ણન પ્રાપ્ત નહીં થતું હોવાથી અહીં સ્પષ્ટ કરેલ નથી.
વળી, પાદલેખનિકા કાદવને દૂર કરનારી હોય છે અને તે વડના વૃક્ષના લાકડાની કે ઉર્દુબર વૃક્ષના લાકડાની કે પીપળાના વૃક્ષના લાકડાની બનાવેલ હોય છે, આ વૃક્ષોના અભાવમાં આંબલીના વૃક્ષમાંથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org