SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ વતસ્થાપનાવસ્તકI'યથા પાનિયતથાનિ' દ્વાર/પેટા દ્વાર : ‘ઉપકરણ’ | ગાથા ૦૮૩-૦૮૪ ૦૮૫ ૨૧૭ ટીકાર્ય અવગ્રહાનંતક, પટ્ટ, અર્ધારક, અને ચલનિકા, અત્યંતરનિવસની અને બહિર્નિવસની તથા કંચક, ઉત્કલિકા, વૈકલિકા અને સંઘાટી અને સ્કંધકરણી : આ=ગાથા ૭૮૦થી અત્યાર સુધી જે ઉપધિના ભેદો બતાવ્યા છે, આર્યાઓના સંબંધવાળી ઓઘઉપધિમાં વળી પચીશ ભેદો જાણવા, એ પ્રમાણે ગાથાર્થ છે. II૭૮૩/૭૮૪ અવતરણિકા : ગાથા ૭૭૨થી ૭૮૪માં જિનકલ્પિક-સ્થવિરકલ્પિક સાધુઓની અને સાધ્વીઓની ઔધિક ઉપધિનાં નામ બતાવ્યાં. હવે પ્રાયશ્ચિત્તાદિના પ્રયોજન અર્થે જિનકલ્પિક અને સ્થવિરકલ્પિક સાધુઓની ઉપધિને આશ્રયીને જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદ બતાવે છે – ગાથા : एसो पुण सव्वेसि जिणाइआणं तिहा भवे उवही । उक्कोसगाइभेओ पच्छित्ताईण कज्जम्मि ॥७८५॥ અન્વયાર્થ : પછિત્તા પુન =વળી પ્રાયશ્ચિત્તાદિના કાર્યમાં નિરૂઝાઈ સબૈલિ પક્ષો ડવહીજિનાદિ સર્વની આ ઉપાધિ=ગાથા ૭૭૨થી ૭૮૪માં બતાવેલ ઉપધિ, ૩ોસ મેમો ઉત્કૃષ્ટાદિના ભેદરૂપતિદી-ત્રણ પ્રકારે થાય છે. ગાથાર્થ : પ્રાયશ્ચિત્તાદિના કાર્યમાં જિનકલ્પિક વગેરે સર્વની ગાથા ૦૦૨થી ૦૮૪માં બતાવેલ ઉપધિ ઉત્કૃષ્ટાદિ ભેદથી ત્રણ પ્રકારની થાય છે. ટીકા : एष पुनः अनन्तरोदितः सर्वेषां जिनादीनां पूर्वोपन्यस्तानां त्रिधा भवेदुपधिः, कथमित्याहउत्कृष्टादिभेद: उत्कृष्टो मध्यमो जघन्यश्च, अयं च प्रायश्चित्तादीनां कार्ये प्रायश्चित्तपरिभोगनिमित्तमिति ગથાર્થ ૭૮ ટીકાર્ય : વળી પૂર્વમાં ઉપન્યસ્ત જિનાદિ સર્વની=ગાથા ૭૭૧માં બતાવેલ જિનકલ્પિક-સ્થવિરકલ્પિક સાધુઓ અને આર્યાઓ એ સર્વની, આ પહેલાં કહેવાયેલ, ઉપધિ ત્રણ પ્રકારે થાય છે. કેવી રીતે? એથી કહે છે – ઉત્કૃષ્ટાદિ ભેદરૂપ=ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્યરૂપ, ત્રણ પ્રકારે થાય છે; અને આ ત્રણ પ્રકારની ઔધિક ઉપધિ, પ્રાયશ્ચિત્તાદિના કાર્યમાં છે=પ્રાયશ્ચિત્ત અને પરિભોગના નિમિત્તે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005511
Book TitlePanchvastuk Prakaran Part 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy