________________
વ્રતસ્થાપનાવસ્તુક/યથા પાનિયતથાનિ' દ્વાર / પેટા દ્વાર : “ભક્ત’ | ગાથા ૦૫૧-૦પર
૧૮૦
* “મુલ્તાહિતિઃ ''માં પ્રથમ ‘માર' પદથી ચોખા વગેરે ધાન્યોનું ગ્રહણ છે અને દ્વિતીય ‘રિ' પદથી મુટ્ટી વગેરે પ્રમાણનું ગ્રહણ છે. ટીકાર્ય :
સામાન્ય=અનેકના સાધારણ, એવા ગોષ્ઠિકભક્તાદિને માત્ર શબ્દથી=“ોકિમmરિ" માં ‘માર', શબ્દથી, શ્રેણિભક્તાદિને આપતા એવા અનનુજ્ઞાત=બીજાથી અનુજ્ઞા નહીં પામેલા, એક ગૃહસ્થનું ગ્રહણ કરાયેલું ભક્ત અનિસૃષ્ટ છે. સ્વના અર્થે પોતાના નિમિત્તે, મૂલનું ગ્રહણ કરાયે છત=રાંધવાની સામગ્રી આદિરૂપ ટૂલનો આરંભ કરાયે છતે, સાધુના નિમિત્તે મગ આદિની સેતિકા આદિનોઃખોબા વગેરેનો, પ્રક્ષેપ અથવપૂરક થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
અનેક મિત્રોના સામાન્ય ભોજનમાંથી દાનવિષયક બીજા મિત્રોની અનુજ્ઞા જેને મળી નથી, તેવા એક મિત્ર દ્વારા સાધુને વહોરાવાતું ભોજન અનિસૃષ્ટદોષવાળું કહેવાય.
વળી, કોઈ ગૃહસ્થ પોતાની રસોઈ કરવા માટે ચૂલો સળગાવીને મગ વગેરે રાંધતો હોય, ત્યાં તેને સમાચાર મળે કે આપણા ગામમાં સાધુ આવ્યા છે, તેથી પોતાના રંધાતા મગ વગેરેમાં સાધુ નિમિત્તે થોડા બીજા મગ વગેરે ઉમેરે તો તે મગ વગેરે અથવપૂરક દોષવાળા બને છે.
ઓઘદેશિક એટલે સાધુના સંકલ્પ વગર સામાન્યથી જ પોતાની રસોઈ કરતાં અધિક બનાવવી, મિશ્રજાત એટલે પ્રારંભથી જ રસોઈ પોતાના અને સાધુના ઉદ્દેશથી બનાવવી અને અધ્યવપૂરક એટલે રસોઈનો પ્રારંભ પોતાને માટે કરવો, પરંતુ બનતી રસોઈમાં પાછળથી સાધુના નિમિત્તે નવું ઉમેરવું. આમ, પિંડના ઉદ્ગમના ૧૬ દોષોમાંના આ ત્રણેય દોષો ભિન્ન-ભિન્ન જાણવા. ll૭૫૧
અવતરણિકા :
अत्र विशोध्यविशोधिकोटिभेदमाह -
અવતરણિકાર્ય :
અહીં ગાથા ૭૪૩થી માંડીને અત્યાર સુધી ગોચરીના ૪૨ દોષોમાંથી ઉદ્ગમના ૧૬ દોષોનું વર્ણન કર્યું. એમાં, વિશોધિકોટિ અને અવિશોધિકોટિના ભેદને કહે છે –
ગાથા :
कम्मुद्देसिअचरिमतिग पूइअं मीस चरिमपाहुडिआ ।
अज्झोअर अविसोहिअ विसोहिकोडी भवे सेसा ॥७५२॥ અન્વયાર્થ :
પુસિમિતિન-કર્મ-આધાકર્મ, દેશિકના ચરમત્રિક પૂરૂ પૂતિ, બીમિશ્ર, ચરિવામિત્ર ચરમ પ્રાભૃતિકા, ઉમર=અધ્યવપૂરક વિદિ અવિશોધિ છે; તેના=શેષ (દોષો) વિનોદિોડીક વિશોધિકોટી મ થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org