________________
૧૨૨
વ્રતસ્થાપનાવસ્તક/યથા પાત્નયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “ગચ્છ' | ગાથા દ૯૯-૦૦૦ અપેક્ષા વડે, તે તે વિનયાદિ યોગમાં પ્રવર્તતા છતા ગચ્છમાં વસનાર સાધુ નિયમથી અસંગપદના સાધક જાણવા. અસંગપદ શું ચીજ છે ? તેથી કહે છે – અસંગ એટલે મોક્ષ, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
પૂર્વમાં બતાવ્યું એ રીતે વિનય, સારણા, વારણા અને ચોયણામાં પરસ્પર અપેક્ષા વડે પ્રવૃત્તિ કરતા ગચ્છવાસી સાધુઓ નિયમથી મોક્ષની સાધના કરનાર છે.
આશય એ છે કે ગચ્છમાં રહેલા વિવેકસંપન્ન સાધુઓ પરસ્પર એકબીજાના અધ્યવસાયની શુદ્ધિ થાય તે રીતે ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે. તેથી અધિક ગુણવાળા સાધુઓ પોતાનો વિનય કરાવવા દ્વારા શૈક્ષને વિનયસંપન્ન કરે છે, અને તે સાધુઓ વળી પોતાનાથી અધિક ગુણિયલ સાધુઓનો વિનય કરે છે. તે રીતે કોઈ સાધુનો કુશલયોગ નાશ પામતો હોય તો તેને સમ્ય પ્રવૃત્તિનું સ્મરણ કરાવે છે, અને સ્મારણ કરાવાયેલ સાધુ પણ મારણ કરાવનારના ઉપકારને યાદ કરીને કુશલયોગમાં પોતાની પ્રવૃત્તિ સુદઢ બનાવે છે.
આમ, ગચ્છમાં સાધુઓ એકબીજાના ગુણો વધારવામાં પરસ્પર નિમિત્તભાવ પામે છે અને ક્રમે કરીને સર્વથા સંગરહિત અસંગપદરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે; કેમ કે ગુણોની વૃદ્ધિ જયારે પ્રકર્ષને પામે છે ત્યારે જીવ વચનાનુષ્ઠાનમાંથી અસંગાનુષ્ઠાનમાં પ્રવેશ કરે છે, અને અસંગાનુષ્ઠાનના બળથી ક્રમે કરીને મોક્ષની પ્રાપ્તિ કરે છે. ૬૯૯તા.
અવતરણિકા :
इहैवापवादमाह -
અવતરણિતાર્થ :
ગાથા ૬૯૬માં કહ્યું કે ગુરુનો પરિવાર એ ગચ્છ છે, અને ગચ્છમાં વસતા સાધુઓને વિનયથી નિર્જરા અને સ્મારણાદિ દ્વારા દોષોની અપ્રતિપત્તિ થાય છે. તેથી અહીં જ સંયમાર્થી સાધુએ ગચ્છમાં વસવું જોઈએ એ કથનમાં જ, અપવાદને કહે છે –
ગાથા :
सारणमाइविउत्तं गच्छं पि हु गुणगणेहिं परिहीणं । परिचत्तणाइवग्गो चइज्ज तं सुत्तविहिणा उ ॥७००॥
અન્વયાર્થ :
પરિવUફિવો પરિત્યક્ત જ્ઞાતિવર્ગવાળા સાધુ સીરમ વિત્તસ્મારણાદિથી વિયુક્ત, TUોર્દિ પરિdi ગુણગણથી પરિક્ષીણ એવા તં છું વિતે ગચ્છને પણ સુત્તવિકિસૂત્રવિધિથી વરૂ ત્યજે. * ‘દુ વાક્યાલંકારમાં છે. * ‘કુ' પાદપૂર્તિ અર્થક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org