________________
વતસ્થાપનાવવુકJયથા પાનાયતવ્યાન' હાર પેટા હાર: ‘ગ૭ | ગાથા ૭૦૦-૦૦૧
૧૨૩
ગાથાર્થ :
છોડેલો છે જ્ઞાતિવર્ગ જેમણે એવા સાધુ સ્મારણાદિથી રહિત, ગુણોના સમુદાયથી ક્ષીણ થયેલા તે ગચ્છનો પણ શાસ્ત્રમાં કહેલ વિધિપૂર્વક ત્યાગ કરે. ટીકા :
स्मारणादिवियुक्तं गच्छमपि गुणगणेन परिक्षीणं सन्नं परित्यक्तज्ञातिवर्गः त्यजेत् तं सूत्रविधिना નચ્છમિતિ નાથાર્થ: NI૭૦૦૫ * “$ fજ'માં ‘પ'થી એ કહેવું છે કે સાધુ ગુરુગુણથી રહિત એવા ગુરુનો તો ત્યાગ કરે જ, પરંતુ સારણાદિ રહિત અને ગુણગણથી રહિત એવા ગચ્છનો પણ ત્યાગ કરે. * “ભારવિવિધુમાં “' પદથી વારણ અને ચોદનનો સંગ્રહ છે. ટીકાર્ય :
પરિત્યજેલ જ્ઞાતિવર્ગવાળા સાધુ સ્મારણાદિથી વિયુક્ત, ગુણગણથી–ગુણોના સમૂહથી, પરિક્ષણ છતા તે ગચ્છને પણ સૂત્રવિધિથી શાસ્ત્રમાં બતાવેલ વિધિપૂર્વક, ત્યજે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
મૂળગાથાના ચોથા પાદમાં રહેલ તે શબ્દનું પ્રથમ પાદમાં રહેલ સર્જી શબ્દ સાથે યોજન છે, એમ જણાવવા માટે ટીકાના અંતે ફરી “શું' શબ્દ મૂકેલ છે. ભાવાર્થ :
જે ગચ્છમાં સાધુઓ ગુણના સમુદાયથી ક્ષીણ થયેલા હોય અને જે ગચ્છમાં સારણા આદિ કરવામાં ન આવતી હોય, તેવા ગચ્છમાં વસવાથી ગુણવૃદ્ધિ તો થતી નથી, પરંતુ પ્રમાદની વૃદ્ધિ થાય છે, જેથી ધીરે ધીરે સંયમી સાધુના સંયમનો નાશ થાય છે. તેથી આત્મકલ્યાણ અર્થે જેમણે ગૃહવાસનો ત્યાગ કરીને પોતાના જ્ઞાતિવર્ગને છોડ્યો છે તેવા સાધુએ, શાસ્ત્રમાં બતાવેલ વિધિપૂર્વક આવા ગચ્છને છોડીને ગુણસંપન્ન એવા ગચ્છાંતરનો=અન્ય ગચ્છનો, આશ્રય કરવો જોઈએ; કેમ કે જ્ઞાતિવર્ગના ત્યાગનું પ્રયોજન ગુણવાન ગુરુ આદિના સહવાસથી ગુણની વૃદ્ધિ પ્રાપ્ત કરવી એ છે, અને ગુણસંપન્ન ગચ્છને સ્વીકારવાથી સાધુમાં ઉત્તરોત્તર અધિક-અધિકતર ગુણવૃદ્ધિ થાય છે. I૭૦ ll અવતરાણિકા :
किमित्यत आह - અવતરણિકાર્ય : -
પૂર્વગાથાના કથનથી પ્રશ્ન થાય કે સ્મારણાદિથી રહિત અને ગુણગણથી પરિક્ષણ એવા ગચ્છને કયા કારણથી છોડવો જોઈએ? એથી કહે છે –
ગાથા :
सीसो सज्झिलओ वा गणिच्चओ वा न सोग्गइं नेइ । जे तत्थ नाणदंसणचरणा ते सुग्गईमग्गो ॥७०१॥
Jain Education International
For Personal Private Use Only
www.jainelibrary.org