________________
૯૪
વ્રતસ્થાપનાવસ્તુકથા વાતવ્યાનિ' દ્વાર/ ગાથા ૬૦૦-૬૦૮
ગાથાર્થ :
તે કારણથી ભવથી ધારણ કરનારી અને પ્રધાન એવી પ્રવચનગુપ્તનું રક્ષણ કરતા એવા ગુરુએ યથાવિધિથી પરિણત જ શેક્ષને માંડલીમાં પ્રવેશ કરાવવો જોઈએ. ટીકા :
तस्मात् प्रवचनगुप्तिं रक्षता सता, किंविशिष्टाम् ? भवधारिणीं परमां-प्रधानां परिणत एव शिक्षकः प्रवेशयितव्यः मण्डल्यां यथाविधिना=देशनापुरस्सरेणेति गाथार्थः ॥६७७॥
ટીકાર્ય :
તે કારણથી=જે કારણથી અનુપસ્થાપિત અને અકૃતવિધાનવાળા શૈક્ષને માંડલીમાં ભોજન કરાવનાર સાધુ ગુપ્તિના વિરાધક કહેવાયા છે તે કારણથી, ભવથી ધારણ કરનારી=સંસારને અટકાવનારી, પરમ=પ્રધાન, એવી પ્રવચનગુપ્તિને રક્ષતા છતા ગુરુ વડે પરિણત જ શૈક્ષ યથાવિધિથી દેશનાપૂર્વક, માંડલીમાં પ્રવેશાવવો જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે અનુપસ્થાપિત અને અકૃતવિધાનવાળા શૈક્ષનો માંડલીમાં પ્રવેશ કરાવનારા ગુરુ તત્ક્ષણ જ ગુપ્તિની વિરાધના કરનારા થાય છે, તે કારણથી ભવથી ધારણ કરનારી અને પરમ એવી પ્રવચનગુપ્તિનું રક્ષણ કરતા ગુરુએ શાસ્ત્રવિધિ પ્રમાણે પરિણત જ શિષ્યનો માંડલીમાં પ્રવેશ કરાવવો જોઈએ.
અહીં પ્રવચનગુપ્તિને “ભવધારિણી” અને “પરમ' વિશેષણ આપવા દ્વારા એ જણાવવું છે કે પ્રવચનની ગુપ્તિ ભવની પરંપરાને ટૂંકી કરે એવી ઉત્તમ છે અને આત્મકલ્યાણનું પ્રધાન કારણ છે. પ્રવચનની ગુપ્તિ એટલે જિનવચનાનુસાર કરાતો સુદઢ યત્ન, અને આ ગુપ્તિનું રક્ષણ કરવાથી જ સંસારનો ઉચ્છેદ થાય છે. તેથી આવા પ્રકારની ગુપ્તિના રક્ષક ગુરુએ પ્રવચનગુપ્તિની વિરાધના ન થાય એ રીતે વિધિપૂર્વક શિષ્યને માંડલીમાં પ્રવેશ કરાવવો જોઈએ, પરંતુ વિધિની ઉપેક્ષા કરવી જોઈએ નહિ.
ટીકામાં યથાવિધિ’નો દેશનાપૂર્વક એમ અર્થ કર્યો. તેનું તાત્પર્ય એ છે કે પ્રવચનોક્ત વિધિથી શિષ્યના બહુવિધ ભાવને જાણીને શિષ્ય જે રીતે સંયમમાં અપ્રમાદભાવથી ઉત્થિત થાય, તે રીતે ગુરુ શિષ્યને ઉપદેશ આપે, અને જ્યારે તે ઉપદેશ શિષ્યમાં સમ્યગુ પરિણમન પામ્યો છે એવો નિર્ણય થાય, ત્યારે તે શિષ્યનો માંડલીમાં પ્રવેશ કરાવે. ૬૭૭
અવતરણિકા :
व्रतपालनोपायमाह - અવતરણિતાર્થ :
ગાથા ૬૧૩થી ૬૭૦ સુધી વ્રતસ્થાપનાની વિધિ બતાવી. ત્યારપછી વ્રતોમાં ઉપસ્થાપિત શિષ્યનો વિધિપૂર્વક માંડલીમાં પ્રવેશ કરાવવા સુધીની સર્વવિધિ બતાવી. હવે વ્રતસ્થાપનાકાળમાં શિષ્યએ ગ્રહણ કરેલ વ્રતોનું પાલન કરવાના ઉપાયને કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org