________________
વતસ્થાપનાવસ્તક | ‘યથા વાતવ્યાન' દ્વાર | ગાથા ૦-
ટીકાર્ય :
વ્રતોમાં અનુપસ્થાપિત=જેની ઉપસ્થાપના કરાયેલ નથી એવા, અને અકૃતવિધાનવાળા=નથી કરાયેલા આંબિલાદિ આચાર જેના વડે એવા, શિષ્યને માંડલીમાં જ સાથે રાખીને જે પરિભોગ કરે છે, તે સહસા=તે ક્ષણે જ, ગુપ્તિનું વિરાધન કરનાર અરિહંત વડે કહેવાયો છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
શાસ્ત્રોક્ત મર્યાદાથી શિષ્યનું વ્રતોમાં ઉપસ્થાપન કર્યું ન હોય, અથવા વ્રતોમાં ઉપસ્થાપન કર્યું હોવા છતાં શિષ્યને માંડલી પ્રવેશ માટે સાત આંબિલ કરાવ્યાં ન હોય, અથવા સાત આંબિલો કરાવ્યાં હોય તોપણ શિષ્યના ભાવને જાણીને શાસ્ત્રવિધિથી પ્રજ્ઞાપના ન કરી હોય, અથવા પ્રજ્ઞાપના કરી હોય તોપણ આ શૈક્ષ પરિણત છે કે નહીં ? એ જાણ્યું ન હોય, તો તેવા શિષ્યનો માંડલીમાં પ્રવેશ કરાવીને જે સાધુ તેની સાથે ગોચરી વાપરે છે, તે સાધુ તે ક્ષણે જ ગુપ્તિની વિરાધના કરનાર છે, એમ ભગવાને કહેલ છે.
આશય એ છે કે ઉચિત તપ કરાવીને શૈક્ષની પરિણતિ સંયમને અનુકૂળ થઈ હોય તો તે શૈક્ષનો માંડલીમાં પ્રવેશ કરાવવાનો છે; તોપણ આ વિધિની ઉપેક્ષા કરીને જે ગુરુ શિષ્યને માંડલીમાં પ્રવેશ કરાવે, તે ગુરુ બાહ્ય રીતે સંયમની આરાધના કરતા હોવા છતાં ભગવાનના વચન પ્રત્યે ઉપેક્ષાવાળા હોવાથી સંયમની ગુપ્તિ વગરના છે. આથી ભગવાને આવા ગુરુને ગુપ્તિના વિરાધક કહ્યા છે.
અહીં “ગુપ્તિ’ શબ્દથી મન-વચન-કાયાની ગુપ્તિ જ ગ્રહણ કરવાની છે, અને ગુપ્તિમાં વર્તતો આત્મા સંવરવાળો હોવાને કારણે કર્મો બાંધતો નથી. જયારે ભગવાનની આજ્ઞાનિરપેક્ષ થઈને શૈક્ષને માંડલીપ્રવેશ કરાવતી વખતે ગુરુનું ચિત્ત સંયમમાં ગુપ્ત નથી, અને આ પ્રકારનો ગુપ્તિનો અભાવ જીવને કર્મબંધની પ્રાપ્તિ કરાવે છે. I૬૭૬ll
અવતરણિકા :
यस्मादेवम् -
અવતરણિકાર્ય :
જે કારણથી આ પ્રમાણે છેઃઅનુપસ્થાપિત અને અકૃતવિધાનવાળા શૈક્ષ સાથે ભોજન કરનાર સાધુ ગુપ્તિના વિરાધક છે, તે કારણથી શું? તે બતાવે છે –
ગાથા :
तम्हा पवयणगुत्तिं रक्खंतेण भवधारिणिं परमं ।
परिणयओ च्चिअ सेहो पवेसिअव्वो जहाविहिणा ॥६७७॥ અન્વયાર્થ :
તખ્તાકતે કારણથી મવથરિન=ભવથી ધારણ કરનારી, પરમં પરમ, પવયા,ત્તિ-પ્રવચનગુપ્તિને રવવંતે =રક્ષતા એવા ગુરુ વડે નહાવિહિપ યથાવિધિથી પરિપથો ત્રિમં પરિણત જ સેદો શૈક્ષ પસિડ્યો (માંડલીમાં) પ્રવેશાવવો જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org