________________
૨
વતસ્થાપનાવતુક !'યથા વાતાવ્યાન' દ્વાર | ગાથા ૬૦૫-૦૬
ભાવાર્થ :
ગાથા ૬૬૭થી ૬૭૩માં બતાવી એ વિધિથી શૈક્ષની મહાવ્રતોમાં ઉપસ્થાપના કરાય છે, અને વ્રતસ્થાપનાની વિધિ પૂરી થયા પછી માંડલીમાં પ્રવેશ કરાવવા માટે શૈક્ષને સાત આંબિલો નિયમથી કરાવાય છે. ત્યારપછી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક શિષ્યના બહુવિધ ભાવોને જાણીને ગુરુ પ્રજ્ઞાપના કરે
આશય એ છે કે સંયમજીવનમાં પણ અપ્રમાદભાવમાં યત્ન કરવો અતિદુર્લભ છે; કેમ કે જીવે અનાદિકાળથી પ્રમાદનો જ અભ્યાસ કરેલ છે. આથી વ્રતસ્થાપના પછી પણ શિષ્યનો વ્રતસ્થાપનાવિષયક ભાવ કેવો ઉત્સાહિત છે? અને તે કઈ રીતે ઉચિત પ્રવૃત્તિ કરે છે? એ સર્વ શિષ્યના ભાવ ગુરુએ શાસ્ત્રોક્ત વિધિથી જાણવા જોઈએ. ત્યારપછી ઉચિત પ્રેરણા દ્વારા શૈક્ષને બોધ કરાવવો જોઈએ, જેથી શિષ્ય અપ્રમત્તતાથી સંયમયોગોમાં ઉત્થિત રહે.
વળી, ગુરુની પ્રજ્ઞાપનાથી શિષ્ય પરિણત થયેલો જણાય ત્યારે શૈક્ષને માંડલીમાં પ્રવેશ કરાવાય છે, અને જો શૈક્ષ શાસ્ત્રવિધિ અનુસારે સંયમયોગોની ઉચિત ક્રિયા કરવામાં પરિણત થયેલો ન જણાય, છતાં તેનો ગુરુ માંડલીમાં પ્રવેશ કરાવે, તો માંડલીપ્રવેશ કરાવનાર ગુરુને આજ્ઞાભંગાદિ દોષો થાય છે. ll૬૭પા. અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે અપરિણત શિષ્યનો માંડલીમાં પ્રવેશ કરાવનાર ગુરુને આજ્ઞાભંગાદિ દોષો થાય છે. હવે ઉપસ્થાપના આદિમાંથી કોઈ ઉચિત વિધિ કરાવ્યા વગર માંડલીમાં શૈક્ષ સાથે જે વાપરે છે, તે સંયમગુપ્તિનો વિરાધક છે, તેમ બતાવે છે – ગાથા :
अणुवट्टविअं सेहं अकयविहाणं च मंडलीए उ ।
जो परिभुंजइ सहसा सो गुत्तिविराहओ भणिओ ॥६७६॥ અન્વચાર્થ :
૩Uગુવવિ-અનુપસ્થાપિત કર્યાવિદા વ અને અકૃતવિધાનવાળા મેદૃનશૈક્ષને મંહત્ની ૩-માંડલીમાં જ (સાથે રાખીને) નો જે પરિપુંગરૂવાપરે છે, તો તે સહકતે ક્ષણે જ વિરામો ગુપ્તિનો વિરાધક મળિો કહેવાયો છે.
ગાથાર્થ :
વ્રતોમાં અનુપસ્થાપિત અને અકૃતવિધાનવાળા શૈક્ષને માંડલીમાં જ સાથે રાખીને જે વાપરે છે, તે તક્ષણ જ ગુપ્તિનો વિરાધક કહેવાયો છે. ટીકા :
अनुपस्थापितं शिष्यकं व्रतेषु अकृतविधानं च-अकृतायामाम्लादिसमाचारं च मण्डल्यामेव यः परिभुङ्क्ते, सहसा तत्क्षणमेव स गुप्तिविराधको भणित: अर्हद्भिरिति गाथार्थः ॥६७६॥ * “માથામાસ્નાવિલમા 'માં મારિ પદથી પ્રજ્ઞાપનાદિનું ગ્રહણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org