________________
વતરથાપનાવતુક (‘ગોરાતન' દ્વાર (પેટા દ્વારા “અભિગત-પરીક્ષા (ગાથા ૬૬
ગાથાર્થ : - જો સ્વયં સમૃગ પરિહાર કરે, અથવા પોતાની સાથે આવેલ સંઘાટકને “આ અયુક્ત છે,” એમ પ્રેરણા કરે, તો તે શૈક્ષ ઉપસ્થાપનાને યોગ્ય થાય છે, અને ઉપસ્થાપનાની આગળમાં કહેવાશે એ વિધિ છે.
ટીકાઃ
यदि परिहरति सम्यक् स्वतः चोदयति वा घाटिकं-द्वितीयं 'अयुक्तमेतद्'इत्येवं, तदा योग्यो भवत्युपस्थापनायाः, इतरथा भजना, तस्याश्च उपस्थापनाया विधिरयं भवति वक्ष्यमाणलक्षण इति गाथार्थः ॥६६६॥
ટીકાર્ય :
ગીતાર્થ પરીક્ષા કરે ત્યારે શૈક્ષ જો સ્વયં સમ્યક પરિહાર કરે, અથવા ઘાટિકને=દ્વિતીયને–પોતાને સાથે આવેલ તે ગીતાર્થ સાધુને, “આ અયુક્ત છે,’ એ પ્રમાણે પ્રેરણા કરે, ત્યારે ઉપસ્થાપનાને યોગ્ય થાય છે; અન્યથા પોતે સમ્યગું પરિહાર ન કરે અથવા વિપરીત આચરણા કરતા તે સંઘાટક સાધુને પ્રેરે નહિ તો, ભજના છે=ઉપસ્થાપના કરવામાં વિકલ્પ છે; અને તેની ઉપસ્થાપનાની, વિધિ આ વક્ષ્યમાણ લક્ષણવાળી આગળમાં કહેવાનાર સ્વરૂપવાળી છે.
ભાવાર્થ :
પૂર્વની બે ગાથામાં કહ્યું તે રીતે શૈક્ષની પરીક્ષા કરવા માટે ગીતાર્થ સાધુ સર્વ વિપરીત આચરણાઓ કરે તે વખતે, જો શૈક્ષ પોતે અશુદ્ધ ભૂમિનો પરિહાર કરીને નિર્દોષ ભૂમિમાં મળ વગેરે વોસિરાવે અથવા તો પોતાની સાથે આવેલ સાધુને નિષેધે કે “આ પ્રકારની સદોષ ભૂમિમાં પરઠવવું અયોગ્ય છે,” તો તે શૈક્ષ ઉપસ્થાપના માટે યોગ્ય છે, તેવો નિર્ણય થઈ શકે; કેમ કે સાથે આવેલ સાધુની વિપરીત આચરણા જોવા છતાં શૈક્ષ પોતાને જે પ્રમાણે છે કાયનો બોધ છે, તે પ્રમાણે છકાયના જીવોની સમ્યગુ યતના કરે છે, અને સાથે આવેલ વિપરીત આચરણા કરતા સંઘાટકને પણ સમ્યગૂ યતના કરવા માટે પ્રેરણા કરે છે. આનાથી નક્કી થાય કે આ શૈક્ષ પોતાના થયેલા સૂત્રોના અર્થોના બોધનું ક્રિયાકાળમાં સમ્યમ્ યોજન કરી શકે છે, આથી વ્રતોમાં ઉપસ્થાપના કરવા માટે યોગ્ય છે.
વળી, ઇતરથા ભજના છે. અર્થાત્ સાથે રહેલા સંઘાટકને વિપરીત આચરણ કરતા જોઈને શૈક્ષ પણ સંઘાટકની જેમ જ અશુદ્ધ ભૂમિમાં મળ આદિ પરઠવે, અને સંઘાટકને નિર્દોષ ભૂમિમાં પરઠવવા પ્રેરણા પણ કરે નહિ, તો તેવા શૈક્ષની વ્રતસ્થાપના કરવામાં વિકલ્પ છે. અને તે વિકલ્પ આ રીતે –
વ્રતસ્થાપના માટે વર્તમાનમાં અયોગ્ય હોવા છતાં કાલાંતરે સૂત્રોના અર્થોનો યથાર્થ બોધ કરીને ક્રિયાકાળમાં સમ્યમ્ યોજન કરી શકે, તો તે શૈક્ષ પાછળથી પણ વ્રતસ્થાપનાને યોગ્ય થાય; પરંતુ જે શૈક્ષ યતનાના પરિણામ વગરનો હોય કે બોધ કરવા પ્રત્યે ઉપેક્ષાવાળો હોય, તે શૈક્ષને અયોગ્ય જાણીને વ્રતોમાં સ્થાપના તો ન કરાય, પરંતુ વિધિપૂર્વક તેનો ત્યાગ કરવો જોઈએ. વળી યોગ્ય શૈક્ષની વતસ્થાપના કરવાની વિધિ આગળની ગાથામાં કહેવાશે. ૬૬૬ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org