________________
વ્રતસ્થાપનાવસ્તુક'યથા વાતવ્યાન' દ્વાર/ ગાથા ૬૦
ગાથા :
अहिगय णाउस्सग्गं वामगपासम्मि वयतिगेक्केक्कं ।
पायाहिणं निवेअण गुरुगुण दिस दुविह तिविहा वा ॥६६७॥ અન્વયાર્થ :
દવે અભિગતને=બોધ પામેલા શિષ્યને, Ud=જાણીને ૩ કાયોત્સર્ગને (કરે છે.) વામાપા ડાબા પાસમાં (શિષ્યને સ્થાપીને) વતિને એકેક વ્રતને ત્રણ વાર બોલે છે, ફરી નવકારના પાઠ વડે) પાયાદિvi પ્રદક્ષિણાપૂર્વક નિવેમ-નિવેદન=શિષ્ય ગુરુને નિવેદન કરે છે, ગુરુગુરુગુણો વડે (વધ, એવો ગુરુ આશીર્વાદ આપે છે.) સુવિદ તિવિદ વા=બે પ્રકારે કે ત્રણ પ્રકારે વિ=દિશા હોય છે. ગાથાર્થ : - શિષ્યને બોધ પામેલ જાણીને ગુરુ કાયોત્સર્ગને કરે છે, ત્યારબાદ ડાબી બાજુ શિષ્યને સ્થાપીને એકેક વ્રતને ત્રણ વાર બોલે છે, ફરી નવકાર બોલવા દ્વારા પ્રદક્ષિણાપૂર્વક, શિષ્ય ગુરને નિવેદન કરે છે, “ગુરુગુણો વડે વધ,” એ પ્રકારે ગુરૂ આશીર્વાદ આપે છે. બે પ્રકારની કે ત્રણ પ્રકારની દિશા હોય છે. ટીકાઃ ___ अभिगतं ज्ञात्वा शिष्यं कायोत्सर्ग कुर्वन्ति गुरवः, वामपार्श्वे शिष्यं स्थापयित्वा व्रतं त्रीन् वारानेकैकं पठन्ति, पुनः प्रादक्षिण्यं नमस्कारपाठेन निवेदनं 'युष्माभिरपि महाव्रतान्यारोपितानि इच्छामोऽनुशास्ति' इत्यादिलक्षणं, गुरुगुण इति 'गुरुंगुणैर्वर्द्धस्व' इत्याचार्यवचनं, दिग् द्विविधा त्रिविधा वा भवति साधुसाध्वीभेदेनेति गाथासमासार्थः ॥६६७॥ * “યુધ્ધમપિ''માં “પ' થી એ જણાવવું છે કે મારા વડે તો વ્રતો સ્વીકારાયાં, પરંતુ આપના વડે પણ વ્રતો. આરોપાયાં. ટીકાર્થ:
શિષ્યને અભિગત=બોધવાળો, જાણીને ગુરુ કાયોત્સર્ગને કરે છે, ત્યારપછી શિષ્યને ડાબા પાસામાં સ્થાપીને ગુરુ એક એક વ્રતને ત્રણ વાર બોલે છે, શિષ્ય ફરી નમસ્કારના પાઠ દ્વારા=નવકારમંત્ર બોલવા દ્વારા, “તમારા વડે પણ મહાવ્રતો આરોપાયાં છે, હું અનુશાસ્તિને ઇચ્છું છું,” ઇત્યાદિ સ્વરૂપવાળું પ્રાદક્ષિણ્ય=પ્રદક્ષિણાપૂર્વકનું, નિવેદન કરે, “ગુરુગુણો વડે વધ,” એ પ્રમાણે આચાર્યનું વચન છે=આચાર્ય શૈક્ષને કહે છે. દિશા સાધુ-સાધ્વીના ભેદથી બે પ્રકારવાળી કે ત્રણ પ્રકારવાળી હોય છે, એ પ્રમાણે ગાથાનો સમાસથી અર્થ છે. ભાવાર્થ :
પરીક્ષા કરવા દ્વારા છ કાયનો, છ વ્રતોનો અને છયે વ્રતોના અતિચારોનો શૈક્ષને યથાર્થ બોધ થયેલ છે એ પ્રમાણે જાણીને, શિષ્યની વ્રતોમાં સ્થાપના કરવા અર્થે ગુરુ કાયોત્સર્ગ કરે. ત્યારપછી પોતાના ડાબા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org