________________
પ્રતિદિનક્રિયાવસ્તક “આવયકાદિ દ્વાર/ ગાથા ૪૫૦-૪૫૮
ટીકાઈ:
આલોચનામાં, તથા વ્યાકરણના પ્રશ્નમાં, તથા પૂજામાં, તથા સ્વાધ્યાયમાં અને કોઈક અપરાધમાં ગુરુને વિનયનું મૂલ જ એવું વંદન કરવું જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
આવશ્યકનિર્યુક્તિની ગાથા ૧૨૦૦માં ગુરુને વંદન કરવાનાં આઠ કારણો બતાવ્યાં છે, જ્યારે પ્રસ્તુત ગ્રંથમાં પાંચ કારણો જ બતાવ્યાં છે, તેનું તાત્પર્ય કાંઈક વિશેષ હોવું જોઈએ, જે બહુશ્રુતો વિચારે.
અહીં વંદન કરવાનાં પાંચ કારણો બતાવ્યાં છે. તેમાં પ્રથમ કારણ એ છે કે સાધુએ વંદન કરીને ગુરુ પાસે આલોચના લેવાની વિધિ છે.
બીજું કારણ એ છે કે શિષ્ય ગુરુ પાસે ભણવા બેઠેલ હોય ત્યારે ગુરુ જે પદાર્થોનું નિરૂપણ કરે છે તેને વ્યાકરણ કહેવાય, અને તે વ્યાકરણની અંદર શિષ્યને કોઈ પ્રશ્ન થાય તો ગુરુને સાધુ ફેટા વંદન કરીને પૂછે.
ત્રીજું કારણ એ છે કે કોઈક પ્રસંગે ગુરુની પૂજા કરવાની હોય, ત્યારે તે પૂજા ગુરુને વંદન કરવાપૂર્વક કરવાની છે.
ચોથું કારણ એ છે કે સ્વાધ્યાય કરવો હોય ત્યારે પણ ગુરુને વંદન કરીને સ્વાધ્યાય કરવા બેસવાની વિધિ છે.
પાંચમું કારણ એ છે કે ક્યારેક અનાભોગથી પોતાના પગનો ગુરુને સ્પર્શ થયો હોય, અથવા તેવો કોઈપણ અન્ય અપરાધ શિષ્યથી થઈ ગયો હોય, ત્યારે પણ શિષ્યએ ગુરુને વંદન કરવું જોઈએ.
વળી વંદનની ક્રિયા આત્મામાં વિનયગુણ પ્રગટાવવાનું મૂળભૂત કારણ છે. તેથી વંદનને વિનયનું મૂલ કહેલ છે. I૪પણી અવતરણિકા :
ગાથા ૪૫૬માં કહ્યું કે સાધુઓ પ્રતિક્રમણમાં ગુરુને શ્રેષ્ઠ વિનય વડે કૃતિકર્મ વંદન કરે છે, માટે પ્રસંગથી પૂર્વગાથામાં વંદનનાં સ્થાનો બતાવ્યાં. હવે વંદન કર્યા પછી સાધુઓ શું કરે છે? તે બતાવે છે – ગાથા :
वंदित्तु तओ पच्छा अद्धावणया जहक्कमेणं तु ।
उभयकरधरियलिंगा ते आलोअंति उवउत्ता ॥४५८॥ અન્વયાર્થ:
વંવિાતો પછ=વંદીને તેનાથી પછીદ્ધીવા =અદ્ધિઅવનત=અડધા નમેલા, સમરથરિયંત્રિક ઉભય કરમાં ધારણ કરેલ લિંગવાળા=બે હાથમાં ધારણ કરેલ રજોહરણવાળા, ૩વત્તા ઉપયુક્ત એવા તે તેઓ-સાધુઓ, ગમે તુ યથાક્રમ વડે જ માત્નો નિ=આલોચન કરે છે. ગાથાર્થ:
વંદન કરીને ત્યારપછી અડધા નમેલા, બે હાથમાં ધારણ કરેલ રજોહરણવાળા, ઉપયુક્ત એવા સાધુઓ યથાક્રમ વડે જ આલોચન કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org