________________
પ્રતિદિનક્રિયાવક આવકાદિ દ્વાર/ ગાથા ૪૫૪-૪૫૫
ટીકાઃ
अधिकृतोत्सर्गसमाप्तौ सत्यां नमस्कारेण-'नमोऽरहंताणं' इत्येतावता अथ अनन्तरं ते साधवः पारयन्ति, चतुर्विंशतिरिति दण्डं पश्चात् पठन्त्युपयुक्ताः सन्त इति गाथार्थः ॥४५४॥ ટીકાઈઃ
અધિકૃત એવા ઉત્સર્ગની સમાપ્તિ થયે છતે તરત “નમો અરિહંતાણં' એટલા નમસ્કાર વડે તેઓ= સાધુઓ, પારે છે=કાયોત્સર્ગને પારે છે, પાછળથી ઉપયુક્ત છતા સાધુઓ ચતુર્વિશતિ દંડનેકલોગસ્સ સૂત્રને, બોલે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
સાંજના પ્રતિક્રમણનો પ્રારંભ સામાયિકસૂત્રથી થાય છે. તેથી પ્રતિક્રમણમાં સૌથી પ્રથમ કરેમિ ભંતે સૂત્ર બોલ્યા પછી ઈચ્છામિ ઠામિ કાઉસગ્ગ, અન્નત્થ, તસ્મઉત્તરી બોલીને સાધુઓ સયણાડસણડગ્નની ગાથા. બોલવા દ્વારા દિવસે લાગેલા દોષોનું કાયોત્સર્ગમાં ચિંતવન કરે છે, અને તે ચિંતવનકાળમાં સાધુઓ પોતાને લાગેલા આખા દિવસના અતિચારોને સંવેગપૂર્વક ચિત્તમાં ધારણ કરી રાખે છે. ત્યારપછી “નમો અરિહંતાણં' બોલવાપૂર્વક કાયોત્સર્ગ પારે છે. ત્યારપછી ઉપયોગપૂર્વક લોગસ્સ સૂત્રનું પઠન કરે છે.
અહીં સુધીની પ્રતિક્રમણની ક્રિયા પ્રસ્તુત ગાથામાં બતાવી. હવે પછી સાધુઓ શું કરે છે? એ આગળની ગાથાઓમાં ગ્રંથકારશ્રી બતાવે છે. ૪૫૪ ગાથા :
संडंसं पडिलेहिअ उवविसिअ तओ णवर मुहपोतिं ।
पडिलेहिउँ पमज्जिय कायं सव्वे वि उवउत्ता ॥४५५॥ અન્વયાર્થ :
સંઉં સંદેશને=પગના સાંધાને, પત્તેિત્રિ=પ્રતિલેખીને વિસિ=બેસીને તમો ત્યારપછી સત્રે વિ વત્તા સર્વ પણ ઉપયુક્ત એવા સાધુઓ મુહપત્તિ પત્નિદિ મુહપત્તિને પ્રતિલેખીને (અને) થે પકન્નિય કાયાને પ્રમાર્જીને, * ઇવર પાદપૂર્તિમાં છે. ગાથાર્થ
પગના સાંધાને પ્રત્યુપક્ષીને, બેસીને, ત્યારપછી સર્વ પણ ઉપયુક્ત એવા સાધુઓ મુહપત્તિને પ્રત્યુપેશીને અને કાયાને પ્રમાજીને. ટીકાઃ ___ संदंशं प्रत्युपेक्ष्य-प्रमृज्योपविश्य ततस्तु नवरं मुहपोत्ति मुखवस्त्रिका प्रत्युपेक्ष्य प्रमृज्य च कायं सर्वेऽप्युपयुक्ताः सन्त इति गाथार्थः ॥४५५॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org