________________
૬૮
પ્રતિદિનક્રિચાવતુક/ “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૪પર-૪૫૩ વળી, સાધુઓ ચારિત્રના પરિણામથી ચારિત્રની શુદ્ધિ માટે અતિચારોનું ચિંતવન કરે છે, એ કથનનો આશય એ છે કે સાધુનો ચારિત્રનો પરિણામ ઉચિત પ્રવૃત્તિ કરવાના અધ્યવસાયરૂપ હોય છે, માટે સાધુઓનું અતિચારોનું ચિંતવન પણ અત્યંત ઉચિત પ્રવૃત્તિરૂપ બને છે. માટે તેના ચારિત્રના પરિણામથી કરાતું અતિચારોનું ચિંતવન ચારિત્રને નિર્મળ કરનાર બને છે; અને જે સાધુઓમાં ચારિત્રનો પરિણામ વર્તતો નથી, તેઓ પાપની શુદ્ધિ માટે અતિચારોનું ચિંતવન કરે તોપણ તેઓનું ચિંતવન યથાતથા હોવાથી અનુચિત પ્રવૃત્તિરૂપ બને છે. તેથી અતિચારોના ચિંતવનથી પણ તેઓનું ચારિત્ર નિર્મળ થતું નથી. - જ્યારે સંવેગના પરિણામવાળા મુનિઓ ચારિત્રના પરિણામપૂર્વક અતિચારોનું ચિંતવન કરીને ચારિત્ર નિર્મલ કરી શકે છે. આથી તેઓનું કરાયેલું ચિંતવન અતિચારો પ્રત્યે તીવ્ર જુગુપ્સા પ્રગટાવે છે, જેથી નિર્મલ બનેલ ચારિત્ર ફરી તેવા અતિચારો થતા અટકાવે છે. આ રીતે અતિચારોનું ચિંતવન કર્યા પછી સાધુ ચિત્તમાં દોષોને ધારણ કરી રાખે છે, અને ત્યારબાદ તેઓ શું કરે છે? તે આગળની ગાથામાં ગ્રંથકાર સ્વયં બતાવવાના છે. ૪૫રા અવતરણિકા:
ગાથા ૪૫૦-૪૫૧માં બતાવ્યું તેમ ગુર અને અન્ય સાધુઓ કાયોત્સર્ગમાં દેવસિડી ચેષ્ટાનું ચિંતવન કરીને તે ચેષ્ટામાં થયેલા અતિચારોને ચિત્તમાં ધારણ કરી રાખે છે. ત્યારપછી સાધુઓ શું કરે છે? તે બતાવે છે –
ગાથા :
नमुक्कार चउव्वीसग कितिकम्माऽऽलोअणं पडिक्कमणं ।
किइकम्म दुरालोइअदुपडिक्कंते य उस्सग्गं ॥४५३॥ सूयागाहा ॥ અન્વયાર્થ :
નમુa=નમસ્કાર, ડીસાચતુર્વિશતિસ્તવ, વિરતિમ=કૃતિકર્મ=વાંદણાં,માનો=આલોચન, ફિદHi=પ્રતિક્રમણ, (ત્યારપછી)
જિસ્મ-કૃતિકર્મ વાંદણાં, દુરાત્નોફલુરક્ષ ય=અને દુરાલોચિતદુષ્પતિક્રાંતવિષયક ૩wાં કાયોત્સર્ગ ગાથાર્થ :
નવકાર, ચતુર્વિશતિસ્તવ, વાંદણાં, આલોચના, પ્રતિક્રમણ, ત્યારબાદ વાંદણાં અને દુરાલોચિતદુપ્રતિક્રાંતવિષયક કાયોત્સર્ગ. ટીકા :
नमस्कारग्रहणात् 'नमोऽरहताणं 'ति भणंति, चतुर्विंशतिग्रहणाल्लोकस्योद्योतकरं पठन्ति, कृतिकर्मग्रहणाद्वन्दनं कुर्वन्ति, आलोचनग्रहणादालोचयन्ति, प्रतिक्रमणग्रहणात्प्रतिक्रामन्ति, तदनु कृतिकर्म कुर्वन्ति, दुरालोचितदुष्प्रतिक्रान्तविषयं कायोत्सर्गं च कुर्वन्ति (इति) सूचागाथासमासार्थः ॥४५३॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org