________________
પર
પ્રતિદિનક્રિયાવસ્તક “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૪૦-૪૪૧
અવતરણિકા:
સાધુ ચોથી પોરિસી પ્રાપ્ત થાય ત્યારે પડિલેહણ કરીને તરત સ્વાધ્યાય કરવા બેસે, એમ પૂર્વગાથામાં બતાવ્યું. હવે ચોથી પોરિસીનો ચોથો ભાગ બાકી હોય, ત્યારે સાધુ શું કરે? તે બતાવે છે –
ગાથા :
चउभागवसेसाए चरिमाए पडिकमित्तु कालस्स ।
उच्चारे पासवणे ठाणे चउवीसयं पेहे ॥४४०॥ અન્વયાર્થ :
a૩મા વસેલા મા–ચતુર્ભાગના અવશેષવાળી ચરિમા હોતે છતે ત્રિજ્ઞ ડિમg=કાલનું પ્રતિક્રમણ કરીને ઉચ્ચારે પાસપો=ઉચ્ચારવિષયક-પ્રશ્રવણવિષયક વડવીર્થ aroો ચોવીસ સ્થાનોનું = પ્રત્યુપેક્ષણ કરે છે. ગાથાર્થ
ચરમ પોરિસીનો ચોથો ભાગ બાકી રહે છતે કાળનું પ્રતિક્રમણ કરીને સાધુ મળ અને મૂત્રના વિષયવાળા ચોવીસ સ્થાનોનું પ્રક્ષણ કરે છે. ટીકા?
चतुर्भागावशेषायां चरिमायां कालवेलायामित्यर्थः प्रतिक्रम्य कालस्य, किमित्याह - उच्चारे प्रश्रवण इति उच्चारप्रश्रवणविषयाणि स्थानानि स्थण्डिलाख्यानि चतुर्विंशति प्रेक्षतेति गाथार्थः ॥४४०॥ ટીકાર્ય :
ચોથા ભાગના અવશેષવાળી ચરિમ કાળવેળા હોતે છતે કાલનું પ્રતિક્રમણ કરીને, શું? એથી કહે છે – ઉચ્ચાર અને પ્રશ્રવણના વિષયવાળા સ્પંડિલ નામના ચોવીશ સ્થાનોને પ્રેક્ષણ કરે છે=મળ અને મૂત્ર પરઠવવા માટેની શુદ્ધ ભૂમિસ્વરૂ૫ ચોવીશ સ્થાનોને જુએ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
ચોથી પોરિસીનો ચોથો ભાગ બાકી હોય ત્યારે સાધુઓ કાળનું પ્રતિક્રમણ કરે છે, અને ત્યારપછી રાત્રે મળ કે મૂત્રની શંકા થાય તો તે પાઠવવા માટે શુદ્ધભૂમિની તપાસ કરવારૂપ શુદ્ધભૂમિનાં જે ૨૪ સ્થાનો છે, તે સર્વેનું અવલોકન કરે છે. ૪૪૦ અવતરણિકા :
कथमित्याह - અવતરણિકાર્ય :
ચોવીસ સ્થાનોને કેવી રીતે જુએ છે? એથી કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org