________________
પ્રતિદિનકથાવસ્તક “સ્પંડિલ' દ્વારગાથા ૪૩૮-૪૩૯
પર
અને ડાઘ હોય તો તેને સાફ કરવા માટે મુહપત્તિ અને કાયાનું પડિલેહણ કર્યા પછી સાધુ પ્રથમ ચોલપટ્ટાનું પડિલેહણ કરે છે, અને ત્યારબાદ માત્રક સુકાયું છે કે ભીનું છે? તે જાણવા માટે અને ભીનું હોય તો સૂકવી શકાય તે માટે માત્રકનું પડિલેહણ કરે છે. અને ત્યારપછી પાત્રક પલેવવું એવો જીતાચાર હોવાથી સાધુ માત્રક પછી પાત્રકનું પડિલેહણ કરે છે. I૪૩૮ ગાથા :
जस्स जया पडिलेहा होइ कया सो तया पढइ साहू ।
परिअट्टेइ अ पयओ करेइ वा अण्णवावारं ॥४३९॥ અન્યથાર્થ :
ન ગયા જે સાધુની જ્યારે પત્નિા વા દો પડિલેહણા કરાયેલી થાય છે, તયા–ત્યારે તો સાદૂ-તે સાધુ પદકું ભણે છે પગ =અથવા પ્રયત=પ્રયત્નશીલ સાધુ, પત્રિ (સૂત્રાર્થનું) પરાવર્તન કરે છે માણવાવાર વા=અથવા અન્ય વ્યાપારને વરેડું કરે છે. ગાથાર્થ :
જે સાધુની જ્યારે પડિલેહણા કરાયેલી થાય છે, ત્યારે તે સાધુ ભણે છે અથવા પ્રયત્નશીલ સાધુ સૂત્રાર્થનું પરાવર્તન કરે છે અથવા સાધુ સંબંધી અન્ય વ્યાપારને કરે છે. ટીકા?
यस्य साधोः यदा प्रतिलेखना भवति कृता स तदा पठति साधुः, सूत्रधनत्वात्, परावर्त्तयति वा प्रयतो यत्नपरः, करोति वाऽन्यव्यापारं साधुसम्बन्धिनमेवेति गाथार्थः ॥४३९॥ ટીકાઈ:
જે સાધુની જ્યારે પ્રતિલેખના કરાયેલી થાય છે, ત્યારે તે સાધુ ભણે છેઃનવાં સૂત્ર ભણે છે, કેમ કે સૂત્રરૂપ ધનપણું છે=સૂત્રએ સાધુનું ધન છે, અથવા પ્રયતયત્નમાં પરયત્નમાં તત્પર એવા સાધુ, પરાવર્તન કરે છે–પૂર્વમાં પોતે ભણેલા સૂત્રનું પરાવર્તન કરે છે, અથવા સાધુના સંબંધવાળા જ અન્ય વ્યાપારને કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
ચોથી પોરિસી પ્રાપ્ત થાય ત્યારે સર્વ સાધુઓ પડિલેહણાનો પ્રારંભ કરે, અને જે સાધુની જ્યારે પડિલેહણા પૂરી થાય, ત્યારે તે સાધુ પ્રમાદ કર્યા વગર ભણવા માટે બેસી જાય, અથવા પૂર્વમાં ગોખેલાં સૂત્રોનું પરાવર્તન કરવાની જરૂર હોય તો યત્નપૂર્વક પરાવર્તન કરે; કેમ કે સાધુનું ધન સૂત્રનું અધ્યયન છે.
અહીં “પ્રતઃ' એમ કહેવાનું તાત્પર્ય એ છે કે, પરાવર્તનકાળમાં સાધુ ખાલી સૂત્રોને ગોખતા કે બોલતા નથી, પરંતુ બોધ અનુસાર સૂત્રોનું અર્થ સાથે યોજન કરે છે અને તે સૂત્રોના અર્થોથી આત્માને ભાવિત કરે છે, અથવા તો સંયમવૃદ્ધિને અનુકૂળ વૈયાવચ્ચાદિ સાધુ સંબંધી અન્ય કોઈ ઉચિત કાર્ય કરે છે. ૪૩લા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org