________________
e
પ્રતિદિનચાવતુક “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૩૩-૪૩૪ અને તે રીતે–ત્રણ પ્રકારના સ્ત્રી અને નપુંસકો અપવાદની ચિંતામાં ચિંતનીય છે તે રીતે, કહે છે – ત્યાં પણ–ત્રણ પ્રકારના સ્ત્રી અને નપુંસકોના આપાતવાળા સ્પંડિલમાં પણ, અશૌચવાદીઓમાં અશૌચવાદીઓના આપાતવાળા સ્પંડિલમાં, જવું.
યતનાને કહે છે – વળી ત્યાં=અશૌચવાદી સ્ત્રી અને નપુંસકોના આપાતવાળા અંડિલમાં સંજ્ઞા વોસિરાવવા માટે જવામાં, શબ્દકરણના પૂર્વવાળું જ આકુલ ગમન=સંરંભ ગમન, અર્થાત્ અવાજ કરવાપૂર્વક જ જલદી જવું, અને પૂર્વની જેમ કુરકુચા=જેમ સ્ત્રી અને નપુંસકોના આલોકવાળા સ્પંડિલમાં કરવાનું છે તેમ પ્રચુર દ્રવથી પગનું પ્રક્ષાલન અને શુદ્ધિ કરવી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
કોઈક સ્થાનમાં તિર્યંચ સ્ત્રી, તિર્યંચ પુરુષ કે તિર્યંચ નપુંસકોના આપાતવાળી ભૂમિ પણ ન મળે તો સાધુ મનુષ્ય સ્ત્રી કે મનુષ્ય નપુંસકોના આપાતવાળી ભૂમિમાં જાય. વળી મનુષ્ય સ્ત્રી અને નપુંસકો પણ દંડિક-કૌટુંબિક-પ્રાકૃતિક એમ ત્રણ-ત્રણ પ્રકારના છે, અને તે ત્રણ-ત્રણ પ્રકારના સ્ત્રી અને નપુંસકો પણ શૌચવાદી અને અશૌચવાદી એમ બે-બે પ્રકારના છે. તેમાંથી સાધુ અશૌચવાદી સ્ત્રી અને નપુંસકોના આપાતવાળી ભૂમિમાં મળત્યાગ કરવા માટે જાય, પરંતુ ત્યાં જતી વખતે અવાજ કરતાં કરતાં જયાં સ્ત્રી અને નપુંસકો બેઠા હોય તેનાથી અન્ય દિશામાં ઉતાવળે ચાલ્યા જાય, જેના કારણે ત્યાં બેઠેલ સ્ત્રી કે નપુંસકોને કોઈ પુરુષ આવી રહ્યો છે, એવો ખ્યાલ આવવાથી અકસ્માત ક્ષોભ ન થાય. વળી સંજ્ઞા વોસિરાવ્યા બાદ સાધુ ઘણા પાણીથી પગ ધોવે અને મળથી ખરડાયેલ અપાનને શુદ્ધ કરે, જેથી ત્યાં બેઠેલ સ્ત્રી કે નપુંસકોને જુગુપ્સા ન થાય. ll૪૩૩ અવતરણિકા:
प्रतिद्वारगाथायां व्याख्यातं स्थण्डिलद्वारम्, साम्प्रतमावश्यकाद्याह - અવતરણિકાર્ય : :
પ્રતિદ્વારગાથા ૩૯૯-૪00માં અંડિલ દ્વારા વ્યાખ્યાન કરાયું. હવે આવશ્યકાદિને કહે છે – ભાવાર્થ:
મૂળદ્વારગાથા ૨૩૦માં બતાવેલ નવમા સ્પંડિલ દ્વારનો ગાથા ૩૯૯થી પ્રારંભ થયો, જેની સમાપ્તિ ગાથા ૪૪૪માં થવાની છે, છતાં પ્રતિદ્વારગાથા ૩૯૯-૪૦૦માં બતાવેલ પ્રથમ સ્થડિલના દશા પ્રકારોનું વર્ણન ગાથા ૪૩૩માં પુરું થયું. આથી પ્રતિદ્વારગાથા સંબંધી ઈંડિલ દ્વારનું વ્યાખ્યાન થઈ ગયું. હવે આવશ્યકાદિને કહે છે, જે સ્પંડિલ દ્વાર અંતર્ગત જ હોવા છતાં મૂળદ્વારગાથા ૨૩૦ના દશમા આવશ્યકાદિ દ્વાર સાથે સંબંધિત વસ્તુને જણાવવા સ્વરૂપ છે.
ગાથા :
सण्णाए आगओ चरमपोरिसिं जाणिऊण ओगाढं । पडिलेहेइ अपत्तं नाऊण करेइ सज्झायं ॥४३४॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org