________________
પ્રતિદિનક્રિયાવતુક “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૨૧-૪૩૨
૪૫
અન્વયાર્થ:
તે પરં તેનાથી પછીeગૃહસ્થોના આલોકવાળા સ્પંડિલના અભાવમાં, મરોગવાળા પુરસાઈ= અશૌચવાદી પુરુષોના માવાયં આપાતવાળા અંડિલને વિષે વચ્ચે જાય, ત્યારપછી)સ્થિનપુંસાનો–સ્ત્રીનપુંસકોના આલોકવાળા સ્પંડિલને વિષે (જાય), પરમુદો પરાક્ષુખ (બેસે,) ગુરુકુમ સા કુરકુચા તે જ છે=પૂર્વગાથામાં કહેવાઈ તે જ છે. ગાથાર્થ
ગૃહસ્થોના આલોકવાળી ભૂમિના અભાવમાં સાધુ અશૌચવાદી પુરષોના આપાતવાળી ભૂમિમાં જાય, ત્યારપછી સ્ત્રી-નપુંસકોના આલોકવાળી ભૂમિમાં જાય, પરાક્ષુખ બેસે. કુરકુરા પૂર્વગાથામાં કહેવાઈ તે જ છે. ટીકાઃ
तेन परमिति तत ऊर्ध्वं तदभाव इत्यर्थः, पुरुषाणामशौचवादिनां व्रजेदापातवत् स्थण्डिलमिति, तदनु स्त्रीनपुंसकालोकवत्, तत्र चेयं यतना-पराङ्मुख उपविशेत्, तथा कुरुकुचा सैव पूर्वोक्तेति गाथार्थः
ટીકાર્ય :
તેનાથી પર=તેનાથી ઊર્ધ્વ=તેના અભાવમાંeગૃહસ્થોના આલોકવાળા સ્પંડિલના અભાવમાં, અશૌચવાદી પુરુષોના આપાતવાળા અંડિલને વિષે જાય, ત્યારપછી સ્ત્રી-નપુંસકોના આલોકવાળા ચંડિલને વિષે જાય અને ત્યાં=સ્ત્રી-નપુંસકોના આલોકવાળા સ્પંડિલને વિષે જવામાં, આ યતના છે- પરાઠુખ બેસે અર્થાત્ સ્ત્રી કે નપુંસક પોતાના તરફ જે દિશામાંથી જોતા હોય તેનાથી વિપરીત દિશામાં મુખ રાખીને સાધુ મળત્યાગ કરવા બેસે, અને કુરકુચા પૂર્વમાં કહેવાઈ તે જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
સંજ્ઞા વોસિરાવવા માટે સાધુને મનોજ્ઞસંવિગ્ન સાધુના આપાતવાળી ભૂમિમાં જ પ્રથમ જવાનું છે, છતાં તેવી ભૂમિ ન મળે તો અમનોજ્ઞસંવિગ્ન સાધુના કે અસંવિગ્ન સાધુના આપાતવાળી ભૂમિમાં જાય, અને તેવી ભૂમિ પણ ન મળે તો સાધુ ગૃહસ્થોના આલોકવાળી ભૂમિમાં જાય, અને જો ગૃહસ્થોના આલોકવાળી ભૂમિ પણ ન મળે તો, અશૌચવાદી પુરુષોના આપાતવાળી ભૂમિમાં જાય અને અશૌચવાદી પુરુષોના આપાતવાળી ભૂમિ પણ ન મળે તો સ્ત્રી કે નપુંસકોના આલોકવાળી ભૂમિમાં જાય, પરંતુ ત્યાં સ્ત્રી કે નપુંસક જયાંથી દેખાતાં હોય, તેનાથી અન્ય દિશામાં મુખ રાખીને સંજ્ઞા વોસિરાવે અને કુરકુચા પણ પૂર્વગાથામાં કહી એવી રીતે ઘણા પાણીથી કરે, જેથી કોઈ સ્ત્રી કે નપુંસક સાધુને જોતાં હોય, તોપણ તેઓને ધર્મ પ્રત્યે વૈષ કે અભાવ ન થાય. l૪૩૧
ગાથા :
तेण परं आवायं पुरिसेयर सेत्थियाण तिरिआणं । तत्थ वि अ परिहरिज्जा दुगुंछिए दित्तचित्ते अ ॥४३२॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org