________________
પ્રતિદિનક્રિયાવસ્તુક / “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૨૮-૪૨૯ अधो गर्तादर्यादिस्थोपलब्धये, तिर्यक्षु यद्विश्राम्यदादिसंदर्शनार्थमिति, ततः तदनन्तरमसत्सु सागारिकेषु प्रमार्जयेत् पादौ, ततः अवग्रहमनुज्ञाप्य प्रमार्जयेत् स्थण्डिलं विधिना-संदंशकप्रमाजनादिनेति गाथार्थः II૪૨૮ ટીકાર્ય :
અંડિલની સમીપમાં જ શુદ્ધભૂમિની નજીકમાં જ, ઊર્ધ્વ, અધો, તિર્યમ્ અવલોકનને કરીને ત્યારપછી સાગારિકો=ગૃહસ્થો, નહીં હોતે છતે પાદ=સાધુ બે પગને, પ્રમાર્શે. ત્યારપછી અવગ્રહને અનુજ્ઞાપન કરીને જેનો અવગ્રહ હોય તે અનુજ્ઞા આપો' એ પ્રમાણે અવગ્રહની અનુજ્ઞા માંગીને, સંડાસાનું પ્રમાર્જન વગેરે વિધિથી સ્પંડિલને શુદ્ધ ભૂમિને, પ્રમાર્જી.
હવે ઊર્ધ્વ-અધો-તિર્યફ અવલોકન કરવાનું કારણ બતાવે છે –
વૃક્ષ પર રહેલા, પર્વત પર રહેલા વગેરેના દર્શન અર્થે ઊર્ધ્વ અવલોકન કરે, ખાડો અને દર આદિમાં રહેલાની ઉપલબ્ધિ માટે અધઃ અવલોકન કરે, જે વિશ્રામ કરતા વગેરેને જોવા માટે તિર્યફમાં અવલોકન કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
સાધુ મળ વોસિરાવવા માટે બેસવા યોગ્ય ભૂમિમાં વૃક્ષ કે પર્વત પર રહેલ કોઈ જીવ પોતાને જોતા નથી ને ! તે જોવા માટે ઉપર અવલોકન કરે.
ખાડા, દર, બિલ વગેરેમાં જીવો છે નહીં ને? તે જોવા માટે સાધુ નીચે અવલોકન કરે.
આજુબાજુમાં કોઈ માણસ આરામ કરવા માટે આવીને વૃક્ષાદિની નીચે વિશ્રામ કરતો બેઠેલો નથી ને! વગેરે જોવા માટે સાધુ તિથ્થુ અવલોકન કરે.
આ રીતે ઊર્ધ્વ-અધો-તિર્યમ્ અવલોકન કર્યા પછી ગૃહસ્થો ન દેખાય તો સાધુ તે ભૂમિમાં પોતાના બંને પગનું પ્રમાર્જન કરે, ત્યારપછી તે વૃક્ષના કે તે જમીનના વ્યંતરાદિ પાસે અવગ્રહની યાચના કરીને પગના સાંધાનું પ્રમાર્જન વગેરે વિધિપૂર્વક શુદ્ધ ભૂમિનું પ્રમાર્જન કરે અને તે નિર્દોષ-નિર્જીવ ભૂમિમાં મળનું વિસર્જન કરે. II૪૨૮ અવતરણિકા:
ततश्च संज्ञां व्युत्सृजति, तत्र चाऽयं विधिः - અવતરણિતાર્થ
અને ત્યારપછી પૂર્વગાથામાં કહ્યું એ રીતે સ્થડિલને પ્રમાર્યા પછી, સાધુ સંજ્ઞાને વોસિરાવે છે, અને ત્યાં=સંજ્ઞા વોસિરાવવામાં, આ=પ્રસ્તુત ગાથામાં દર્શાવે છે એ, વિધિ છે –
ગાથા :
उवगरणं वामे ऊरुगंमि मत्तं च दाहिणे हत्थे । तत्थऽण्णत्थ व पुंछे तिहिँ आयमणं अदूरंमि ॥४२९॥( दारं)॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org