________________
૩૪
પ્રતિદિનક્રિયાવસ્તુક‘ચંડિલ' દ્વાર | ગાથા ૪૨૩-૪૨૪ તેઓ બ્રાહ્મણો, હસે છે. આગળથી આવેલા=સાધુની આગળ આવેલા બ્રાહ્મણો, વંદન કરે છે અને ધર્મને પૂછે છે. જો ધારે તો મરે અર્થાત્ સાધુ તે વખતે મળત્યાગની આગાઢ શંકા ધારણ કરી રાખે તો મરે, વચમાં વોસિરાવે તો શાસનનો ઉડાહ થાય.
વડસર્વ ... માથાર્થ અથવા ચતુર્થરસિક=છાશની આશ, પરિમિત લઈ જવાયું, અથવા જે તે યતના છે, તેને ન કરે. વચ્ચે અત્યંડિલમાં=અશુદ્ધ ભૂમિમાં, વોસિરાવે, આ ભાવાસન્ન છે. તે કારણથી દોષ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
અંડિલ એટલે જીવોથી રહિત એવી શુદ્ધ ભૂમિ. અને આસન્ન એવું અંડિલ બે પ્રકારનું છેઃ (૧) દ્રવ્યાસન્ન અને (૨) ભાવાસન્ન.
તેમાં ભવન, દેવકુલાદિની નજીકમાં જે શુદ્ધ ભૂમિ હોય તેને દ્રવ્યાસન્ન કહેવાય. અને દ્રવ્યાસન્ન થંડિલમાં સાધુ મળવિસર્જન કરે તો સાધુને આત્મવિરાધના અને સંયમવિરાધના એ દોષો થાય છે; કેમ કે સાધુને પોતાના ભવનાદિની નજીકમાં મળવિસર્જન માટે બેઠેલા જોઈને તે ભવનાદિના માલિક તે સાધુ પર ગુસ્સે થાય અને મારે તો સાધુની આત્મવિરાધના થાય; તેમ જ તે ભવનાદિના માલિકે તે સાધુને જોયા ન હોય તોપણ પાછળથી ત્યાં મળ પડેલો જોઈને પોતાના માણસ પાસે તે સ્થાન સાફ કરાવે તો તેમાં જે જીવવિરાધના થાય એમાં સાધુ નિમિત્તકારણ બને, માટે ત્યાં મળવિસર્જન કરનાર સાધુની સંયમવિરાધના થાય. માટે આવા દ્રવ્યાસન્ન અંડિલમાં સાધુએ મળવિસર્જન કરવું જોઈએ નહીં.
વળી સાધુને તીવ્ર મળત્યાગની શંકા ન થાય ત્યાં સુધી સ્વાધ્યાયમાં રત રહે, તેથી મળત્યાગનો વેગ અતિપ્રબળ બને તેને ભાવાસન્ન કહેવાય. અને ભાવાસન્ન થાય ત્યારે મળત્યાગ માટે જવાથી સાધુને આત્મોપઘાત, પ્રવચનોપઘાત અને સંયમોપઘાત એ ત્રણ દોષો થાય છે; કેમ કે સાધુને મળત્યાગ માટે ઉતાવળથી જતા જોઈને સાધુઓ પ્રત્યે દ્વેષવાળા બ્રાહ્મણો ઉતાવળથી જતા તે સાધુ પાસે આવીને ધર્મની પૃચ્છા કરે, જેથી તે સાધુ જલદી જઈ શકે નહીં, અને તે વખતે તે સાધુ મળના વેગને ધારણ કરે તો તેઓનું મૃત્યુ પણ થાય, જેથી આત્માનો ઉપઘાત થાય. વળી અતિશય વેગને કારણે સાધુ અર્ધપથમાં જ મળત્યાગ કરે તો જિનશાસનનો ઉડ્ડાહ થાય, જેથી પ્રવચનનો ઉપઘાત થાય. વળી અતિશય વેગને કારણે શુદ્ધ ભૂમિને જોયા વગર કે પ્રમાર્જન કર્યા વગર સાધુ મળત્યાગ કરે તો તે સાધુના સંયમનો ઉપઘાત થાય. આથી સાધુએ ભાવાસન્ન થતા પૂર્વે જ અર્થાત્ ભાવથી મળત્યાગના વેગથી નજીક થતા પહેલાં જ, મળત્યાગ માટે જવું જોઈએ. I૪૨૩ અવતરણિકા:
बिलवज्जियमाह - અવતરણિકાર્ચઃ
બિલવર્જિત’ (અને ત્રસપ્રાણબીરહિત) ચંડિલને કહે છે –
ભાવાર્થ :
ગાથા ૩૯૯-૪00માં બતાવેલ પ્રથમ ઈંડિલનાં ૧૦ વિશેષણોમાંથી પૂર્વગાથામાં આઠમા વિશેષણનું સ્વરૂપ બતાવ્યું. હવે નવમા અને દશમા વિશેષણનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org