________________
૨૬૮
પ્રતિદિનક્રિયાવસ્તુ/મારિ' થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર / ઉપસંહાર / ગાથા ૬૦૮-૬૦૯ ઉપાસ્ય એવા દેવને વીતરાગ-સર્વજ્ઞ માનીને તેઓની ભક્તિ કરે તો તે સુદેવના ઉપાસક બને છે. ક્વચિત ઇંદ્રજાલિક ઇંદ્રજાળના બળથી સમવસરણાદિ બતાવે, તે રૂપ બાહ્ય લિંગો દ્વારા તે ઇંદ્રજાલિકમાં તે ઉપાસકને સુદેવનો ભ્રમ થાય, તોપણ તેનો પરિણામ શુદ્ધ હોવાથી તે આરાધક છે.
વળી કોઈ સાધુમાં સંયમની બાહ્ય આચરણા શાસ્ત્રાનુસારી દેખાતી હોય, તો તે રૂપ બાહ્ય લિંગ દ્વારા કોઈ સાધક તે સાધુમાં સુસાધુનો નિર્ણય કરીને તેમને ગુરુ તરીકે સ્વીકારે, તો તેનો પરિણામ શુદ્ધ હોવાથી તે આરાધક છે. ક્વચિત્ તે સાધકને ચારિત્રની બાહ્ય આચરણા શુદ્ધ હોવા છતાં અંગારમદકાચાર્ય જેવા કુગુરુની પ્રાપ્તિ થાય તો પણ તેનો પરિણામ શુદ્ધ હોવાથી તેને કોઈ દોષ થતો નથી.
વળી ધર્મના વિષયમાં કોઈ આરાધક નિપુણબુદ્ધિપૂર્વક કષ-છેદ-તાપશુદ્ધિથી શુદ્ધ એવા સુધર્મને જાણવા યત્ન કરતો હોય, છતાં કોઈક સ્થાને તેને સુધર્મનો નિર્ણય ન થાય, તોપણ તેનો પરિણામ શુદ્ધ હોવાથી શુદ્ધ ધર્મની પરીક્ષા કરનાર આરાધક વડે સેવાયેલો ધર્મ કલ્યાણનું કારણ બને છે.
જેમ દિગંબરમતમાં રહેલો કોઈ આરાધક કષ-છેદ-તાપશુદ્ધિથી પોતાના ધર્મની પરીક્ષા કરે, અને તેને પોતે સ્વીકારેલો ધર્મ સુધર્મ છે તેવો નિર્ણય થયો હોય અને તે આરાધક કદાગ્રહી ન હોય, તો તેને તે ધર્મના સેવનથી પણ સદ્ધર્મના સેવનનું ફળ મળે છે. પરંતુ જેઓ દેવ-ગુરુ-ધર્મના વિષયમાં લિંગો દ્વારા સુ-કુના વિષયવિભાગને જાણવા માટે નિપુણ મતિથી યત્ન કરતા નથી, તેઓ જિનની ઉપાસના કરતા હોય, સુગુરુની
ભક્તિ કરતા હોય અને જિનધર્મનાં અનુષ્ઠાનો કરતા હોય, તોપણ તત્ત્વ-અતત્ત્વના વિષયના વિભાગમાં જિજ્ઞાસા નહી હોવાથી તેઓનો પરિણામ શુદ્ધ નથી. I૬૦૮ અવતરણિકાઃ
उपसंहरनाह - અવતરણિકાર્યઃ
ગાથા પ૭૦માં બતાવેલ સ્વાધ્યાયવિષયક સૂત્રદાનના વિચારના દરેક દ્વારનું ક્રમસર અત્યાર સુધી વિસ્તારથી વર્ણન કર્યું, એથી પૂર્વગાથામાં સૂત્રદાનની વિચારણા સમાપ્ત થઈ. અને ગાથા ૨૩૦માં બીજી વસ્તુરૂપ પ્રતિદિનક્રિયાનાં બતાવેલ દશ દ્વારોમાંથી દશમું દ્વાર આવશ્યકાદિરૂપ હતું, તેમાં મારિ પદથી કાલગ્રહણાદિનું ગ્રહણ છે, અને કાલગ્રહણાદિમાં મારિ પદથી સ્વાધ્યાયાદિનું ગ્રહણ છે, અને સ્વાધ્યાયાદિમાં મારિ પદથી સૂત્રદાનના વિચારનું ગ્રહણ છે, તે સૂત્રદાનના વિચારનું વર્ણન ગાથા ૬૦૮માં પુરું થયું. આથી હવે પ્રતિદિનક્રિયા નામની બીજી વસ્તુનો ઉપસંહાર કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા :
एसा पइदिणकिरिआ समणाणं वनिआ समासेणं ।
अहुणा वएसु ठवणं अहाविहिं कित्तइस्सामि ॥६०९॥ અન્વયાર્થ:
=આનંગાથા ૨૨૯ થી અત્યાર સુધી કહી એ, સમUTwi=શ્રમણોની પલિજિરિમા=પ્રતિદિનક્રિયા સમાસેvi=સમાસથી=સંક્ષેપથી, વન્નિા =વર્ણવાઈ. મgUIT=હવે વાણુ વઘi=વ્રતોમાં સ્થાપનાને મહાવિર્દિ યથાવિધિ ફિસ્સામ=હું કીર્તન કરીશ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org