________________
૨૬૦
પ્રતિદિનક્રિયાવસ્તુક/વિ'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર / ગાથા ૬૦૦-૬૦૦
આ રીતે અવિચારક જીવો અસક્ઝહરૂપ ઉત્કટ મિથ્યાત્વને કારણે શાસ્ત્રવચનથી નિરપેક્ષ થઈને સ્વમતિ પ્રમાણે અતીન્દ્રિય એવા મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે, જ્યારે અસગ્રહરૂપ ઉત્કટદોષ વગરના જીવો આગમને પરતંત્ર થઈને મોક્ષમાર્ગના ઉપાયમાં પ્રવૃત્તિ કરે છે; કેમ કે ઉત્કટદોષ વગરના જીવો જાણતા હોય કે સ્વમતિકલ્પનારૂપ ઉન્માર્ગની પ્રવૃત્તિ અને આગમપારતંત્રરૂપ માર્ગાનુસારી પ્રવૃત્તિ એ બંનેમાં સરખાપણું નથી; આથી શાસ્ત્રવચનાનુસાર કરાયેલી ઉચિત પ્રવૃત્તિ તત્ત્વ છે અને તે પ્રવૃત્તિ મોક્ષનો હેતુ છે, તેમ જ સ્વમતિ અનુસાર કરાયેલી પ્રવૃત્તિ અતત્ત્વ છે અને તે પ્રવૃત્તિ સંસારનો હેતુ છે. ૬૦૭
ગાથા :
देवयजइमाईसु वि एसो एमेव होइ दट्ठव्वो ।
विसयाविसयविभागा बुहेहि मइनिउणदिट्ठीए ॥६०८॥ અન્વયાર્થ:
બુદિંબુધો વડે ફેવગિફમા વિ-દેવતા, યતિ આદિમાં પણ સો=આ=પરિણામ, પ્રમેવ આ રીતે જ=ગાથા ૬૦૪થી ૬૦૭ સુધી બતાવ્યો એ રીતે જ, વિસાવવમા=વિષય અને અવિષયના વિભાગથી મન પવિઠ્ઠી =મતિનિપુણદષ્ટિ દ્વારા હૃથ્વો દ્રષ્ટવ્ય રોટ્ટ થાય છે. ગાથાર્થ: - બુધ પુરષો વડે દેવતા, ચતિ આદિમાં પણ પરિણામ ગાથા ૬૦૪થી ૬૦૦માં બતાવ્યો એ રીતે જ, વિષય અને અવિષયના વિભાગથી મતિનિપુણદષ્ટિ દ્વારા દ્રષ્ટવ્ય થાય છે. ટીકા'
देवतायत्यादिष्वप्येषः परिणाम एवमेव भवति द्रष्टव्यः विषयाविषयविभागात् लिङ्गशुद्ध्या વધેતિનિપુણ ચેતિ પથાર્થ: ૦૮ ટીકાઈ:
દેવતા, યતિ આદિમાં પણ આ=પરિણામ, આ રીતે જ=ગાથા ૬૦૪થી ૬૦૭માં દર્શાવ્યો એ રીતે જ, વિષય અને અવિષયના વિભાગથી લિંગની શુદ્ધિ વડે મતિનિપુણદૃષ્ટિ દ્વારા બુધો વડે=બુદ્ધિશાળી પુરુષો વડે, દિષ્ટવ્ય થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
ગાથા ૬૦૪થી ૬૦૭માં બતાવ્યું એ રીતે જ દેવતાના વિષયમાં, પતિના વિષયમાં અને મારિ પદથી ધર્મના વિષયમાં લિંગની શુદ્ધિથી કોઈ બુધ પુરુષ મતિની નિપુણ દૃષ્ટિથી વિષય-અવિષયનો વિભાગ કરે તો તે બુધ પુરુષનો પરિણામ શુદ્ધ છે.
આશય એ છે કે જેમ અંગારમદકાચાર્યના શિષ્યોએ આગમને પરતંત્ર થઈને, બાહ્ય લિંગોથી સુગુરુનો નિર્ણય કરીને તેઓ પાસે શાસ્ત્રાધ્યયન કર્યું, તો પરિણામની શુદ્ધિ હોવાને કારણે તેઓ શ્રુતસંપદાને પામ્યા; તેમ છદ્મસ્થ જીવ આ સુદેવ છે અને આ કુદેવ છે, આ સુસાધુ છે અને આ કુસાધુ છે, આ સુધર્મ છે અને આ કુધર્મ છે, તેનો નિર્ણય બાહ્ય લિંગની શુદ્ધિથી કરી શકે છે. તેથી કોઈ બુદ્ધિમાન પુરુષ લિંગની શુદ્ધિથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org