________________
પ્રતિદિનક્રિયાવક'મા'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર / ગાથા ૬૦૬
૨૫
અન્વયાર્થ :
aફ્લેવ વવાઝોડુ વળી ઉપલમાં કંચનગતની જેમ=પથ્થરમાં સુવર્ણવિષયક વિકલ્પની જેમ, મોદી મોહને કારણે વિનિમિ=સ્વવિકલ્પથી નિર્મિત સુવો શુદ્ધ એવો નો વિસયન= જે અવિષયગામી (પરિણામ) છે, સન્ત તષિ=ત્યાં પરલોકના માર્ગમાં, સમસુદ્ધો=અશુદ્ધ બfrો= કહેવાયો છે. ગાથાર્થ :
વળી ઉપલમાં સુવર્ણવિષયક વિકલ્પની જેમ મોહને કારણે સ્વવિકલ્પથી નિર્મિત શુદ્ધ એવો જે અવિષયગામી પરિણામ છે, તે પરલોકના માર્ગમાં અશુદ્ધ કહેવાયો છે. ટીકા? ___ यः पुनरविषयगामी परिणामो मोहात् स्वविकल्पनिम्मितः शुद्धो न वस्तुस्थित्या, उपल इव काञ्चनगतः धत्तूरकादिदोषात्, स तत्राऽशुद्धो भणितः तत्त्वज्ञैरिति गाथार्थः ॥६०६॥ ટીકાર્યઃ
વળી મોહને કારણે જે અવિષયગામી પરિણામ સ્વવિકલ્પથી નિર્મિત શુદ્ધ છે, વસ્તુસ્થિતિથી=પરમાર્થથી, નથી શુદ્ધ નથી.
ધતૂરકાદિના દોષને કારણે=ધતૂરો વગેરે ખાવાથી થયેલી વિકૃતિને કારણે, જેમ ઉપલમાં કાંચનગત= પથ્થરમાં સુવર્ણ વિષયક વિકલ્પ, પરમાર્થથી શુદ્ધ નથી.
અહીં પ્રશ્ન થાય કે અવિષયગામી પરિણામ વસ્તુસ્થિતિથી કેવો છે? તે બતાવે છે –
તે=અવિષયગામી પરિણામે, ત્યાં પરલોકના માર્ગમાં, તત્ત્વજ્ઞો વડે અશુદ્ધ કહેવાયો છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
જે સાધુઓ સર્વજ્ઞવચનને પ્રમાણભૂત કરીને અતીન્દ્રિય પદાર્થો જાણવા માટે યત્ન કરતા નથી, અને સ્વમતિમાં ઉચિત જણાતા પરિણામને શુદ્ધ માને છે, તેઓમાં મોહનો પરિણામ વર્તે છે; કેમ કે છબસ્થ જીવ અતીંદ્રિય પદાર્થોમાં સર્વજ્ઞના વચન અનુસાર પ્રવૃત્તિ કરે તો સન્માર્ગમાં પ્રવૃત્તિ થઈ શકે. આથી મોહને કારણે જેને સ્વમતિમાં ઊઠતો પરિણામ શુદ્ધ લાગે, તેનો પરિણામ વાસ્તવિક રીતે અવિષયગામી .
જે રીતે ધતૂરાદિ પદાર્થો ખાવાને કારણે કોઈ વ્યક્તિના માનસમાં વિકૃતિ વર્તતી હોય, તો તેને પથ્થરનો ટુકડો પણ સુવર્ણ લાગે, છતાં તે પથ્થર સુવર્ણ બની જતો નથી; તે રીતે જેઓની મતિ નિર્મળ નથી, તેઓને મોહોદયને કારણે અતીન્દ્રિય માર્ગમાં સ્વપ્રજ્ઞા મુજબ ચાલવાનો પરિણામ હોય છે, જે અવિષયગામી એવો પરિણામ તત્ત્વ જાણનારાઓએ અતીન્દ્રિય માર્ગમાં અશુદ્ધ કહ્યો છે. ૬૦૬ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org