________________
૨૪
પ્રતિદિનક્રિયાવસ્તુક/માદ્રિ'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા ૬૦૫-૦૬
ભાવાર્થ :
છદ્મસ્થ જીવ વિષયગત પરમાર્થને સંપૂર્ણ રીતે જાણી શકતો નથી, કેમ કે બાહ્ય લિંગો દ્વારા વિષયગત પરમાર્થનો નિર્ણય કરીને ચેષ્ટા કરે, તોપણ છદ્મસ્થ જીવની ચેષ્ટામાં વ્યભિચાર પ્રાપ્ત થાય છે. જેમ કે અંગારમર્દિકાચાર્યના શિષ્યોએ આત્મકલ્યાણ માટે શ્રુતાધ્યયનના ઉપાયભૂત વિષયમાં સૂત્રગ્રહણરૂપ પ્રવૃત્તિ કરી, તોપણ તે શિષ્યો છદ્મસ્થ હોવાથી શ્રુતાધ્યયનના ઉપાયભૂત વિષયમાં રહેલ યથાર્થપણું સર્વથા જાણી શક્યા નહિ. આથી તેઓની શાસ્ત્રાનુસારી પણ શ્રુતાધ્યયનની ક્રિયા કુગુરુરૂપ અવિષયમાં પ્રાપ્ત થઈ. માટે શિષ્યો દ્વારા કરાયેલ ચેષ્ટામાં સૂત્રગ્રહણના ઉપાયભૂત શુદ્ધ ગુરુરૂપ અંગ વ્યભિચારી પ્રાપ્ત થયો.
અહીં પ્રશ્ન થાય કે છદ્મસ્થ વિષયગત માથાભ્યને સર્વથા જાણી શકતો નથી, તો તે આત્મકલ્યાણ કઈ રીતે સાધે? તેથી કહે છે કે જે જીવ આસ્તિક હોય, અર્થાત્ સર્વજ્ઞના વચનને એકાંતે હિતરૂપે સ્વીકારતો હોય, અને તેથી જ આગમને પરતંત્ર થઈને પ્રવૃત્તિ કરતો હોય, તે જીવની પ્રવૃત્તિ શ્રેય છે; કેમ કે તેનામાં રહેલ આગમપારતંત્ર્યરૂપ માર્ગાનુસારીભાવ આત્મહિતનું કારણ છે.
આનાથી એ ફલિત થયું કે ભગવાનના વચનની પૂર્ણ શ્રદ્ધાવાળો જીવ અપ્રમત્તતાથી આગમને પરતંત્ર રહીને ઉચિત પ્રવૃત્તિ કરતો હોય, અને ક્વચિત્ તેની પ્રવૃત્તિ કોઈક સ્થાનમાં યથાર્થ બોધના અભાવને કારણે વિપરીત થાય, તોપણ પરિણામની શુદ્ધિ હોવાને કારણે તેને નિર્જરારૂપ ફળ મળે છે. જેમ કે અંગારમદકાચાર્યના શિષ્યો આગમના પાતંત્ર્યથી શ્રાધ્યયન કરતા હતા, પરંતુ શ્રતગ્રહણની ક્રિયાના અંગભૂત સુગુરુને સ્થાને તેઓને કુગુરુ પ્રાપ્ત થયા, તોપણ તે શિષ્યોનો આગમના પારકંટ્યરૂપ માર્ગાનુસારી પરિણામ શ્રેયભૂત હતો.
“છબસ્થ વિષયગત પરમાર્થને સર્વથા જાણતો નથી”, એ કથન દ્વારા ગ્રંથકારને એ જણાવવું છે કે બાહ્ય લિંગો દ્વારા કંઈક અંશે વિષયગત યથાર્થપણું છદ્મસ્થ જાણી શકે છે, તોપણ સર્વ અંશથી જાણી શકતો નથી. આથી બાહ્ય લિંગો દ્વારા સુગુરુનું અનુમાન કરનાર જીવને પ્રાયઃ કરીને સુગુરુની પ્રાપ્તિ થાય પણ છે, છતાં કવચિત્ પરિપૂર્ણ બાહ્ય લિંગો હોવા છતાં અંગારમઈકાચાર્ય જેવા કુગુરુની પ્રાપ્તિ પણ થાય છે. ૬૦પા. અવતરણિકા:
व्यतिरेकमाह - અવતરણિતાર્થ :
વ્યતિરેકને કહે છે – ભાવાર્થ :
ગાથા ૬૦૪માં પરલોકના માર્ગમાં શુદ્ધ એવો પરિણામ કરવાની વિધિ બતાવી, અને ગાથા ૬૦૫માં તે વાતની પુષ્ટિ કરી. તેથી એ ફલિત થયું કે આગમને પરતંત્ર થઈને પ્રવૃત્તિ કરતા સાધુનો પરિણામ રાગાદિથી અબાધિત છતો વિષયમાં સંપ્રવૃત્ત હોય તો શુદ્ધ છે, એ રૂપ અન્વયને બતાવીને સાધુનો પરિણામ અવિષયગામી હોય તો શુદ્ધ નથી, એ રૂ૫ વ્યતિરેકને બતાવે છે –
ગાથા :
जो पुण अविसयगामी मोहा सविअप्पनिम्मिओ सुद्धो । उवले व कंचणगओ सो तम्मि असुद्धओ भणिओ ॥६०६॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org