________________
૨૫૬
પ્રતિદિનક્રિયાવસ્તુકા'મા'થી પ્રાપ્ત “સુત્રદાનવિચાર' દ્વાર/ ગાથા ૬૦૦-૬૦૧ આચરણામાં સુદઢ યત્ન કરતા હોય, તે સાધુ અવશ્ય ચારિત્રના પરિણામવાળા હોય છે; અને છદ્મસ્થ જીવ દુષ્કર એવા બાહ્ય ચારિત્રના વિશુદ્ધ પાલન દ્વારા ગુરમાં ચારિત્રના પરિણામનું અનુમાન કરી શકે છે; કેમ કે ચારિત્રના પરિણામ વગર ભગવાને બતાવેલ છે તે રીતે બાહ્ય ચારિત્રની આચરણાઓમાં યત્ન પ્રાયઃ થઈ શકતો નથી.
આમ છતાં, ક્યારેક અભવ્ય, દુર્ભવ્ય કે આલોક-પરલોકના ભોગના અર્થી જીવો પણ વિશુદ્ધ બાહ્ય ચારિત્રમાં પ્રવૃત્તિ કરતા હોય છે. તેથી બાહ્ય વિશુદ્ધ આચરણાથી કરાયેલ અનુમાનમાં ક્વચિત્ વ્યભિચારની પ્રાપ્તિ પણ થઈ જાય. આથી શિષ્યએ શું કરવું જોઈએ ? તેને સામે રાખીને ગ્રંથકાર કહે છે –
ભગવાનની આજ્ઞા છે કે “બાહ્ય ચારિત્રવાળા ગુરુમાં ચારિત્રના પરિણામનું અનુમાન કરીને તેઓની સાથે સુગુરુ તરીકેનો વ્યવહાર કરવો જોઈએ.” આથી કોઈક ગુરુમાં ચારિત્રની બાહ્ય આચરણા વિશુદ્ધ હોવા છતાં ચારિત્રના પરિણામનો અભાવ હોય, તોપણ તેઓને સુગુરુ માનીને તેઓની પાસે સૂત્રગ્રહણ કરવામાં છબસ્થ શિષ્યને કોઈ દોષ નથી; કેમ કે શિષ્યએ ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું છે. ૬૦૦ અવતરણિકા :
તથા વાદ - અવતરણિકાW:
અને તે રીતે કહે છે અર્થાતુ જે રીતે છવસ્થ શિષ્યને દોષ નથી, તે રીતે કહે છે – ભાવાર્થ:
પૂર્વગાથામાં કહ્યું કે ગુરમાં બાહ્ય ચારિત્ર વિશુદ્ધ હોતે છતે ભગવાનની આજ્ઞા હોવાથી આંતર ચારિત્રના અભાવમાં પણ તેવા ગુરુ પાસે સૂત્ર ગ્રહણ કરવામાં છદ્મસ્થ શિષ્યને દોષ નથી, તે રીતે કહે છે –
ગાથા :
सीसस्स हवइ एत्थं परिणामविसुद्धिओ गुणो चेव ।
सविसयओ एसो च्चिअ सत्थो सव्वत्थ भणियमिणं ॥६०१॥ અન્વયાર્થ :
પā=અહીં=આંતર ચારિત્રનો અભાવ હોવા છતાં પણ બાહ્ય ચારિત્રથી યુક્ત ગુરુ પાસે સૂત્ર ગ્રહણ કરવામાં, સીસ શિષ્યને પરિVામવિવિ=પરિણામની વિશુદ્ધિથી મુuો વેવ દેવ-ગુણ જ થાય છે. (શિષ્યને ગુણ જ કેમ થાય છે? તેથી કહે છે –) સવિનયમોસ્વવિષયક=શિષ્યવિષયક, લો ટ્વિ= આ જ=આદુષ્ટ આલંબનવાળો પરિણામ જ, સવ્વસ્થ સર્વત્ર સંસ્થા શસ્ત છે=શોભન છે, રૂi=આ=આગળમાં કહેવાશે એ, પયંક(ભગવાન વડે) કહેવાયું છે. ગાથાર્થ :
આંતર ચારિત્રનો અભાવ હોવા છતાં પણ બાહ્ય ચારિત્રથી યુક્ત ગુરુ પાસે સૂત્ર ગ્રહણ કરવામાં શિષ્યને પરિણામની વિશુદ્ધિથી ગુણ જ થાય છે. શિષ્યને ગુણ જ કેમ થાય છે ? તેથી કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org