________________
પ્રતિદિનક્રિયાવસ્તક “સ્થડિલ’ હાર/ ગાથા ૪૦૩-૦૪
જે કારણથી ૪ વડે ભગાયેલા ૨૦, ૩૦ જ થાય છે. તે રૂ૦ વડે તેનાથી=૪ થી, ઉપરમાં જે ૭ છે, તે ગુણાય છે. અને તેઓ વડે=૩૦ વડે, ગુણાયેલ તે=૭; ૨૨૦ થાય છે.
પુનાથ ... શ મવતઃ અને વળી અધસ્યની અનંતર એવો પંચક છે–નીચેની રાશિના બની આગળ જ છે. તેના વડે તે જ વડે, ૨૨૦ ભગાય છે, અને ત્યાં તે ૨૨૦ને ભાગવામાં, ૪૨ પ્રાપ્ત થાય છે, જે કારણથી છે વડે ર૦ ભગાયે છતે ૪ર જ થાય છે. અને તેઓ વડે તે કર વડે, તેની ધની, ઉપરમાં જે ૬ છે, તે ગુણાય છે. અને તેઓ વડેઃ૪ર વડે, ગુણાયેલ તે ૬; રર થાય છે.
(૧) ૧ ની સંખ્યાને ૧૦ થી ગુણતાં ૧૦ ભાંગા થાય. (૨) ૨ ની સંખ્યાથી ૧૦ સંખ્યાને ભાગીને તેનાથી ૯ ને ગુણતાં ૪૫ થાય. (૩) ૩ ની સંખ્યાથી ૪૫ સંખ્યાને ભાગીને તેનાથી ૮ ને ગુણતાં ૧૨૦ થાય. (૪) ૪ ની સંખ્યાથી ૧૨૦ સંખ્યાને ભાગીને તેનાથી ૭ ને ગુણતાં ૨૧૦ થાય. (૫) ૫ ની સંખ્યાથી ૨૧૦ સંખ્યાને ભાગીને તેનાથી ૬ ને ગુણતાં ૨પર થાય.
રૂત્યેવં ... ગાથાર્થ આ પ્રમાણે સર્વત્ર ભાવના કરવી જોઈએ. અર્થાતુ નીચેની પંક્તિમાં રહેલ ૧-૨-૩-૪-૫ આંકડા સુધી ભાંગાની સંખ્યા ગણી, એ પ્રમાણે આગળ ૬-૭-૮-૯-૧૦ સુધી બધે ઠેકાણે ભાંગાની સંખ્યા ગણવી જોઈએ, એ પ્રકારે ગાથાનો અર્થ છે.
(૬) ૬ ની સંખ્યાથી ર૫ર સંખ્યાને ભાગીને તેનાથી ૫ ને ગુણતાં ૨૧૦ થાય. (૭) ૭ ની સંખ્યાથી ૨૧૦ સંખ્યાને ભાગીને તેનાથી ૪ ને ગુણતાં ૧૨૦ થાય. (૮) ૮ ની સંખ્યાથી ૧૨૦ સંખ્યાને ભાગીને તેનાથી ૩ ને ગુણતાં ૪૫ થાય. (૯) ૯ ની સંખ્યાથી ૪પ સંખ્યાને ભાગીને તેનાથી ૨ ને ગુણતાં ૧૦ થાય.
(૧૦) ૧૦ ની સંખ્યાથી ૧૦ સંખ્યાને ભાગીને તેનાથી ૧ ને ગુણતાં ૧ થાય. ભાવાર્થ :
ગાથા ૪૦રમાં શુદ્ધ ભૂમિના ૧૦ ભેદોના ૧૦૨૪ ભાંગા કરવાની એક પદ્ધતિ બતાવી, અને ૧૦૨૪ ભાંગા કરવાની બીજી પદ્ધતિ પ્રસ્તુત ગાથામાં બતાવેલ છે. આ પ્રસ્તુત ગાથામાં બતાવેલ બીજી પદ્ધતિથી ભાંગાની સંખ્યા ગણવામાં આવે તો શુદ્ધ ભાંગાને છોડીને ૧૦૨૩ ભાંગા પ્રાપ્ત થાય, અને તેમાં એક શુદ્ધ ભાંગો મેળવતાં ૧૦૨૪ ભાંગા થાય, જેનું કથન ગ્રંથકારશ્રી ગાથા ૪૦૫માં સ્વયં કરશે. ૪૦૩ અવતરણિકા:
एककद्वयादिसंयोगपरिमाणमाह - અવતરણિકાઈ:
એક, દ્વિ આદિ સાથે સંયોગોના પરિમાણને કહે છે=એક-બે વગેરેથી માંડીને દશ સુધીના સંયોગો દ્વારા પ્રાપ્ત થતા ભાંગાઓની સંખ્યાના પરિમાણને કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org