________________
પ્રતિદિનક્રિયાવસ્તુક | મરિ'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર | ગાથા ૫૦૦
૨૨૦ ટીકા :
યોગ્ય શિષ્યોને ઉત્ક્રમથી નહીં, કાલપ્રાપ્ત એવું સૂત્ર આપવું જોઈએ, અન્યથા નહીં અયોગ્ય શિષ્યોને સૂત્ર આપવું જોઈએ નહીં, એ પ્રકારે આ અહીં સૂત્રદાનમાં, વિધિ છે.
આજ્ઞાને આશ્રયીને સમ્યગું એવું ઉપધાનાદિથી વિશુદ્ધ એવું સૂત્ર આપવું જોઈએ. ઉપધાન એટલે તપ, “મરિ' શબ્દથી “પથાનારિ''માં ‘વિ' શબ્દથી, ઉદ્દેશાદિ ગ્રહણ કરવા. કોણે સૂત્ર આપવું જોઈએ? તે બતાવે છે –
શુદ્ધ અઅલિત શીલવાળા, ગુરુએ પણ યોગ્ય શિષ્યોને સૂત્ર આપવું જોઈએ, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાનો સમાસથી અર્થ છે. ભાવાર્થ:
પૂર્વમાં સ્વાધ્યાય કરવાથી સાધુને થતા સાત લાભો બતાવ્યા. તે સ્વાધ્યાય કરવા માટે સૂત્રનું દાન આવશ્યક છે. તેથી સૂત્રદાનની ઉચિત વિધિ બતાવવા કહે છે કે સૂત્રદાનમાં આ વિધિ છે –
સૂત્ર યોગ્ય શિષ્યોને આપવું પરંતુ અયોગ્ય શિષ્યોને નહિ, વળી, સૂત્ર કાલપ્રાપ્ત આપવું પરંતુ કાલના ઉત્કમથી નહિ, વળી સૂત્ર અખ્ખલિત શીલવાળા ગુરુએ આપવું પરંતુ અન્યએ નહિ, અને અમ્મલિત શીલવાળા ગુરુએ પણ ભગવાનની આજ્ઞાને આશ્રયીને સમ્યગુ એવું ઉપધાન અને ઉદ્દેશ આદિથી વિશુદ્ધ સૂત્ર આપવું.
૩ાથાના''માં ‘મર' પદથી ઉદેશ, સમુદેશ અને અનુજ્ઞાનું ગ્રહણ છે. તેથી એ પ્રાપ્ત થાય કે આગમમાં અપેક્ષિત એવું તપ શિષ્યને કરાવ્યા પછી ગુરુ શિષ્યને પ્રથમ તે આગમના સૂત્ર અને અર્થ આપે, તે ઉદ્દેશરૂપ છે; તે સૂત્ર અને અર્થ શિષ્ય સ્થિર કરી લે, ત્યારબાદ ગુરુ તે સૂત્ર અને અર્થનો સ્થિર પરિચય કરવાનું શિષ્યને કહે તે સમુદેશરૂપ છે; અને શિષ્ય સૂત્ર અને અર્થનો સ્થિર પરિચય કરી લે, ત્યારે ગુરુ શિષ્યને તે સૂત્ર અને અર્થ અન્યને ભણાવવાની અનુજ્ઞા આપે તે અનુજ્ઞારૂપ છે. વળી જે સાધુએ તે તે સૂત્રને ઉચિત તપ ન કર્યો હોય અથવા તપ કર્યો હોય તોપણ સૂત્ર કંઠસ્થ ન કર્યા હોય અને અર્થ સમ્યગુ અવધારણ ન કર્યા હોય, અથવા સૂત્રો કંઠસ્થ કર્યા હોય અને અર્થો સમ્યગુ અવધારણ કર્યા હોય તોપણ તે સૂત્ર અને અર્થને સ્થિર પરિચિત ન કર્યા હોય, તેવા સાધુને તે સૂત્રો અને અર્થો અન્યને ભણાવવાની અનુજ્ઞા આપવામાં આવે તો તે ગુરુએ તે સાધુને કરેલ સૂત્રદાન ઉપધાનાદિથી વિશુદ્ધ બને નહીં. વિશેષાર્થ:
સૂત્રદાન કરવા માટે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિવાળા સાધુ યોગ્ય છે; કેમ કે તેઓ સમિતિ અને ગુપ્તિવાળા હોવાને કારણે શાસ્ત્રના પરમાર્થને જાણવા માટે શક્તિના પ્રકર્ષથી દઢ ઉદ્યમ કરી શકે છે. વળી આવા સાધુને પણ તે તે આગમને ઉચિત સંયમપર્યાય થયા પછી તે તે આગમ ભણાવવાનો શાસ્ત્રમાં અધિકાર અપાયો છે. તેથી સંયમપર્યાયને આશ્રયીને સૂત્રના તે તે ક્રમને છોડીને ઉત્ક્રમથી સૂત્ર આપવામાં આવે તો ભગવાનની આજ્ઞાનો લોપ થાય. આથી તે તે સૂત્ર ભણવા માટે ઉચિત સંયમપર્યાયવાળા શિષ્ય પ્રાપ્ત થાય ત્યારે ગુરુએ તે શિષ્યને આચારાંગાદિ સૂત્રો વિધિપૂર્વક ભણાવવાં જોઈએ. વળી શિષ્યને સૂત્ર આપતાં પૂર્વે ગુરુ સૂત્રને ઉચિત ઉપધાનાદિ શિષ્ય પાસે કરાવે છે, જેથી તે શિષ્યને તે તે સૂત્ર ભણવાની અધિકારિતા પ્રાપ્ત થાય. ત્યારપછી ગુરુ શિષ્યને સૂત્રપોરિસીમાં સૂત્ર આપે છે, અને અર્થપોરિસીમાં તે સૂત્રના અર્થ આપે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org