________________
૨૧૬
પ્રતિદિનક્રિયાવસ્તુકાર'થી પ્રાપ્ત “સ્વાધ્યાય' દ્વાર/ ગાથા પ૫૮-૫૫૯ નાઇ=જ્ઞાનથી નન્નતે જણાય છે. ચરિત્તનુત્તો ના ચારિત્રથી યુક્ત એવા જ્ઞાની માવેvi ભાવથી સંવરો સોફ સંવર થાય છે. ગાથાર્થ :
જે ભાવો જ્યાં ઉપયોગી છે જિન વડે કહેવાયેલા તે સર્વ ભાવો જ્ઞાનથી જણાય છે, ચારિત્રથી યુક્ત એવા જ્ઞાની ભાવથી સંવર થાય છે. ટીકાઃ
ज्ञानेन सर्वभावा ज्ञायन्ते हितेतररूपा ये यत्रोपयोगिनो जिनाख्याता इति, तत् सम्यग् जानानो ज्ञपरिज्ञया प्रत्याख्यानपरिजया च भावेन संवरो भवति स एवेति गाथार्थः ॥५५९॥ द्वारम् ॥ ટીકાર્ય
જે ભાવો જ્યાં ઉપયોગી છે, જિન વડે કહેવાયેલા હિત અને અહિતરૂપ તે સર્વ ભાવો જ્ઞાનથી જણાય છે. તે કારણથી જ્ઞપરિજ્ઞા વડે અને પ્રત્યાખ્યાનપરિજ્ઞા વડે સમ્યગું જાણતો એવો તે જ=આત્મહિતજ્ઞ જીવ જ, ભાવથી સંવર થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
આત્મકલ્યાણનું કારણ શ્રુતજ્ઞાન છે, તે સિવાયની સર્વ પ્રવૃત્તિઓ આત્મા માટે નિરર્થક છે, તેથી શ્રુતજ્ઞાનને ભણીને શ્રુતજ્ઞાન અનુસાર ઉચિત પ્રવૃત્તિઓ કરીને એકમાત્ર આત્મહિત જ સાધવું જોઈએ, આ પ્રકારના સમાધાનવાળું ચિત્ત જેમનું છે, તે સાધુ સમાહિત છે; અને આવા સાધુ વિનયરૂપ હેતુથી વાચનાપૃચ્છનાદિ સ્વાધ્યાયને સેવતા હોય છે અર્થાત્ ગુણવાન ગુરુ પાસેથી ઉચિત વિનયપૂર્વક વાચના ગ્રહણ કરે છે, પદાર્થ ન સમજાય ત્યાં વિવેકપૂર્વક ગુરુને પૃચ્છા કરે છે, પદાર્થનો યથાર્થ નિર્ણય થાય ત્યારે પરાવર્તન કરીને તે ગ્રહણ કરેલ પદાર્થને સ્થિર કરે છે, અને સ્થિર થયેલા પદાર્થના બોધને ક્રિયાકાળમાં અનુપ્રેક્ષાપૂર્વક અર્થના સ્મરણથી યોજે છે.
આ રીતે વિનયપૂર્વક સ્વાધ્યાયને સેવતા સાધુ, પાંચ ઇન્દ્રિયોના સંવરવાળા અને ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત થાય છે, તેમ જ ક્રિયાઓમાં એકાગ્રમનવાળા થાય છે અર્થાત્ સંયમની જે જે ક્રિયાઓ કરે છે, તે તે ક્રિયાના સૂત્ર-અર્થમાં એકાગ્રતાપૂર્વક માનસયત્ન કરે છે, જેથી તેઓમાં સંવેગની વૃદ્ધિ થાય છે. આવા સાધુ શાસ્ત્રો ભણીને જ્યારે ગીતાર્થ બને છે, ત્યારે જિન વડે કહેવાયેલા હિત-અહિતરૂપ જે ભાવો જ્યાં ઉપયોગી છે, તે સર્વ ભાવોને શ્રુતજ્ઞાનથી સમ્ય જાણે છે અર્થાત્ જ્ઞપરિજ્ઞા વડે શાસ્ત્રાધ્યયનથી જાણેલા જે ભાવો આત્માના હિતની પ્રવૃત્તિમાં ઉપયોગી છે, અને જે ભાવો આત્માના અહિતની નિવૃત્તિમાં ઉપયોગી છે, તે ભગવાને કહેલા હિત-અહિતરૂપ સર્વ ભાવોને શ્રુતજ્ઞાનથી યથાર્થ જાણે છે; તેમ જ પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી તે બોધને અનુરૂપ આત્માને હિતકારી ભાવોમાં પ્રવૃત્તિ કરે છે અને આત્માને અહિતકારી ભાવોમાં નિવૃત્તિ કરે છે. આ રીતે જ્ઞાન અને ચારિત્રથી યુક્ત સાધુ ભાવથી સંવરવાળા બને છે.
અહીં સંવર અને સંવરવાનનો અભેદ કરીને સંવરવાળા સાધુને જ “સંવર' કહેલ છે, અને આવા ભાવસંવર સાધુ સ્વાધ્યાયના કારણે બને છે. આથી સ્વાધ્યાયને ભાવસંવર કહેલ છે. //પપ૮/પપલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org