________________
૨૧૪
પ્રતિદિનક્રિયાવસ્તુક'મા'થી પ્રાપ્ત “સ્વાધ્યાય' દ્વાર/ ગાથા પપ૦
અવતરણિકાઃ
एवं व्यतिरेकमभिधायेहैवान्वयमाह - અવતરણિયાર્થ:
આ રીતે પૂર્વગાથામાં બતાવ્યું કે આત્મહિતની પરિણાના અભાવથી જીવને અનર્થો થાય છે એ રીતે, વ્યતિરેકને કહીને, અહીં જ આત્મહિતપરિજ્ઞાના વિષયમાં જ, અન્વયને કહે છે અર્થાત્ આત્મહિતની પરિજ્ઞાથી જીવને પ્રાપ્ત થતા લાભો બતાવે છે – ગાથા :
आयहिअं जाणंतो अहिअनिअत्ती अ हिअपवत्तीए ।
हवइ जओ सो तम्हा आयहि आगमेअव्वं ॥५५७॥ दारं ॥ અન્વયાર્થ:
માાિં નાતો (પરમાર્થથી) આત્મહિતને જાણતો એવો સો=આ= આત્મહિતજ્ઞ, મહિનિકીઅહિતની નિવૃત્તિમાં પિવત્તી =અને હિતની પ્રવૃત્તિમાં ગોયત યત્નવાળો, હવ૬=થાય છે, તહા= તે કારણથી ગાદિદં=આત્મહિતને ગામેગવં જાણવું જોઈએ. ગાથાર્થ :
પરમાર્થથી આત્મહિતને જાણતો એવો આત્મહિતજ્ઞ અહિતની નિવૃત્તિમાં અને હિતની પ્રવૃત્તિમાં ચહ્નવાળો થાય છે, તે કારણથી આત્મહિતને જાણવું જોઈએ. ટીકા? ___ आत्महितं जानानः परमार्थतः अहितनिवृत्तौ च प्राणातिपाताद्यकरणरूपायां हितप्रवृत्तौ च परार्थपरमार्थकरणरूपायां भवति यतोऽसौ आत्महितज्ञः, यस्मादेवं तस्मादात्महितमागन्तव्यं सूत्रतो ज्ञातव्यमिति गाथार्थः આપા દ્વાર છે ટીકાર્ય :
પરમાર્થથી આત્માના હિતને જાણતો એવો આ આત્મહિતજ્ઞ, પ્રાણાતિપાતાદિના અકરણરૂપ અહિતની નિવૃત્તિમાં, અને પરાર્થ-પરમાર્થના કરણરૂપ હિતની પ્રવૃત્તિમાં યત=પ્રયત્નવાળો, થાય છે; જે કારણથી આમ છે, તે કારણથી આત્માના હિતને સૂત્રથી જાણવું જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
સંસારના સ્વરૂપને જાણીને જેઓ સંયમ ગ્રહણ કરે છે કે શ્રાવક ધર્મ સ્વીકારે છે, તેઓ સામાન્યથી આત્મહિતને જાણનારા હોય છે; તોપણ તેઓ સ્વાધ્યાય વગેરેમાં વિશેષ યત્ન ન કરે તો વિશેષ પ્રકારનો બોધ ન થવાથી તેઓ અહિતમાંથી નિવૃત્તિ અને હિતમાં પ્રવૃત્તિ સમ્યગું કરી શકે નહિ, અને શાસ્ત્રો ભણીને નિષ્પન્ન થયેલા જીવો અહિતમાંથી નિવૃત્તિ અને હિતમાં પ્રવૃત્તિ કરી શકે છે. માટે સન્શાસ્ત્રોના અભ્યાસ દ્વારા આત્મહિતને જાણવું જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org