________________
૨૦૮
પ્રતિદિનક્રિયાવસ્તુક| ‘આવાચકાદિ' દ્વાર/ ગાથા ૫૫૩
અવતરણિકા :
किमर्थं बहुवेलां कुर्वन्तीत्यत्राह - અવતરણિકાર્ય :
પૂર્વગાથામાં કહ્યું કે સાધુઓ બહુવેલાને કરે છે. તેથી શંકા થાય કે સાધુઓ બહુવેલાને શા માટે કરે છે? એ પ્રકારની શંકામાં કહે છે –
ગાથા ::
गुरुणाऽणुण्णायाणं सव्वं चिअ कप्पई उ समणाणं ।
किच्चं पि जओ काउं बहुवेलं ते करिति तओ ॥५५३॥ અન્વયાર્થઃ
નોકજે કારણથી ગુરુNTSUUUTયા સમUTi=ગુરુ વડે અનુજ્ઞાત એવા શ્રમણોને સઘં વિમ=સર્વ જ äિ પિકૃત્ય પણ કરવું પત્રકલ્પ છે, તો=કારણથી તે તેઓ સાધુઓ, ચંદુવેનંબહુવેલાને રિતિકકરે છે. * “3” પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ :
જે કારણથી ગુરુ વડે અનુજ્ઞાત સાધુઓને સર્વ જ કૃત્ય પણ કરવું કલ્યું છે, તે કારણથી સાધુઓ બહુવેલાને કરે છે. ટીકા?
आचार्येणाऽनुज्ञातानां सतां सर्वमेव कल्पते कर्तुं श्रमणानां कृत्यमपि स्वाध्यायादि यतः कर्तुं , नान्यथा, बहुवेलां ततः कुर्वन्ति युगपदेव कृत्यसूक्ष्मयोगानुज्ञापनायेति गाथार्थः ॥५५३॥ * “ન્ટિં પિ'માં ‘મપિ'થી એ કહેવું છે કે શ્રમણોને ગુરુની અનુજ્ઞા વિના અકૃત્ય તો કરવું ક૫તું નથી, પરંતુ
ત્ય પણ કરવું કલ્પતું નથી. ટીકાર્ય
જે કારણથી આચાર્યથી અનુજ્ઞાત છતા શ્રમણોને સર્વ જ સ્વાધ્યાયાદિ કૃત્ય પણ કરવું કલ્યું છે, અન્યથા નહીં, તે કારણથી કૃત્યરૂપ સૂક્ષ્મયોગોના અનુજ્ઞાપન માટે શ્રમણો એક સાથે જ બહુવેલાને કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
સાધુઓને સર્વ પણ કૃત્યો ગુરુની અનુજ્ઞા મેળવ્યા પછી જ કરવા કહ્યું છે, આથી જ્યાં સુધી ગુરુની અનુજ્ઞા ન મળી હોય ત્યાં સુધી સાધુઓને સંયમનાં ઉચિત કૃત્ય પણ કરવાં કલ્પતાં નથી. આ પ્રકારના ઉચિત વ્યવહારથી ગુણવાનનું પરતંત્રપણું પ્રાપ્ત થાય છે, માટે રાઈપ્રતિક્રમણ કર્યા પછી સાધુઓ પોતાના સૂક્ષ્મ યોગોની અનુજ્ઞા મેળવવા અર્થે ગુરુ પાસે એક સાથે બહુવેલના આદેશ માંગે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org