________________
૧૯૬
ભાવાર્થ:
વિવેકસંપન્ન જીવોને અનુકંપાપાત્ર જીવો ઉપર ભાવઅનુકંપા હોય છે. તેથી વિવેકી શ્રાવક ભગવાનની પૂજા કરતાં વિચારતા હોય કે “હું એ રીતે ભગવાનની ભક્તિ કરું કે જેને જોઈને અન્ય જીવો પણ જિનશાસન પ્રત્યે રુચિવાળા થઈને, તત્ત્વને પામીને સંસારસાગરથી પાર પામે.” આમ, વિવેકી શ્રાવક પોતાના આત્મકલ્યાણ માટે અને અનુકંપાયોગ્ય જીવો પર અનુકંપા કરવા માટે જિનપૂજા કરતા હોય છે.
વળી, આ પ્રકારની અન્ય જીવો ઉપર ભાવઅનુકંપા કરવા દ્વારા વિવેકસંપન્ન શ્રાવક પુણ્યાનુબંધીપુણ્યનું ઉપાર્જન કરે છે, જે પુણ્ય તે શ્રાવકને પ્રાસંગિક ભોગરૂપ ફળ આપીને મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામે છે. આથી પાત્ર જીવ ઉપર કરાયેલી અનુકંપા જેમ પ્રાસંગિક ભોગ આપવા દ્વારા પરંપરાએ મોક્ષનું કારણ બને છે, તેમ વૈયાવચ્ચ પણ પ્રાસંગિક ભોગ આપવા દ્વારા પરંપરાએ મોક્ષનું કારણ બને છે. જોકે પાત્ર જીવો ઉપ૨ અનુકંપા કરતી વખતે જિનાજ્ઞા અનુસાર અન્ય જીવોને સન્માર્ગની પ્રાપ્તિ કરાવવા દ્વારા પરોપકાર કરવાનો અધ્યવસાય હોય છે; જ્યારે વૈયાવૃત્ત્વમાં તો સુવિહિત સાધુઓની ભક્તિ કરવા દ્વારા તેઓને સાધનામાં સહાયક થવાનો પરિણામ હોય છે, જે ઘણો ઊંચો છે.
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘આવશ્યકાદિ’ દ્વાર / ગાથા ૫૪૩, ૫૪૪-૫૪૫
આમ, બંને ક્રિયામાં અધ્યવસાયનો ભેદ હોવા છતાં ભગવાનના વચન પ્રમાણે કરાયેલ અનુકંપા અને વૈયાવચ્ચ જીવને પ્રાસંગિક ઉત્તમ ભોગો પ્રાપ્ત કરાવીને મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામે છે.
વળી, અનુકંપાદિમાં ‘આવિ' પદથી અકામનિર્જરાદિનું ગ્રહણ કરવાનું છે. તેનાથી એ જણાવવું છે કે કેટલાક જીવો અકામનિર્જરાથી પ્રાસંગિક ભોગો પ્રાપ્ત કરીને મોક્ષ મેળવે છે. દા.ત. મરુદેવી માતાએ કેળના ભવમાં કરેલી અકામનિર્જરાને કારણે મનુષ્યભવમાં ઉત્તમ ભોગોને પામીને મોક્ષને પ્રાપ્ત કર્યો.
વળી, અકામનિર્જરાદિમાં ‘વિ' પદથી કદાગ્રહ વગરના ભદ્રક પ્રકૃતિવાળા જીવો દ્વારા કરાતા અજ્ઞાનતપનું ગ્રહણ કરવાનું છે. દા.ત. તામલી તાપસે ૬૦,૦૦૦ વરસ અજ્ઞાનતપ કર્યું, જેનાથી તેને પ્રાસંગિક ઇન્દ્રપણાના ભોગો મળ્યા અને પછીના ભવમાં મોક્ષરૂપ ફળ મળશે. ૫૪ા
અવતરણિકા:
इहैव भावार्थमाह -
અવતરણિકાર્ય :
અહીં જવૈયાવચ્ચ પ્રાસંગિક ભોગ દ્વારા મોક્ષરૂપ ફળવાળું જ છે, એ વિષયમાં જ, ભાવાર્થને કહે છે –
ગાથા :
सुहतरुछायाइजुओ जह मग्गो होइ कस्सइ पुरस्स ।
एक्को अण्णो णेवं सिवपुरमग्गो वि इअ णेओ ॥५४४॥
અન્વયાર્થ :
નર્દે=જે રીતે ફ્લફ પુસ્ત=કોઈક પુરનો પો મો=એક માર્ગ મુદ્ભુતરુંછાયાનુઓ=શુભતરુની છાયાદિથી યુક્ત હો—હોય, ગળો=અન્ય=બીજો માર્ગ, i=આવા પ્રકારનો પ=ન હોય. Ş=એ રીતે સિવપુરમનો વિ=શિવપુરનો માર્ગ પણ ખેો=જાણવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org