________________
૧૯૪
પ્રતિદિનક્રિયાવસ્તક “આવશચકાદિ દ્વાર/ ગાથા ૫૪૧-૫૪૨
અન્વયાર્થ :
મજ વિ=ભરત વડે પણ પુત્રમ=પૂર્વભવમાં સુવ િસુવિહિતોનું વેકાવવં યંત્રવૈયાવૃત્ય કરાયું હતું, તસ્મ પરિવારોreતેનાતે વૈયાવૃજ્યના, ફળના વિપાકથી સો તે=ભરત, મદિવો રાયા= ભરતાધિપ રાજા=ભરતાર્થના અધિપતિ ચક્રવર્તી, માસિ થયા. મવાસં નિg=ભરતવર્ષનેત્રછ ખંડને, ભોગવીને સત્તાં સાનં મધુરિત્તા=અનુત્તર એવા શ્રમણ્યને આચરીને વિમુક્યો=અષ્ટવિધ કર્મોથી મુક્ત એવા પરિવો=ભરતનરેન્દ્ર સિદ્ધ-સિદ્ધિને કપામ્યા. ગાથાર્થ :
ભરત વડે પણ પૂર્વભવમાં સુવિહિત એવા સાધુઓનું વૈયાવૃન્ચ કરાયું હતું. તે વૈયાવૃત્યના ફળના વિપાકથી ભરત ભરતાર્ધના અધિપતિ ચક્રવર્તી થયા અને છ ખંડને ભોગવીને, અનુત્તર એવા શ્રમણપણાને આચરીને, આઠ પ્રકારનાં કર્મોથી મુક્ત એવા ભરતનરેન્દ્ર સિદ્ધિને પામ્યા. ટીકા : __ भरतेनाऽपि च चक्रवर्तिना पूर्वभवे अन्यजन्मनि वैयावृत्त्यं कृतं सुविहितानां साधूनां, स तस्य वैयावृत्त्यस्य फलविपाकेन-सातावेदनीयोदयेन आसीद् भरताधिपो राजा=चक्रवर्तीति गाथार्थः ॥५४१॥
स च भरत: भुक्त्वा भरतवर्ष षट्खण्डं तदनु श्रामण्यमनुत्तरं प्रधानमनुचरित्वा केवलिविहारेणाष्टविधकर्ममुक्तः सन् चरमकाले भरतनरेन्द्रो महात्मा गतः सिद्धि सर्वोत्तमामिति गाथार्थः ।।५४२॥ ટીકાર્ય :
અને ચક્રવર્તી એવા ભરત વડે પણ પૂર્વભવમાં=અન્ય જન્મમાં, સુવિહિત સાધુઓનું વૈયાવૃત્ય કરાયું હતું. તે વૈયાવૃજ્યના સાતવેદનીયના ઉદયરૂપ ફળના વિપાકથી તે=ભરત, ભરતના અધિપ એવા રાજા=ચક્રવર્તી થયા, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
અને તે ભરત ભરતવર્ષને=છ ખંડને, ભોગવીને, ત્યારપછી કેવલીવિહાર દ્વારા અનુત્તર=પ્રધાન, એવા શ્રમણપણાને આચરીને, આઠ પ્રકારનાં કર્મોથી મુકાયેલા છતા મહાત્મા ભરત નરેન્દ્ર ચરમકાલમાં સર્વથી ઉત્તમ એવી સિદ્ધિને પામ્યા, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
ભરત ચક્રવર્તીએ પૂર્વભવમાં સુવિહિત સાધુઓની વૈયાવચ્ચ કરી હોવાથી તે વૈયાવચ્ચથી બંધાયેલ શાતાવેદનીયના ઉદયથી અંતિમ ભવમાં તેઓ ભરતક્ષેત્રના અધિપતિ ચક્રવર્તી બન્યા, અને તે શાતાવેદનીય પણ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળું હોવાથી છ ખંડને ભોગવ્યા પછી કેવલીવિહાર દ્વારા અર્થાત્ કેવલજ્ઞાની સ્વરૂપે સંયમના પાલનરૂપ વિચરણ દ્વારા, ઉત્તમ એવા શ્રમણ્યને પાળીને આઠેય કર્મોથી મુક્ત થઈને અંતકાળે મોક્ષને પામ્યા. આથી એ ફલિત થયું કે નિરાશસભાવથી વિધિપૂર્વક કરાયેલી સુવિહિત સાધુઓની વૈયાવચ્ચ વિશેષ પ્રકારની શાતાનો અનુભવ કરાવવા દ્વારા મોક્ષરૂપ અંતિમ ફળમાં વિશ્રાંત થાય છે. II૫૪૧/૫૪રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org