________________
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘આવશ્યકાદિ' દ્વાર | ગાથા ૫૪૦, ૫૪૧-૫૪૨
૧૯૩
શું અપકાર થશે ? તેનો નિર્ણય ક૨વો જોઈએ, અર્થાત્ આચાર્યાદિને પોતે જે આહાર લાવી આપે તેનાથી તેમના સ્વાધ્યાય આદિની વૃદ્ધિ થશે અને તેઓ સ્વસ્થ શરીરવાળા થવાથી યોગ્ય જીવોનો ઉપકાર કરશે, તેવા પ્રકારના ઉપકારનો નિર્ણય કરીને આચાર્યાદિની વૈયાવચ્ચ કરવી જોઈએ. વળી પોતે આચાર્યાદિ માટે
આહાર લાવે તે આહારથી તેઓના દેહને ઉપઘાત થાય તેમ હોય તો તેઓના યોગમાર્ગને અનુકૂળ વીર્યનો હ્રાસ થશે અને શ્લેષ્મ આદિનો સંચય થવાથી યોગમાર્ગની પ્રવૃત્તિનો વ્યાધાત થશે, તેવા પ્રકારના અપકારનો નિર્ણય કરીને આચાર્યાદિની વૈયાવચ્ચ કરવી જોઈએ.
વળી વૈયાવચ્ચ કરનારા સાધુએ જેમ આચાર્યાદિના ઉપકાર-અપકારનો વિચાર કરવાનો છે, તેમ પોતાના પણ ઉપકાર-અપકારનો વિચાર કરવો જોઈએ. તે આ રીતે -
-
ગુણવાન એવા આચાર્યાદિની ભક્તિ કરીને તેમના જેવા ગુણો મારા આત્મામાં પ્રગટે એવા અહોભાવથી સાધુ વૈયાવચ્ચ કરે તો પોતાને આચાર્યાદિ જેવા જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિરૂપ ઉપકાર થાય છે, અને વડીલોના આગ્રહથી વૈયાવચ્ચ કરે તો નિર્જરાથી વિપરીત એવા કર્મબંધની પ્રાપ્તિરૂપ અપકાર થાય છે.
અથવા તપને કારણે દેહમાં બળની ક્ષીણતા થયેલ હોવા છતાં સાધુ પોતાની શક્તિનો વિચાર કર્યા વગર ગ્લાનિપૂર્વક વૈયાવચ્ચ કરે તો પોતાને કર્મબંધ થવારૂપ અપકાર થાય છે, અને અગ્લાનભાવથી ગુણવાનની ભક્તિને અનુકૂળ ભાવોલ્લાસપૂર્વક વૈયાવચ્ચ કરે તો પોતાને કર્મની નિર્જરા થવારૂપ ઉપકાર થાય છે.
આમ, બંને પ્રકારના પોતાના ઉપકારનો અને અપકારનો નિર્ણય કરીને સાધુએ આચાર્યાદિની વૈયાવચ્ચ કરવી જોઈએ.
વળી આવી પણ વૈયાવચ્ચ કરતી વખતે સાધુએ કોઈ પ્રકારના ફળની આશંસા રાખવી જોઈએ નહીં કે “હું આમની વૈયાવચ્ચ કરીશ તો આચાર્યાદિ પ્રસંગે મારો ખ્યાલ રાખશે;” પરંતુ ભગવાને જે પ્રકારે અનુષ્ઠાન વિહિત છે તે પ્રકારના વિહિત અનુષ્ઠાનમાં બહુમાનવાળા થઈને શાસ્ત્રવિધિ અનુસાર વૈયાવચ્ચ કરવી જોઈએ, જેથી વૈયાવચ્ચથી નિર્જરા થાય. આ પ્રકારની વૈયાવચ્ચની વિધિ છે. ૫૪૦॥
અવતરણિકા :
अस्यैव गुणमाह
અવતરણિકાર્થઃ
પૂર્વગાથામાં વૈયાવચ્ચની વિધિ બતાવી. એના જ=એ વિધિપૂર્વક કરાયેલ વૈયાવચ્ચના જ, ગુણને=ફળને,
કહે છે –
511211:
-
भरहेण वि पुव्वभवे वेआवच्चं कयं सुविहिआणं । सो तस्स फलविवागेण आसि भरहाहिवो राया ॥५४१ ॥ भुंजित्तु भरहवा सामन्नमणुत्तरं अणुचरिता । अट्ठविहकम्ममुक्को भरहनरिंदो गओ सिद्धिं ॥ ५४२ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org