________________
પ્રતિદિનકિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૫૩૯-૫૪૦
૧૯૧
ભાવાર્થ :
ગાથા પ૩૮માં ગ્રંથકારે કહ્યું કે પચ્ચખાણવાળા સાધુ પોતાની સમાધિ પ્રમાણે અન્ય સાધુઓને શ્રાવકાદિનાં કુલો બતાવે. ત્યાં “યથાસમાધિ' શબ્દનું તાત્પર્ય બતાવતાં કહે છે કે સાધુઓ ભગવાનના વચનથી ભાવિત અને સર્વત્ર મમત્વથી રહિત હોવાથી સામાયિકના પરિણામવાળા હોય છે, માટે તેઓને પોતાનામાં અને પરમાં ભેદ હોતો નથી. આથી તેઓ જેમ શક્તિ પ્રમાણે પોતાના સમભાવની વૃદ્ધિ માટે યત્ન કરતા હોય છે, તેમ પોતાની શક્તિ પ્રમાણે અન્યના સમભાવની વૃદ્ધિ માટે પણ યત્ન કરતા હોય છે. છતાં જેમ તેઓ બીજાની સમાધિ માટે યત્ન કરે છે, તેમ પોતાની સમાધિ માટે પણ અવશ્ય યત્ન કરે તો સ્વ અને પરની પીડાનો પરિહાર થાય.
અહીં સામાન્યથી એમ જણાય કે પોતાને તપશ્ચર્યા હોવા છતાં બીજાને ગોચરી લાવી આપવા માટે પ્રયત્ન કરવામાં પોતાને પીડા થાય. વસ્તુતઃ જિનવચનથી ભાવિત સાધુઓ કષ્ટપ્રદ ક્રિયામાં પણ તેવા પ્રકારના શુભ અધ્યવસાયથી પોતાના શુભ ભાવનો પ્રકર્ષ કરી શકે છે. આથી તેઓ માટે વૈયાવચ્ચની કષ્ટપ્રદ ક્રિયા પણ પીડારૂપ બનતી નથી, પરંતુ શુભ ભાવનો હેતુ બને છે. આથી નક્કી થાય કે શુભ ભાવનો હેતુ ન બનતી હોય તેવી કષ્ટપ્રદ ક્રિયા પણ પીડારૂપ છે.
જેમ કે વેપારીને ઘણા ઘરાકોને પોતાનો માલ બતાવવામાં થતો શ્રમ કષ્ટરૂપ લાગતો નથી પરંતુ ઉત્સાહની વૃદ્ધિનું કારણ બને છે; કારણ કે વેપારી ધનલાલસાથી ભાવિત મતિવાળા હોય છે. તેથી તેને જેમ ધનપ્રાપ્તિના ઉપાયભૂત ઘણા ઘરાકોને પોતાનો માલ બતાવવાની પ્રવૃત્તિ કષ્ટરૂપ લાગતી નથી, તેમ જિનવચનથી ભાવિત મતિવાળા સાધુઓને નિઃસ્પૃહતાની વૃદ્ધિના ઉપાયભૂત એવી વૈયાવચ્ચની ક્રિયા કષ્ટરૂપ લાગતી નથી; પરંતુ જો પોતાની શક્તિને અતિક્રમીને વૈયાવચ્ચમાં પ્રયત્ન કરવામાં આવે તો સાધુની તે વૈયાવચ્ચની પ્રવૃત્તિ નિઃસ્પૃહતાનું કારણ બનવાના બદલે ખિન્નતાનું કારણ બને છે, જેથી તે વૈયાવચ્ચની પ્રવૃત્તિ પોતાને પીડા કરનારી બને; તેમ જ પોતાની વૈયાવચ્ચ કરવાની શક્તિ હોવા છતાં શક્તિને ગોપવીને વૈયાવચ્ચમાં યત્ન કરવામાં ન આવે તો અન્યને ભિક્ષાની અપ્રાપ્તિને કારણે સંયમમાં વિઘ્ન થાય, જે અન્યને પીડા કરનાર બને. આથી સાધુએ શક્તિ પ્રમાણે દાન અને ઉપદેશમાં યત્ન કરીને સ્વ અને પર એમ ઉભયની પીડાનું વર્જન કરવું જોઈએ, આ પ્રકારનું તાત્પર્ય બતાવવા માટે પૂર્વમાં દાન અને ઉપદેશમાં યથાસમાધિ કહેલ છે. /પ૩૯ અવતરણિકા:
इहैव प्रक्रमे वैयावृत्त्यविधिमाह - અવતરણિકાઈ:
આ જ પ્રક્રમમાં અર્થાતુ ગાથા ૫૩૭થી ૫૩૯માં બતાવ્યું કે ભાવિતજિનવચનવાળા સાધુને સ્વમાં અને પરમાં ભેદ નથી, તેથી તેઓ સ્વ-પરની પીડાના વર્જનપૂર્વક યથાસમાધિથી અન્યને અશનાદિના દાનાદિરૂપ વૈયાવચ્ચ કરે છે, એ જ પ્રક્રમમાં, વૈયાવચ્ચની વિધિને કહે છે –
ગાથા :
पुरिसं तस्सुवयारं अवयारं चऽप्पणो अ नाऊणं । कुज्जा वेआवडिअं आणं काउं निरासंसो ॥५४०॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org