________________
પ્રતિદિનકિયાવક, “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૫૩૬-૫૩૦
૧૮૦
વળી, આ પચ્ચકખાણ સાધુઓને આશ્રયીને હોવાથી સાધુ માટે દાન શું છે ? તે બતાવતાં કહે છે કે પચ્ચખાણવાળા સાધુ પોતે આહાર લાવીને આચાર્યાદિને આપે તે દાન છે, અને પ્રાપૂર્ણક સાધુ આવ્યા હોય તો તેઓને દાન આપનારનાં કુળો કે શ્રાવકોનાં કુળો વગેરે બતાવે તે ઉપદેશ છે. આમ, આહારના દાનમાં જે કરાવણ છે અને આહારના ઉપદેશમાં જે અનુમોદન છે, તે બંનેનો નિર્યુક્તિકારે નિષેધ કરેલ નથી, પરંતુ ગ્રહણ કરેલ પચ્ચકખાણ સ્વયં જ પાળવાનું કહ્યું છે. એથી નક્કી થાય કે કૃતપચ્ચક્ખાણવાળા સાધુ પોતાના ચિત્તની સમાધિ જળવાય તે રીતે જ બાળ વગેરે સાધુઓને આહાર લાવી આપે અને પ્રાપૂર્ણક સાધુઓને દાનકુળ, શ્રાવકકુળ વગેરે બતાવે.
અહીં “યથાસમાધિ” શબ્દથી એ કહેવું છે કે પોતાની શક્તિનું અતિક્રમણ કરીને વૈયાવચ્ચ કરવામાં આવે તો ચિત્ત આર્તધ્યાન વગેરેમાં પ્રવર્તે. આથી આર્તધ્યાનાદિ ન થાય અને પોતાનો વૈયાવચ્ચનો પરિણામ વૃદ્ધિ પામતો રહે તે રીતે ઉપવાસાદિના પચ્ચખાણવાળા સાધુ અન્ય સાધુઓને આહાર લાવી આપવા આદિરૂપ વૈયાવચ્ચ કરે. /પ૩૬ll અવતરણિકા:
अमुमेवार्थं स्पष्टयन्नाह - અવતરણિકાઈ:
નિયુક્તિકારના વચનથી પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે પચ્ચકખાણમાં દાન અને ઉપદેશ પ્રતિષિદ્ધ નથી. એ જ અર્થને બે ગાથામાં સ્પષ્ટ કરતાં ગ્રંથકાર કહે છે –
ગાથા :
कयपच्चक्खाणो वि अ आयरिअगिलाणबालवुड्डाणं ।
दिज्जाऽसणाइ संते लाभे कयवीरिआयारो ॥५३७॥ અન્વયાર્થ :
જયપષ્યવાળો વિ મ અને કૃતપ્રત્યાખ્યાનવાળા પણ વરિયારી કૃતવર્યાચારવાળા= વૈયાવચ્ચમાં ફોરવ્યું છે વીર્ય જેમણે એવા સાધુ, નામે સંતે લાભ થયે છd=વૈયાવચ્ચ કરવાનો પોતાને લાભ પ્રાપ્ત થયે છતે, રિપિતા વિનિયુક્vi આચાર્ય, ગ્લાન, બાલ, વૃદ્ધોને સUTI=અશનાદિ વિજ્ઞ= આપે. ગાથાર્થ :
અને કૂતપ્રત્યાખ્યાનવાળા, પણ વૈચાવચ્ચમાં ફોરવ્યું છે વીર્ય જેમણે એવા સાધુ, વૈચાવચ્ચ કરવાનો પોતાને લાભ પ્રાપ્ત થયે છતે આચાર્ય, ગ્લાન, બાલ અને વૃદ્ધોને અશનાદિ લાવી આપે. ટીકા :
कृतप्रत्याख्यानोऽपि च गृहीतप्रत्याख्यानोऽपि चेत्यर्थः आचार्यग्लानबालवृद्धेभ्यो दद्यादशनादि सति लाभे कृतवीर्याचार इति गाथार्थः ॥५३७॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org